હેલિકોપ્ટર પાસે પાયલટે ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી:નાસિકના આર્મી પાયલટે ગ્રેજ્યુએશન ફંક્શનમાં જ પ્રપોઝ કરી દીધું; બંને પાંચ વર્ષથી પરિચયમાં હતાં

National6/2/2026, 6:30:00 PM
હેલિકોપ્ટર પાસે પાયલટે ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી:નાસિકના આર્મી પાયલટે ગ્રેજ્યુએશન ફંક્શનમાં જ પ્રપોઝ કરી દીધું; બંને પાંચ વર્ષથી પરિચયમાં હતાં
નાસિકના CAATSમાંથી તાલીમ પૂરી કર્યા પછી આર્મી પાયલટે હેલિકોપ્ટર પાસે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. સમારોહમાં હાજર લોકોએ તાળીઓ અને ખુશી સાથે આ ક્ષણનું સ્વાગત કર્યું, જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. મહારાષ્ટ્રના નાસિકમાં આયોજિત એક સૈન્ય પાયલટ ગ્રેજ્યુએશન સમારોહ તે સમયે વધુ ખાસ બની ગયો, જ્યારે એક યુવા સૈન્ય અધિકારીએ ટ્રેનિંગ પૂરી કર્યા પછી તરત જ ગર્લફ્રેન્ડને બધાની સામે પ્રપોઝ કર્યું. આ ભાવુક ક્ષણનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોના દિલ જીતી રહ્યો છે. આ ખાસ ક્ષણ નાસિક સ્થિત કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ (CAATS) માં જોવા મળી, જ્યાં આર્મી એવિએશનના ટ્રેની પાયલટો પોતાની કઠિન અને લાંબી તાલીમ પૂરી કર્યા પછી ગ્રેજ્યુએશન સમારોહમાં સામેલ થયા હતા. સમારોહમાં સૈન્ય અનુશાસન, ટ્રેનિંગની સિદ્ધિઓ અને નવા પાયલટોની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી હતી, પરંતુ એક યુવા અધિકારીએ તેને પોતાના અંગત જીવન માટે પણ યાદગાર બનાવી દીધી. વીડિયો અને તસવીરોમાં દેખાય છે કે ભારત ભારદ્વાજ નામના અધિકારી જેમણે તાજેતરમાં સૈન્ય પાયલટની ટ્રેનિંગ પૂરી કરી હતી, પોતાની ગર્લફ્રેન્ડ આરુષિને સમારોહ સ્થળે ઉભેલા એક હેલિકોપ્ટર પાસે લઈ જાય છે. ત્યાં હાજર પરિવારના સભ્યો, મિત્રો, સાથી અધિકારીઓ અને અન્ય મહેમાનો આ દરમિયાન તેમને જોઈ રહ્યા હતા. ભારત ભારદ્વાજ હેલિકોપ્ટર સામે ઘૂંટણિયે બેસી ગયા અને તેમણે આરુષિને રીંગ આપતા પ્રપોઝ કર્યું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી જ ક્ષણોમાં આસપાસ ઉભેલા લોકો આ ખાસ પળ જોવા માટે એકઠા થઈ ગયા. જે હેલિકોપ્ટર તેમના વર્ષોની મહેનત, ટ્રેનિંગ અને સૈન્ય કારકિર્દીની નવી શરૂઆતનું પ્રતીક બનીને ઉભું હતું, તેની સામે જ તેમણે પોતાના જીવનની વધુ એક મોટી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો. આ રીતે તેમના વ્યાવસાયિક અને અંગત જીવનના બે મહત્વપૂર્ણ પડાવ એક જ મંચ પર જોડાઈ ગયા. આરુષિએ પણ હસતા હસતા તેમનો પ્રપોઝલ સ્વીકારી લીધી. આ સાથે જ તાળીઓ અને ખુશીના અવાજો ગુંજી ઉઠ્યા. થોડા સમય પહેલા જ્યાં લોકો નવા સૈન્ય પાઇલટોની સફળતાની ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં હવે બધા આ સુંદર પળના સાક્ષી બની ગયા હતા. ભારત ભારદ્વાજે કહ્યું હતું કે, અમે બંને પાંચ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. મને થયું કે આટલું સરસ દિલ ક્યાંય મળશે નહીં એટલે મેં હિંમત કરીને આજે જ પ્રપોઝ કરી નાખ્યું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને દેશસેવા, સિદ્ધિ અને પ્રેમનો અનોખો સંગમ ગણાવી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે પાઇલટ બન્યા પછી તે જ ક્ષણે પોતાની જીવનસંગિનીને પ્રપોઝ કરવું તેમના જીવનની બે નવી યાત્રાઓની શરૂઆત જેવું છે. તો ઘણા લોકોએ આ યાદગાર અને ખાસ પ્રપોઝલની ખૂબ પ્રશંસા કરી છે.
Read Original Article →