ભાવનગર અને વિસનગરમાં વરસાદ શરૂ:3 સિસ્ટમ સક્રિય થતાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદની આગાહી, આ વર્ષે દેશમાં ચોમાસું નબળું રહેશે
ભારતીય અર્થતંત્ર અને ખેતી જેના પર નિર્ભર છે તેવા ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે વર્ષ 2026 માટે તેનું પ્રથમ સત્તાવાર ચોમાસું અનુમાન જાહેર કર્યું છે. જોકે, આ વર્ષે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાના સમાચાર એ છે કે વરસાદી તસવીર બહુ ઉજળી દેખાઈ રહી નથી. સ્કાયમેટના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ વરસાદ તેના લાંબા ગાળાના સરેરાશ(LPA)ના 94 ટકા જેટલો જ વરસે તેવો અંદાજ છે. એક તરફ જૂનમાં સારી શરૂઆતની અપેક્ષા છે, તો બીજી તરફ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદ નબળો પડવાનો અંદાજ છે. સૌથી મોટું કારણ અલ નીનોની સંભવિત વાપસી જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે, શરૂઆતની રાહત પછી ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે, જેની સીધી અસર ખેતી, મોંઘવારી અને દેશની અર્થવ્યવસ્થા પર પડશે. જ્યારે 3 સિસ્ટમ સક્રિય થતાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ભાવનગર અને વિસનગરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.
Read Original Article →