હત્યારો પિતા રડીને બોલ્યો- જોડિયા દીકરીઓ મારો જીવ હતી...:ચૉપરથી ગળું કાપી શકતો નહોતો એટલે આંખો બંધ કરીને હથોડાના ફટકા માર્યા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં પિતાએ પોતાની જોડિયા દીકરીઓની હત્યા કરવા માટે ચ઼ૉપર (સ્ટીલનો મોટો છરો) અને હથોડો મૂળગંજથી ખરીદ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે- હું મારી જોડિયા દીકરીઓનું ચૉપરથી ગળું કાપવા માંગતો હતો, પરંતુ મારી દીકરીઓ મને મારા જીવથી પણ વ્હાલી હતી. ચૉપરથી ગળું કાપવાની હિંમત કરી શક્યો નહીં. જો તેમનું ગળું કાપત તો એ ખૂબ તડફડતી રહેત. તેથી મેં તેમને એક ઝાટકે મારી નાખવાનું નક્કી કર્યું. દીકરીઓને મોઢું દબાવીને બેભાન કર્યા પછી મેં તેમની ગરદન પર છરો મૂક્યો. પણ મારો જીવ ન ચાલ્યો એટલે મેં આંખ બંધ કરીને હથોડાના ફટકા માર્યા. નશામાં કારને ટક્કર મારી, ત્યારે રહેવાસીઓએ માર્યો હતો ઉત્તર પ્રદેશના કાનપુરના કિદવઈ નગરમાં રવિવારે વહેલી સવારે 45 વર્ષના શશિ રંજન મિશ્રાએ પોતાની 11 વર્ષની જોડિયા દીકરીઓની ગળું કાપીને હત્યા કરી દીધી. પડોશીઓએ જણાવ્યું કે શશિરંજન રોજ દારૂ પીને પત્ની સાથે ઝઘડો કરતો હતો. આસપાસના લોકોને ગાળો આપતો હતો. આ કારણે ફ્લેટ માલિક વિવેક ગુપ્તા શશિરંજનને કાઢી મૂકવા માંગતા હતા. પડોશીઓએ જણાવ્યું કે થોડા મહિના પહેલા શશિરંજન નશામાં પોતાની સ્પોર્ટ્સ બાઇકથી એપાર્ટમેન્ટ પહોંચ્યો. અંદર ઊભેલી કારને બાઇકથી ટક્કર મારી દીધી, જેનાથી કાર ડેમેજ થઈ ગઈ હતી. આના પર કાર માલિક અને બીજા એપાર્ટમેન્ટના લોકોએ લાકડી અને બેલ્ટ લઈને તેને ખૂબ માર્યો. શશિરંજનાં કપડાં પણ કાઢી નાખ્યા ત્યારબાદ લોકોએ શશિરંજનને એપાર્ટમેન્ટમાંથી બહાર ધકેલી દીધો હતો. પત્ની ગાર્ડને બોલી- છોડીને જઈ રહી છું, ટ્રેનમાં બેસી જાઉં ત્યારે પતિને કહી દેજે નશામાં થયેલા વિવાદ બાદ રેશ્મા દીકરીઓને નોકરાણી પાસે છોડીને પોતે દીકરાને લઈને પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં પિયર જવા નીકળી ગઈ હતી. જતી વખતે ગાર્ડ પ્રમોદ નારાયણ દીક્ષિતને એક હજાર રૂપિયા આપ્યા. કહ્યું કે જ્યારે હું ટ્રેનમાં બેસી જાઉં ત્યારે મારા પતિ શશિરંજનને ફોન કરીને કહી દેજે કે હંમેશા માટે છોડીને પિયર જઈ રહી છું, જોકે નવ મહિના પછી રેશ્મા પાછી આવી ગઈ હતી. એકલી દીકરીઓની સંભાળ રાખવા વહેલો ઘરે આવી જતો એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જણાવ્યું કે શશિરંજન નશાખોર જરૂર હતો, પરંતુ પોતાની જોડિયા દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો. પડોશીઓ અનુસાર, જ્યારે રેશ્મા પોતાની બંને દીકરીઓને છોડીને 9 મહિના માટે પિયર ચાલી ગઈ હતી ત્યારે શશિરંજન દીકરીઓની દરેક નાની-મોટી ઈચ્છાનું ધ્યાન રાખતો હતો. તેમને સમયસર તૈયાર કરીને સ્કૂલે મૂકવા જતો હતો. દીકરીઓ એકલી રહેશે તેથી ઘરે વહેલો આવી જતો હતો. પિતાની સાથે માતાની પણ ફરજ નિભાવતો રહ્યો. જોકે, આ પછી તેણે જે કર્યું તે એક પિતા ક્યારેય કરી શકે નહીં. એક કેમેરામાં શશિરંજન ગળું દબાવતો કેદ થયો
શશિરંજનના 2 BHK ફ્લેટના રૂમ અને બહાર CCTV કેમેરા લાગેલા છે. આરોપીએ જે બેડરૂમમાં 11 વર્ષની જોડિયા દીકરીઓની હત્યા કરી, તેમાં 3 કેમેરા લાગેલા છે. એક કેમેરામાં શશિરંજન સિદ્ધિનું ગળું દબાવતો કેદ પણ થઈ ગયો છે. પોલીસે ઝીણવટપૂર્વક ફૂટેજ તપાસતા આ માહિતી સામે આવી. નૌબસ્તા ઠાણાના ઇન્સ્પેક્ટર બહાદુર સિંહના જણાવ્યા અનુસાર, આ ફૂટેજને તપાસમાં સામેલ કરવામાં આવ્યા. જે તેને કડક સજા અપાવવામાં મજબૂત પુરાવા તરીકે સાબિત થશે. ઇન્સ્પેક્ટર બહાદુર સિંહે જણાવ્યું કે, ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાની શરૂઆતમાં ડીવીઆર તપાસવામાં આવ્યું ત્યારે રૂમના ફૂટેજમાં કંઈપણ સ્પષ્ટ દેખાયું નહોતું, જોકે અન્ય એક કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી ત્યારે આરોપી શશિરંજન જોડિયા દીકરીઓમાંથી એક સિદ્ધિનું મોં દબાવતો કેદ થયો, ત્યારબાદ તેને જમીન પર સુવડાવી દીધો. આ દરમિયાન તેને બેડરૂમમાં લાગેલા કેમેરાની યાદ આવી ગઈ તો તેણે રૂમની લાઇટ બંધ કરી દીધી. કેમેરાને ઉપરની તરફ ફેરવી દીધો. રાત્રે 10.30 વાગ્યે દીકરીઓને રૂમમાં મોકલી, 12.48 વાગ્યે પોતે અંદર ગયો ફૂટેજમાં રવિવારે રાત્રે 10.30 વાગ્યે શશિરંજન રિદ્ધિ-સિદ્ધિને રૂમમાં મોકલતો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ રેશ્માએ પણ પોતાનો રૂમ બંધ કરી લીધો. જોકે તે પોતે રૂમમાં ગયો નહોતો. ફ્લેટના ડ્રોઇંગ એરિયામાં પડેલા દીવાનમાં બેસતો અને સૂતો જોવા મળ્યો. આ દરમિયાન બે વાર રેશ્મા પણ બહાર આવી જેના પર તેણે વાત કરવાનું બહાનું બનાવતા કાનમાં પોતાનો મોબાઇલ લગાવી લીધો, જોકે જ્યારે પોલીસે મોબાઇલની કોલ ડિટેલ તપાસી ત્યારે તે સમયે તે કોઈની સાથે વાત કરી રહ્યો નહોતો. 12.48 વાગ્યે તે રૂમમાં જતો રહ્યો. ત્યારબાદ તેણે પહેલી દીકરીની હત્યા કરી દીધી. તો નશીલી ગોળીઓ ખવડાવવાની વાત ખોટી છે પોલીસને મળેલા સીસીટીવી કેમેરામાં 2.15 વાગ્યે શશિરંજન દીકરી રિદ્ધિને ટોયલેટ કરાવવા માટે બહાર નીકળતો જોવા મળ્યો છે. આ દરમિયાન રિદ્ધિ પોતે ચાલીને જતી દેખાઈ રહી છે. રિદ્ધિ ટોયલેટની અંદર જાય છે તો શશિરંજન બહાર ઊભો રહે છે. તેના 3 મિનિટ પછી પાછો રૂમમાં જતો દેખાઈ રહ્યો છે. દીકરીને જોઈને એવું નથી લાગતું કે તેને પહેલા નશીલી ગોળીઓ ખવડાવવામાં આવી હોય. ઇન્સ્પેક્ટર બહાદુર સિંહે જણાવ્યું કે સીસીટીવી કેમેરાની ફૂટેજ પરથી આવું લાગતું નથી. વિસેરા રિપોર્ટ આવ્યા પછી જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. રિદ્ધિ-સિદ્ધિ હોમવર્ક પૂરું કરીને સ્કૂલે આવતી હતી ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ સામે આવેલી જે સ્કૂલમાં જોડિયા બહેનો રિદ્ધિ-સિદ્ધિ ભણતી હતી ત્યાંના ક્લાસ ટીચરે જણાવ્યું કે બંને બહેનો ભણવામાં હોશિયાર હતી. આ ઉપરાંત તેઓ રમતગમતની તમામ સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. ક્યારેય એવું બન્યું નથી કે બંને પોતાનું હોમવર્ક પૂરું કરીને સ્કૂલે ન આવી હોય. જ્યારે બંનેની માતા તેમને છોડીને પિયર જતી રહી હતી, ત્યારે પણ તેમનું હોમવર્ક પૂરું રહેતું હતું. દીકરા સાથે પશ્ચિમ બંગાળ પરત ફરશે રેશ્મા બેવડા હત્યાકાંડ બાદ પીડિત માતા રેશમાએ હવે કાનપુર છોડી પશ્ચિમ બંગાળ પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે પશ્ચિમ બંગાળના સિલીગુડીના કાલિમપોંગ નિવાસી રેશમાના ભાઈ બાલ બહાદુર અને બહેન હેમા ક્ષેત્રી કાનપુર પહોંચ્યા. બંનેને જોઈને રેશમા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બહેને દિલાસો આપ્યો અને આ મુશ્કેલ ઘડીમાં સહારો બનવાનો ભરોસો આપ્યો. ભાઈએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં જલ્દી જ મતદાન થવાનું છે, તેથી તેઓ એક-બે દિવસ રોકાઈને પાછા ફરશે. જોકે, 15 દિવસ પછી ફરીથી કાનપુર આવશે અને રેશમાને પોતાની સાથે લઈ જશે. પરિવારજનોના મતે ઘટના બાદથી તે ઊંડા આઘાતમાં છે અને સતત દીકરીઓને યાદ કરી રહી છે. ફ્લેટમાં દરેક ખૂણો તેને ભયાવહ રાતની યાદ અપાવે છે, તેથી તેણે ત્યાં ન રહેવાનો નિર્ણય લીધો છે. હવે તેમની પ્રાથમિકતા રેશમાને આ માહોલથી દૂર લઈ જઈને સંભાળવાની છે.
Read Original Article →