મોદી આજે 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે:47 શહેરોમાં 19મો રોજગાર મેળો યોજાશે; અત્યાર સુધીમાં લગભગ 12 લાખ યુવાનોને પત્રો મળ્યા

National5/23/2026, 1:25:22 AM
મોદી આજે 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે:47 શહેરોમાં 19મો રોજગાર મેળો યોજાશે; અત્યાર સુધીમાં લગભગ 12 લાખ યુવાનોને પત્રો મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર આપશે. આ 19મો રોજગાર મેળો હશે, જે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન યુવાનો સાથે વાતચીત પણ કરશે. સરકારનું કહેવું છે કે રોજગાર મેળો યુવાનોને નોકરી આપવાની મોટી યોજના છે. અત્યાર સુધી દેશભરમાં 18 રોજગાર મેળા યોજાઈ ચૂક્યા છે, જેમાં લગભગ 12 લાખ યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા છે. આ વખતે રોજગાર મેળો દેશના 47 શહેરોમાં આયોજિત થશે. તેમાં પસંદ કરાયેલા યુવાનોને રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય વિભાગ, નાણાકીય સેવા અને ઉચ્ચ શિક્ષણ સહિત અનેક સરકારી વિભાગોમાં નોકરી મળશે. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે સરકાર યુવાનોના સારા ભવિષ્ય અને તેમને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે રોજગાર મેળાથી યુવાનોને સરકારી નોકરી મેળવવાની તક મળી રહી છે. ઓક્ટોબર 2022થી રોજગાર મેળાની શરૂઆત થઈ હતી વડાપ્રધાને 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળાનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. ત્યારે PM એ કહ્યું હતું કે - અમારો લક્ષ્ય દેશના યુવાનોને 2023ના અંત સુધીમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાનો હતો. લોકસભા ચૂંટણી પહેલા 12 ફેબ્રુઆરી 2024 ના રોજ 12મો રોજગાર મેળો યોજાયો હતો, જેમાં સૌથી વધુ 1 લાખ જોબ લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. 11 લાખનો આંકડો 2025 માં પૂરો થયો હતો. 18મો રોજગાર મેળો: મોદીએ કહ્યું- આજે ઘણા સ્ટાર્ટઅપમાં મહિલા ડાયરેક્ટર પીએમ મોદીએ 18મા રોજગાર મેળામાં યુવાનોને 61 હજાર જોબ લેટર આપ્યા. આ નિમણૂકો ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત અન્ય વિભાગોમાં કરવામાં આવી છે. પીએમએ વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું કે યુવાનોને નવી તકો મળે, તે અમારો પ્રયાસ છે. દેશભરના સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓ આગળ છે. મહિલા સ્વરોજગારના દરમાં 15% નો વધારો થયો છે. આજે 8000 થી વધુ દીકરીઓને નિમણૂક પત્રો મળ્યા. મહિલા સ્વરોજગારના દરમાં 15% નો વધારો થયો છે. આજે ઘણા સ્ટાર્ટઅપ્સમાં મહિલા ડિરેક્ટર છે. ગામડાઓના ઘણા રોજગારમાં મહિલાઓ નેતૃત્વ કરી રહી છે.
Read Original Article →