પાકિસ્તાને ગુજરાતથી કાશ્મીર સુધી 900 ડ્રોનથી હુમલા કર્યા:ઓપરેશન સિંદૂરમાં બધું તબાહ, પાક-ચીન-તુર્કીયેની ત્રિપુટીના 4 પ્લાન નિષ્ફળ

National5/10/2026, 3:43:25 AM
પાકિસ્તાને ગુજરાતથી કાશ્મીર સુધી 900 ડ્રોનથી હુમલા કર્યા:ઓપરેશન સિંદૂરમાં બધું તબાહ, પાક-ચીન-તુર્કીયેની ત્રિપુટીના 4 પ્લાન નિષ્ફળ
ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવા પર ભારતીય સૈન્ય દળોની સમીક્ષામાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. પાકિસ્તાન, ચીન અને તુર્કીયેની ત્રિપુટીએ ચાર ઇરાદાઓથી 7 અને 8 મેની રાત્રે 900 ડ્રોન છોડ્યા હતા. કાશ્મીરમાં LOC થી લઈને ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર થોડા કલાકોમાં સ્વાર્મ ડ્રોન છોડવામાં આવ્યા હતા. પાકના સ્વાર્મ ડ્રોનને ભારતીય વાયુસેનાના એર કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમે તબાહ કરી દીધા. પાકિસ્તાન ભારતના એક પણ મહત્વના સૈન્ય બેઝને નુકસાન પહોંચાડવામાં સફળ થઈ શક્યું નહીં. પાકિસ્તાને યુક્રેન-રશિયા યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા સ્વાર્મ ડ્રોન હુમલાને કોપી કર્યો હતો. જણાવી દઈએ કે આ રણનીતિ અવારનવાર નાટો દેશો દ્વારા એડવાન્સ વોરમાં અપનાવવામાં આવે છે. પાકિસ્તાને 4 મનસૂબા સાથે પ્લાન બનાવ્યો હતો… સેનાએ કહ્યું- ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ પાકિસ્તાની જવાનો માર્યા ગયા ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સેનાએ ગુરુવારે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાનમાં કોઈ પણ આતંકવાદી ઠેકાણું સુરક્ષિત નથી. આ અભિયાન અંત નહોતો, પરંતુ શરૂઆત હતી. ભારત આતંકવાદ સામે લડતો રહેશે. જયપુરમાં ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 100થી વધુ જવાનો અને ટેરરિસ્ટ કેમ્પમાં 100થી વધુ આતંકવાદીઓના મોત થયા છે. ઓપરેશન સિંદૂરનું નામ અને લોગો આ રીતે સિલેક્ટ થયો હતો 8 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર પછી જ્યારે સેનાના અધિકારીઓએ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, ત્યારે જણાવ્યું હતું કે ઓપરેશન માટે 5 નામ નક્કી થયા હતા. સૌથી છેલ્લે 2 નામ ઓપરેશન મંગળસૂત્ર અને સિંદૂર પસંદ કરવામાં આવ્યા. પહેલગામ આતંકી હુમલામાં ઘણી મહિલાઓના સુહાગ ઉજ્જડ્યા હતા, તેથી પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને મંજૂરી આપી. વાંચો 7 થી 10 મે 2025 વચ્ચે અજેય હિન્દુસ્તાનના એ 88 કલાક, જ્યારે આપણા પ્રહારથી પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું હતું… 6-7 મે: રાત્રે 1.05 થી 1.27 વાગ્યે શું થયું: ભારતીય વાયુસેનાએ 23 મિનિટમાં પીઓકે અને પાકિસ્તાનની અંદર 9 આતંકી ઠેકાણાં ઉડાવ્યા. 100 આતંકીઓ માર્યા ગયા. સાંજે પાકિસ્તાને મિસાઈલો છોડી. 15 શહેરો નિશાન પર હતા, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે જડબાતોડ જવાબ આપ્યો. 8 મે: મોડી રાત્રે 2 થી સવારે 4 વાગ્યે શું થયું: પાકિસ્તાને લેહથી ગુજરાત સુધી 1000 ડ્રોનથી 36 જગ્યાએ હુમલો કર્યો. 98% ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાનના 4 એર ડિફેન્સ સિસ્ટમ, એક રડાર તબાહ. 9 મે: રાત્રે 10:30 થી 1:55 વાગ્યે શું થયું: પાકિસ્તાને 26 જગ્યાએ લાંબા અંતરના હથિયારો છોડ્યા. ભારતે ડ્રોન અને સુખોઈ વિમાનોથી ‘બ્રહ્મોસ’ છોડી. તેનાથી પાકિસ્તાનના 11 એરબેઝ અને અનેક વિમાનો તબાહ થયા.
Read Original Article →