ઓડિશામાં યુવક-યુવતીને જાહેરમાં લાકડીઓથી માર માર્યો:હુમલાખોરોએ બાઇક રોકી, રસ્તા પર ઢસડ્યા; મિત્રને બચાવવા તેના ઉપર છોકરી સૂઈ ગઈ

National5/19/2026, 3:12:30 PM
ઓડિશામાં યુવક-યુવતીને જાહેરમાં લાકડીઓથી માર માર્યો:હુમલાખોરોએ બાઇક રોકી, રસ્તા પર ઢસડ્યા; મિત્રને બચાવવા તેના ઉપર છોકરી સૂઈ ગઈ
ઓડિશાના બેરહામપુર શહેરમાં રસ્તા પર જાહેરમાં એક યુવક અને તેની મહિલા મિત્ર પર લાકડીઓથી હુમલો થયાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે યુવક અને તેની મહિલા મિત્ર બાઇક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન બીજીપુર વિસ્તારમાં કેટલાક લોકોએ તેમની બાઇક રોકી લીધી. ત્યારબાદ યુવકને રસ્તા પર ઢસડીને લાકડીઓથી માર મારવામાં આવ્યો. યુવતી પોતાના મિત્રને બચાવવા માટે તેના ઉપર સૂઈ ગઈ. આમ છતાં હુમલાખોરો બંનેના પગ પર સતત લાકડીઓ વરસાવતા રહ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જુઓ ઘટનાના 3 વિઝ્યુઅલ્સ… 6 લોકો અટકાયતમાં, જૂની અદાવતનો મામલો પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે લગભગ 9:30 વાગ્યે ગીરી રોડના વ્યસ્ત વિસ્તારમાં બની હતી. પીડિત યુવકનું નામ ઉમેશ રાઠ છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ બે જૂથો વચ્ચે જૂની અદાવત અને ગેંગવોરનો એંગલ સામે આવ્યો છે. નવીન પટનાયક બોલ્યા- રાજ્યમાં ગુંડારાજ આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. વિપક્ષના નેતા અને પૂર્વ CM નવીન પટનાયકે રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા આ ઘટનાને અમાનવીય ગણાવી. નવીન પટનાયકે કહ્યું- ઓડિશામાં ગુંડારાજ અને અરાજકતાનું વાતાવરણ છે. ગુનેગારોના મનોબળ વધી ગયા છે.
Read Original Article →