ચૂંટણીમાં 'મફતની રેવડીઓ'થી રાજ્યોનું દેવું વધી રહ્યું છે:લાડલી બહેનાને કારણે MPનું દેવું રેડ લાઇન પર, મહારાષ્ટ્રમાં રાશન કીટ યોજના બંધ
ચૂંટણીમાં મફત રાશન, મહિલાઓને રોકડ જેવી 'મફતની રેવડીઓ' (લોભામણી યોજનાઓ) વાળી યોજનાઓ રાજ્યો માટે મોટો બોજ બની રહી છે. સ્થિતિ એવી છે કે આને પૂરી કરવા માટે રાજ્યો પૂરતા સંસાધનો મેળવી શકતા નથી અને સંતુલિત બજેટ પણ બનાવી શકતા નથી. કેટલાક રાજ્યોમાં તો આ જાહેરાતોનો બોજ કુલ મહેસૂલી આવકના 30 થી 40% સુધી પહોંચી ગયો છે. હિમાચલ જેવા નાના રાજ્યમાં રોકડ સંકટની ગંભીર સ્થિતિ છે. રાજ્યમાં સીએમ, મંત્રી, ધારાસભ્યો સહિત અધિકારીઓના પગાર-પેન્શન ટાળવા પડ્યા. તેલંગાણાને ચૂંટણીલક્ષી જાહેરાતો માટે દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયા જોઈએ છે, પરંતુ બજેટની અછતને કારણે ઘણી યોજનાઓ અટકી પડી છે. મધ્યપ્રદેશમાં લાડલી બહેના યોજનાને કારણે GSDPની સરખામણીમાં દેવું 27% થી વધીને 32% પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજનાના દબાણને કારણે તહેવારોમાં મળતી રાશન કીટ યોજના બંધ કરી દેવામાં આવી છે. નિષ્ણાતની ટિપ્પણી… કેશ ટ્રાન્સફર જેવા ચૂંટણીલક્ષી વાયદા ચાલુ રહેશે તો ભલે દેશની ઇકોનોમી સારી રહે, પણ રાજ્યો ડિફોલ્ટ કરી શકે છે. હિમાચલની જેમ જ બીજા રાજ્યો પણ ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે. ડો. અમરજીત સિંહ સેઠી, ઇન્ડિયન એસોસિએશન ફોર રિસર્ચ ઇન નેશનલ ઇનકમ એન્ડ વેલ્થના એડિટર સંકટ શા માટે: જાહેરાતો વધુ, કમાણી ઓછી
Read Original Article →