NEET પેપર લીકઃ CBIએ વધુ બે આરોપીઓની ધરપકડ કરી:એક ડોક્ટર, બીજો શિક્ષક; અત્યાર સુધીમાં કુલ 13 લોકો અરેસ્ટ થયા

National5/27/2026, 5:43:19 AM
NEET પેપર લીકઃ CBIએ વધુ બે આરોપીઓની ધરપકડ કરી:એક ડોક્ટર, બીજો શિક્ષક; અત્યાર સુધીમાં કુલ 13 લોકો અરેસ્ટ થયા
NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ બુધવારે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રથમ આરોપીની ઓળખ ડોક્ટર મનોજ શિરુરે તરીકે થઈ છે. તેઓ લાતુરના રહેવાસી છે. ડો. મનોજે એક કોચિંગ સેન્ટરના માલિક (જે પોતે પણ આરોપી છે)ના પુત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓને આરોપી પી.વી. કુલકર્ણી પાસેથી કેમેસ્ટ્રીના પ્રશ્નપત્રો અપાવ્યા હતા. જ્યારે પકડાયેલ બીજો આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે. તે પુણે સ્થિત એક કોચિંગ સેન્ટર ડો. અભંગ પ્રભુ મેડિકલ એકેડમી (APMA)માં ફિઝિક્સનો ફેકલ્ટી છે. તેને NEET UG 2026 પરીક્ષાના લીક થયેલા ફિઝિક્સના પ્રશ્નો ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવલદાર પાસેથી મળ્યા હતા. આ મામલામાં સંપૂર્ણ કડી અને ષડયંત્રનો પતો લગાવવા માટે તપાસ ચાલુ છે. CBIએ અત્યાર સુધી અલગ-અલગ જગ્યાઓ પર 49 સ્થળોએ તલાશી લીધી છે અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ મામલામાં અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખુલાસો- NEETનું પેપર 5 રાજ્યોમાં વેચાયું હતું સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો છે કે NEETનું પેપર 5 રાજ્યોમાં વેચાયું હતું. સૌથી વધુ વેચાણ મહારાષ્ટ્રમાં થયું હતું અને બીજા નંબરે રાજસ્થાન હતું. સીબીઆઈનું કહેવું છે કે બાદમાં પેપર લીકનો મામલો વધુ મોટો નીકળી શકે છે. એજન્સી હજુ એ નક્કી કરી શકી નથી કે કેટલા વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યું હતું. સીબીઆઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પેપરના પ્રિન્ટ કાઢીને વેચવાના પુરાવા મળ્યા છે. પેપર લીકનું સૌથી મોટું કેન્દ્ર મહારાષ્ટ્ર હતું. અહીંથી રાજસ્થાન અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સુધી ‘ક્વેશ્ચન બેંક’ પહોંચી હતી. CBI પૈસા આપનારાઓની યાદી બનાવી રહી છે તપાસ એજન્સી હવે તે તમામ વાલીઓની યાદી તૈયાર કરી રહી છે, જેમના બેંક ખાતાઓમાંથી શિવરાજ મોટેગાંવકર, પી.વી. કુલકર્ણી અથવા તેમના સહયોગી મનીષા વાઘમારે (પુણે) ના ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ઉપરાંત બહારના કેટલાક પાત્રો હજુ શંકાના દાયરામાં છે. CBI ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં દરોડા પાડશે. ફી રિફંડ માટે છેલ્લી તારીખ 27 મે NTA એ શુક્રવારે NEET-UG 2026 ના ઉમેદવારો માટે એક ખાસ પોર્ટલ ખોલ્યું છે, જેથી તેઓ આ મહિનાની શરૂઆતમાં પ્રવેશ પરીક્ષા રદ થયા પછી પરીક્ષા ફી રિફંડ માટે તેમના બેંક ખાતાની વિગતો જમા કરાવી શકે. બેંક ખાતાની વિગતો જમા કરાવવાની સુવિધા 22 મે થી 27 મે (રાત્રે 11:50 વાગ્યા સુધી) સુધી રહેશે. 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા 12 મેના રોજ રદ NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી. ત્યારબાદ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Read Original Article →