નીચે ડોકું કાઢ્યું ને ઉપરથી લિફ્ટ આવી:નર્સનું માથું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, ICUમાં દાખલ; નાસિકની મેડિકલ કોલેજની કંપાવનારી ઘટના
સોમવારે મહારાષ્ટ્રના નાસિકમાં એક સરકારી મેડિકલ કોલેજમાં એક ગંભીર ઘટના બની, જેનાથી હોસ્પિટલના સલામતીના પગલાં પર સવાલો ઉભા થયા. મેડિકલ કોલેજમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી નર્સનું માથું લિફ્ટમાં ફસાઈ જવાથી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને હાલમાં તે ICUમાં સારવાર હેઠળ છે. સર્જીકલ સાધનો લાવવા માટે આ લિફ્ટનો ઉપયોગ થાય છે આ ઘટના ત્યારે બની જ્યારે 50 વર્ષીય જ્યોતિ શિવાજી આહિરે સર્જરી વિભાગમાં કામ કરતી વખતે કાર્ગો લિફ્ટ પાસે પહોંચી. આ લિફ્ટનો ઉપયોગ સામાન્ય રીતે સર્જિકલ સાધનો લઈ જવા માટે થાય છે. મળતી માહિતી મુજબ, નર્સે લિફ્ટની અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક સિસ્ટમ ચાલુ થઈ ગઈ ને ઉપરથી લિફ્ટ આવી અને તેનું માથું તેમાં ફસાઈ ગયું. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે તેનું માથું ફસાઈ ગયા પછી મહિલા મદદ માટે ચીસો પાડવા લાગી ત્યારબાદ ત્યાં હાજર અન્ય એક કર્મચારીએ તરત જ પરિસ્થિતિ જોઈ અને અન્ય લોકોને મદદ માટે બોલાવ્યા. મહિલાનું માથું લાંબા સમય સુધી ફસાઈ રહ્યું બીજા કર્મચારી દ્વારા ફોન કરવામાં આવતાં ઘણા લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ તેઓ પણ મહિલાનું માથું બહાર કાઢવામાં અસમર્થ રહ્યા. લોકોએ તેને મુક્ત કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, પરંતુ મહિલાનું માથું ઘણી મિનિટો સુધી લિફ્ટમાં અટવાઈ ગયું, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. ઘણા પ્રયત્નો પછી મહિલાનું માથું લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યું, અને તેને તાત્કાલિક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી. ડોકટરોના મતે તેને માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તે હજુ પણ ગંભીર હાલતમાં છે. મહિલાના દીકરાએ હોસ્પિટલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો આ ઘટનાએ હોસ્પિટલની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની અસરકારકતા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે કારણ કે સમયસર સહાયનો અભાવ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આ ઘટના બાદ પોલીસે મહિલાના દીકરાની ફરિયાદના આધારે હોસ્પિટલ વહીવટીતંત્ર સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો હતો. હોસ્પિટલ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે લિફ્ટ પેસેન્જર લિફ્ટ નહોતી પરંતુ સર્જિકલ સાધનોના ડ્રમ પરિવહન માટે ઉપયોગમાં લેવાતી હોસ્ટ ટ્રોલી હતી. વહીવટીતંત્રે એવો પણ દાવો કર્યો હતો કે સરકારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે કરેલી તપાસમાં ટેકનિકલ ખામી કે યાંત્રિક ખામીના કોઈ પુરાવા મળ્યા નથી. તેમના મતે મહિલાએ સેફ્ટી નિયમો જાળવ્યા નહોતા અને ઓપરેશનલ ગાઈડ લાઈનનું પાલન કર્યું નહોતું. જેના કારણે અકસ્માત થયો હતો. પોલીસ અને સંબંધિત અધિકારીઓ હાલમાં આ બનાવની તપાસ કરી રહ્યા છે.
Read Original Article →