નાગપુર-મુંબઈ એક્સપ્રેસવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર, 8 મહિલાઓના મોત:લાશો રસ્તા પર વિખરાઈ; ત્રણ લોકો ઘાયલ, ટ્રક ચાલક પકડાયો
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં નાગપુર-મુંબઈ એક્સપ્રેસવે પર બુધવારે સાંજે એક પૂરપાટ આવતા ટ્રકે ટેમ્પોને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 મહિલાઓના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમામ પીડિતો મજૂર છે. આ અકસ્માત કડવાંચી ગામ પાસે ત્યારે થયો જ્યારે મહિલા મજૂરો એક્સપ્રેસવે પર સફાઈનું કામ પતાવીને ટેમ્પોમાં ઘરે પરત ફરી રહી હતી. ટેમ્પો સ્ટાર્ટ થવાનો જ હતો કે મુંબઈ તરફ જઈ રહેલા ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારી. ટક્કરથી ટેમ્પોને ભારે નુકસાન થયું અને મૃતદેહો રસ્તા પર વિખેરાઈ ગયા. ટેમ્પોમાં કુલ 11 લોકો સવાર હતા, જેમાંથી 7 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. અકસ્માતની 2 તસવીરો… એક મૃતકની ઓળખ હજુ થઈ નથી મૃતકોની ઓળખ અલકાબાઈ આડમને (45), લક્ષ્મીબાઈ મદન (35), મીના આડમને (45), કંચન આડમને (50), તારાબાઈ ચૌધરી (60), કડુબાઈ મદન (55) અને સુમન આડમને (70) તરીકે થઈ છે. એક મૃતકની ઓળખ હજુ થઈ શકી નથી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી પંકજા મુંડેએ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનો અને ઘાયલોને આર્થિક સહાય આપવાની ખાતરી આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આઠ લોકોના મોત અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
Read Original Article →