બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન:મમતા રોડ શોમાં 6 કિમી ચાલ્યા; શાહે કહ્યું- ચૂંટણી પછી 7 દિવસ સુધી ફોર્સ રહેશે

National4/28/2026, 3:41:21 AM
બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન:મમતા રોડ શોમાં 6 કિમી ચાલ્યા; શાહે કહ્યું- ચૂંટણી પછી 7 દિવસ સુધી ફોર્સ રહેશે
પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે 142 બેઠકો પર મતદાન થવાનું છે. બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર સોમવારે સાંજે પુરો થઈ ગયો. બુધવારે થનારું મતદાન ચૂંટણીની દિશા અને સત્તાનો માર્ગ નક્કી કરશે. મમતા બેનર્જીએ પ્રચારના છેલ્લા કલાકોમાં દક્ષિણ કોલકાતામાં રોડ શો કર્યો. સુકાંત સેતુથી ગોપાલનગર ક્રોસિંગ સુધી સમર્થકોની ભીડ વચ્ચે 6 કિમી લાંબા રોડ શોમાં મમતા પગપાળા ચાલ્યા. આ તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેહાલામાં એક જનસભામાં કહ્યું કે બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી પણ કેન્દ્રીય દળો ઓછામાં ઓછા સાત દિવસ સુધી તહેનાત રહેશે. તેમણે કહ્યું, ‘29 એપ્રિલે મતદાન કરો, ગુંડાઓથી ડરવાની જરૂર નથી. ચૂંટણી પંચે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ભલે ભાજપ સત્તામાં આવે, કેન્દ્રીય દળો અહીં સાત દિવસ સુધી રહેશે.’ બંગાળ ચૂંટણીના અપડેટ્સ… બંગાળ ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
Read Original Article →