MPમાં હાઇવે પર 'મોતની રેસ' લગાવી:બાઇક પર રીલ બનાવી રહ્યા હતા, ટ્રક સાથે અથડાયા, એક જ પરિવારના ત્રણ ભાઈઓના મોત: કાળજુ કંપાવતો વીડિયો

National4/20/2026, 4:52:57 AM
MPમાં હાઇવે પર 'મોતની રેસ' લગાવી:બાઇક પર રીલ બનાવી રહ્યા હતા, ટ્રક સાથે અથડાયા, એક જ પરિવારના ત્રણ ભાઈઓના મોત: કાળજુ કંપાવતો વીડિયો
મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાંથી કાળજુ કંપાવતો વીડિયો સામે આવ્યો છે. 14 એપ્રિલના રોજ થયેલા એક અકસ્માતથી પરિવાર પર આભ તુટી પડ્યું, જેમાં એક જ પરિવારના ત્રણ ભાઈઓએ જીવ ગુમાવ્યા. અકસ્માતનો સામે આવેલો આ વીડિયો બતાવે છે કે પુરપાટ ઝડપે બાઈક ચલાવવાનો જુસ્સો કેવી રીતે જીવલેણ તાંડવમાં ફેરવાઈ ગયો. આ વીડિયોમાં પાંચ મિત્રો બે બાઇક પર સવાર થઈને મોતની રેસ લગાવી રહ્યા છે, અને પોતે જ પોતાના મોતનો વીડિયો બનાવતા દેખાય છે. આ અકસ્માત મધ્યપ્રદેશના નેશનલ હાઇવે 135 પર પથરીહા પાસે થયો હતો. બે બાઇક પર સવાર પાંચ મિત્રો એકબીજા સાથે રેસ લગાવી રહ્યા હતા અને ઓવરટેક કરી રહ્યા હતા. તેઓ આ ઘટનાની રીલ મોબાઇલ ફોનમાં રેકોર્ડ પણ કરી રહ્યા હતા. તેમની પાસે કટ્ટા જેવી દેખાતી પિસ્તોલ અથવા લાઇટર પણ હતું, જેને તેઓ બતાવી રહ્યા હતા. ઈંટોથી ભરેલા ટ્રક સાથે બાઇક અથડાઈ મોબાઇલ વીડિયો રેકોર્ડિંગમાં ત્રણ મિત્રો બાઇક પર સવારી કરતા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા દેખાય છે, ત્યારે તેમની સામે ઇંટોથી ભરેલી ટ્રક આવે છે. બાઇક એટલી ઝડપથી આગળ વધી રહી હતી કે તેઓએ કાબુ ગુમાવ્યો અને પાછળથી ટ્રક સાથે અથડાયા. અકસ્માતમાં બાઇક સવાર ઉપલક્ષ કોલ, અમરીશ કોલ અને હેમરાજ કોલનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્રણેય એક જ પરિવારના હતા, આ લોહિયાળ રેસનો શિકાર બન્યા હતા. થોડી જ સેકન્ડોમાં, તેમના હસતાં હસતાં જીવન ખતમ થઈ ગયા. બીજી બાઇક પર સવાર મિત્રો ઘાયલ થયા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાછળની બાઇક પર સવાર સાથીઓ આખી રેસનો વીડિયો બનાવી રહ્યા હતા. બીજી બાઇક પર સવાર પ્રશાંત અને પ્રદીપ દ્વિવેદી પણ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. 14 એપ્રિલના અકસ્માતનો વીડિયો આજે સામે આવ્યો છે, જેણે મઉગંજના લોકોના ઘા ફરી તાજા કર્યા છે. આ વીડિયો સાક્ષી આપે છે કે તે દિવસે નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું, પરંતુ 'મોતનો ખેલ' ચાલી રહ્યો હતો. બીજી બાઇક પર સવાર સાથીઓ વીડિયો બનાવી રહ્યા હતા અકસ્માતના લાઇવ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે મૃતકોની સાથે બીજી બાઇક પણ દોડી રહી હતી. શરૂઆતમાં, તે આગળ હતી, પછી થોડીવાર માટે તે સાથે દોડી અને પછી પાછળ થઈ ગઈ. બાઇક પર સવાર તેમના સાથીઓ સ્ટંટ અને રીલ્સ માટે વીડિયો બનાવી રહ્યા હતા. આ અકસ્માતમાં બીજી બાઇકનો સવાર અને વીડિયો બનાવી રહેલા યુવાનને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માત માત્ર એક અકસ્માત નથી, પરંતુ બેદરકારી અને પુરપાટ ઝડપે ખતરનાક ખેલની ભયાનક તસવીર છે. આ વીડિયો લોકોને એક કડક સંદેશ આપે છે: રસ્તા પર સ્ટંટ નહીં, જીવન બચાવવા માટે ફક્ત નિયમનું પાલન જ જરૂરી છે.
Read Original Article →