મેસી ટૂર ઓર્ગેનાઈઝરે બંગાળના મંત્રી પર કેસ કર્યો:TMC રાજ્યસભા સાંસદ રાજીવ કુમાર સહીત 4 લોકો સામે ફરિયાદ, VIP અને VVIP પાસ બ્લેકમાં વેચ્યા હતા

National5/19/2026, 11:24:18 AM
મેસી ટૂર ઓર્ગેનાઈઝરે બંગાળના મંત્રી પર કેસ કર્યો:TMC રાજ્યસભા સાંસદ રાજીવ કુમાર સહીત 4 લોકો સામે ફરિયાદ, VIP અને VVIP પાસ બ્લેકમાં વેચ્યા હતા
ફૂટબોલર લિયોનેલ મેસીના કોલકાતા પ્રવાસના ઓર્ગેનાઈઝર સતાદ્રુ દત્તાએ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આમાં TMC નેતા અને મમતા સરકારના પૂર્વ રમતગમત મંત્રી અરુપ બિસ્વાસનું નામ પણ સામેલ છે. ફરિયાદમાં પૂર્વ DGP અને TMC રાજ્યસભા સાંસદ રાજીવ કુમાર, કોલકાતા નગર નિગમ કાઉન્સિલર જુઈન બિસ્વાસ અને સૂચના તેમજ સંસ્કૃતિ વિભાગના સચિવ શાંતનુ બસુના નામ છે. દત્તાએ આરોપ લગાવ્યો કે ડિસેમ્બર 2025માં સોલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલા મેસી કાર્યક્રમ દરમિયાન થયેલી અવ્યવસ્થા અને હોબાળા માટે આ લોકો જવાબદાર હતા. આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી 3 દિવસના ભારત પ્રવાસે આવ્યા હતા. 13 ડિસેમ્બરની મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે તેઓ કોલકાતા એરપોર્ટ પહોંચ્યા હતા. બીજા દિવસે સવારે 11 વાગ્યે મેસીએ કોલકાતામાં પોતાની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. મેસીને સોલ્ટ લેક સ્ટેડિયમમાં લગભગ 1 કલાક રોકાવાનું હતું, પરંતુ તેઓ 22 મિનિટ પછી જ ત્યાંથી નીકળી ગયા. આનાથી નારાજ ચાહકોએ સ્ટેડિયમમાં ખુરશીઓ ફેંકીને તોડફોડ કરી હતી. આ દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. દત્તાને 13 ડિસેમ્બરે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલી તોડફોડના કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 37 દિવસ જેલમાં રહ્યા પછી 19 જાન્યુઆરીએ બિધાનનગર કોર્ટમાંથી તેમને જામીન મળ્યા હતા. કોલકાતા ઇવેન્ટની 3 તસવીરો... VIP અને VVIP પાસ બ્લેકમાં વેચાયા- દાવો દત્તાએ આરોપ લગાવ્યો કે કાર્યક્રમ દરમિયાન હજારો વધારાના પાસ જારી કરવામાં આવ્યા અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયું. તેમનો દાવો છે કે VIP અને VVIP પાસ બ્લેકમાં વેચાયા હતા. તેમણે કહ્યું કે મેસી મેદાન પર આવ્યા ત્યારે કેટલાક લોકોએ સુરક્ષા ઘેરો તોડી નાખ્યો, જેના કારણે ફૂટબોલર અને તેમની સુરક્ષા ટીમ અસ્વસ્થ થઈ ગઈ. આ પછી મેસીએ કાર્યક્રમ વહેલો પૂરો કરી દીધો. મમતા બેનર્જીએ માફી માંગી હતી સોલ્ટ લેક સ્ટેડિયમની ઘટના પર પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને માફી માંગવી પડી હતી. ADG લો એન્ડ ઓર્ડર જાવેદ શમીમે જણાવ્યું હતું કે મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. આયોજકે ટિકિટના પૈસા પાછા આપવાનું વચન પણ આપ્યું હતું. જ્યારે, ભારતીય ફૂટબોલ મહાસંઘે કહ્યું હતું કે આ તેમની સત્તાવાર ઇવેન્ટ નહોતી. ------------------------------------------ મેસીના કોલકાતા પ્રવાસના આ સમાચાર પણ વાંચો… મેસીએ હૈદરાબાદમાં બાળકો સાથે ફૂટબોલ રમ્યો: કોલકાતા સ્ટેડિયમમાંથી વહેલા નીકળ્યા, તો ચાહકોએ તોડફોડ કરી આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસી 3 દિવસના ઇન્ડિયા ટૂર પર હતા. તેમણે શનિવારે કોલકાતામાં પોતાની 70 ફૂટ ઊંચી મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું. પછી મોડી સાંજે હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં CM રેવંત રેડ્ડી અને બાળકો સાથે ફૂટબોલ રમ્યા હતા.
Read Original Article →