નાસિક TCS કેસમાં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ:જાતીય સતામણી અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપ, અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ

National5/8/2026, 4:20:17 AM
નાસિક TCS કેસમાં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ:જાતીય સતામણી અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપ, અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ
નાસિક TCS કેસમાં પોલીસે મુખ્ય આરોપી નિદા ખાનને ગુરુવાર રાત્રે છત્રપતિ સંભાજીનગરથી કસ્ટડીમાં લીધા. નિદા પર જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપો છે. આ પહેલા 2 મેના રોજ નાસિક કોર્ટે નિદાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. પ્રોસિક્યુશને કોર્ટમાં જણાવ્યું કે આરોપો ગંભીર છે અને તેમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. આ દરમિયાન નિદા ફરાર હતી. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, પબ્લિક પ્રોસિક્યુટર અજય મિસરે જણાવ્યું હતું કે નિદા ખાન આ કેસના મુખ્ય આરોપીઓમાંથી એક છે. આ જ આધારે કોર્ટે તેમના આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. FIR અનુસાર, નિદા પર આરોપ છે કે તેણે મહિલા કર્મચારીઓને બુરખો પહેરવાની સલાહ આપી હતી. કેસની તપાસ નાસિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસ કરી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ છે, જે મહિલા કર્મચારીઓ સાથેના કથિત જાતીય સતામણી સાથે સંબંધિત છે. SIT એ આ મામલે અત્યાર સુધીમાં એક મહિલા ઓપરેશન્સ મેનેજર સહિત 8 લોકોની ધરપકડ કરી છે. નિદાએ કોર્ટમાં ગર્ભાવસ્થાનો હવાલો આપ્યો હતો, પરંતુ રાહત મળી નહીં નિદાએ આગોતરા જામીન માટે પોતાની ગર્ભાવસ્થાનો હવાલો આપ્યો, પરંતુ કોર્ટે તેને સ્વીકાર્યો ન હતો. આ મામલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ ગયા મહિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની કોઈપણ પ્રકારની હેરાનગતિ અને બળજબરી વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ નીતિ પર કામ કરે છે. હવે જાણો શું છે આખો મામલો… TCSની નાસિક ઓફિસમાં કામ કરતી મહિલાઓએ જાતીય શોષણના આરોપો લગાવ્યા. SIT સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે, ‘પ્રથમ FIR 26 માર્ચે દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ વધુ 8 મહિલાઓએ ફરિયાદ નોંધાવી. તેમના નિવેદનો પરથી જાતીય શોષણ, બળજબરી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની પેટર્ન સામે આવી છે. 9માંથી 3 પીડિત મહિલાઓની FIR મળી… પ્રથમ પીડિતા સીનિયર પૂછે છે- હનીમૂન પર ક્યાં ગઈ હતી, શું-શું કર્યું? પીડિત મહિલાએ 2 એપ્રિલે નાસિકના મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં FIR કરાવી છે. તેના મુજબ, જૂન 2025 થી 31 માર્ચ 2026 સુધી તે TCS ઓફિસમાં એસોસિયેટ હતી. પતિ કામના સંબંધમાં પુણેમાં રહે છે. FIRમાં તેણે જણાવ્યું, ‘24 જૂન 2025ના રોજ મને 3 મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી. રઝા મેમણનો મારી ટ્રેનિંગ સાથે કોઈ લેવાદેવા નહોતો, છતાં તે મારી પાસે આવીને પર્સનલ લાઈફ વિશે પૂછતો. કહેતો હતો કે પતિ સાથે કેમ નથી રહેતી, હનીમૂન પર ક્યાં ગઈ હતી. ત્યાં શું કર્યું, કેવી રીતે કર્યું. રઝા મેમણ સાથે શાહરૂખ કુરેશી પણ હતો.‘ ટ્રેનિંગમાં આસિફ અન્સારી પણ અવારનવાર મારી પાસે આવી જતો. અડીને બેસતો અને ખોટી રીતે સ્પર્શ કરતો. ક્યારેક જાંઘ કે ખભા પર હાથ મૂકી દેતો. એક દિવસ લંચના સમયે હાથ ખોળામાં મૂકી દીધો. પછી બોલ્યો- જો કોઈ ફિઝિકલ જરૂરિયાત હોય, તો જણાવો, પૂરી કરી દઈશ. મહિલાએ જણાવ્યું, ‘સીનિયર તૌસીફ અત્તારે પણ ખોટું વર્તન કર્યું. તે પણ ટીમમાં નહોતો, છતાં પાસે આવીને ખાવા માટે પૂછતો. અશ્લીલ રીતે પૂછતો, 'શું નારંગી લાવી છો. નાની લાવી છો કે મોટી.' તે ચહેરો અડાડતો અને સ્પર્શ કરતો હતો. જ્યારે સવાલ કર્યો, તો કહ્યું, 'શું તમારે આગળ નથી વધવું.‘ પીડિતાના કહેવા મુજબ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, આસિફ અંસારી, તૌસીફ અત્તાર અને શફી શેખે તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યો. હિંદુ દેવી-દેવતાઓને અપશબ્દો કહ્યા, જેનાથી તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી. તેણે HR સેલમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ત્યારે તેણે મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. બીજી પીડિતા ‘ઈશ્વર તે જ છે જે અદૃશ્ય છે, હિંદુ દેવી-દેવતાઓ ખોટા છે’ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધી તેની ઓફિસમાં જાતીય સતામણી થઈ. મહિલા કંપનીમાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની ફરિયાદો સાંભળતી હતી. તેણે જણાવ્યું, ‘તૌસીફ અત્તાર પોતાના ધર્મને ઉચ્ચ બતાવતો અને હિંદુ ધર્મને નીચો. તે કહેતો કે સાચો ઈશ્વર તે જ છે, જે અદૃશ્ય છે. હિંદુ ધર્મમાં દેવતાઓ દેખાય છે, તેથી ખોટા છે.‘ ‘ડિસેમ્બર 2025ની વાત છે. હું લંચ પછી છાશ પી રહી હતી, ત્યારે તૌસીફ આવ્યો અને પૂછ્યું- ‘શું પી રહી છો?' મેં કહ્યું- 'છાશ પી રહી છું.' તેણે વિચિત્ર નજરોથી જોયું અને કહ્યું- મારી પાસે પણ છાશ છે, શું પીવા માંગશો. આ કહેતા તેણે પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કર્યો.’ ત્રીજી પીડિતા ભગવાન કૃષ્ણ અને શિવ વિશે ખોટી વાતો કરી ત્રીજી FIRમાં પીડિતાએ જણાવ્યું, ‘હું ડિસેમ્બર 2024માં ઓફિસમાં હતી. ત્યારે શફી શેખ કામના બહાને નજીક આવીને બેસી ગયો અને જાણીજોઈને મારા પગથી પોતાનો પગ ઘસવાનો પ્રયાસ કર્યો. પછી મારું કીપેડ વાપરવાના બહાને ખોટી રીતે સ્પર્શ કર્યો. મેં ખુરશી દૂર કરી લીધી, તો હસતા હસતા જતો રહ્યો.‘ ‘ફેબ્રુઆરી 2026માં તૌસીફે મારા ધર્મને નીચો દેખાડવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે કૃષ્ણએ 16 હજાર મહિલાઓ સાથે લગ્ન કર્યા, તેનાથી ખબર પડે છે કે કૃષ્ણ કેવા હતા. શું ભગવાન શંકરને એ નહોતી ખબર કે ગણેશ પાર્વતીના પુત્ર છે. જો નહોતી ખબર તો દેવી પાર્વતીને પુત્ર કેવી રીતે થયો. તેમણે ગણેશનું માથું કેમ કાપી નાખ્યું.‘ ખાનગી માહિતીના આધારે ‘ટાર્ગેટ’ પસંદ કરતા આરોપીઓ નવી જોડાતી કર્મચારીઓની ખાનગી માહિતીના આધારે ‘ટાર્ગેટ’ પસંદ કરતા હતા. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને પારિવારિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. ધરપકડ કરાયેલા HR મેનેજર અશ્વિની ચેનાનીએ તૌસીફ અત્તાર સાથે 38 વાર, દાનિશ શેખ સાથે 1 વાર, રઝા મેમણ સાથે 22 વાર અને વાંધાજનક ચેટ કરી હતી. પીડિત છોકરીઓએ જ્યારે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી ત્યારે અશ્વિનીએ ફરિયાદને જાણી જોઈને અવગણી. ઉલટાનું તેણે પીડિતને જ ઠપકો આપ્યો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તાલીમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. જ્યારે પીડિતો પરેશાન થતા હતા, ત્યારે HR મેનેજર તેમનો સંપર્ક કરીને વિશ્વાસ જીતતી હતી અને ધીમે ધીમે તેમના રહેણીકરણીમાં ફેરફાર કરવા દબાણ કરવામાં આવતું હતું. 2022 થી 2026 ની વચ્ચે મહિલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવી FIR અનુસાર, 18 થી 25 વર્ષની મહિલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવી હતી. આરોપ છે કે- ઓફિસમાં જ છેડતી અને ઉત્પીડનના આરોપો ફરિયાદોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું, જ્યાં તેઓ ‘ટાર્ગેટ’ પર ચર્ચા કરતા હતા અને ધાર્મિક તથા કંપની સંબંધિત મુદ્દાઓ પર વાત કરતા હતા. પોલીસ આ ડિજિટલ પુરાવાની પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં આસિફ અંસારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, તૌસીફ અત્તર અને અન્યનો સમાવેશ થાય છે. ઓપરેશન મેનેજર અશ્વિન ચેનાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. SIT આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને 12 થી વધુ સંભવિત પીડિતોની ઓળખ કરવામાં આવી છે. હાલ પોલીસ આ નેટવર્કના અન્ય કનેક્શન અને બાહ્ય લિંક્સની પણ તપાસ કરી રહી છે. આ મામલામાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
Read Original Article →