સુપ્રીમ કોર્ટે NTAને પૂછ્યું- પાછલી ભૂલમાંથી શું શીખ્યા:કહ્યું- તમે કોઈ બોધપાઠ લીધો નથી, આ દુઃખદ છે; NEET પેપર લીક પર કેન્દ્ર-CBI પાસેથી જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક કેસમાં સોમવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું- આ દુઃખદ છે કે NTA એ અગાઉ થયેલા પેપર લીક કેસમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે કહ્યું કે આ મામલો અગાઉ પણ (2024) સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે એક સમિતિ બનાવવામાં આવી હતી, જેણે ઘણી ભલામણો આપી હતી, જેને સ્વીકારવામાં પણ આવી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો કે NTA ગુરુવાર સુધીમાં સોગંદનામું દાખલ કરીને જણાવે કે 2024માં આપવામાં આવેલા નિર્દેશો અને મોનિટરિંગ કમિટીની ભલામણો પર શું પગલાં લેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે આજે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA), યુનાઈટેડ ડોકટર્સ ફ્રન્ટ (UDF) અને કેસ સંબંધિત અન્ય અરજીઓ પર સુનાવણી કરી. આગામી સુનાવણી 29 મેના રોજ થશે. SCએ FAIMAની અરજી પર નોટિસ જારી કરી SCએ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)ની અરજી પર નોટિસ જારી કરી છે. કોર્ટે કહ્યું કે આ પ્રકારની તમામ અરજીઓ એકસાથે સાંભળવામાં આવશે. આગળની સુનાવણી 29 મેના રોજ થશે. FAIMAની અરજીમાં માંગણી યુનાઈટેડ ડોક્ટર્સ ફ્રન્ટ (UDF)ની માગ હવે જાણો NEET પેપર લીક કેસ શું છે NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા. NTA અનુસાર 7 મેની સાંજે પરીક્ષામાં ગડબડીની સૂચના મળી હતી. ત્યારબાદ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી અને રી-એક્ઝામનો નિર્ણય લેવામાં આવ્યો. 15 મેના રોજ શિક્ષણ મંત્રાલય અને NTA એ NEET રી-એક્ઝામની તારીખ 21 મેના રોજ હોવાની જાહેરાત કરી. પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ બીજી તરફ પેપર લીક પછી કર્ણાટકના કલબુર્ગીમાં 18 વર્ષની NEETની વિદ્યાર્થિનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થિનીની ઓળખ ભાગ્યશ્રી તરીકે થઈ છે. તેણે NEET-UGની પરીક્ષા આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. વિદ્યાર્થિનીના પિતા રાજશેખરે જણાવ્યું કે પરિવારમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહોતી અને દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી. ભાગ્યશ્રીએ હાલમાં 12મીની પરીક્ષામાં 92 ટકા ગુણ મેળવ્યા હતા અને NEETની પરીક્ષા પણ સારી ગઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →