મણિપુરના ઉખરુલમાં આસામ રાઇફલ્સનો વિરોધ, બંકર તોડ્યું:મહિલાઓએ જવાનો અને તેમની ગાડીઓ પર પેટ્રોલ છાંટ્યું; અથડામણમાં 22 ઘાયલ
મણિપુરના ઉખરુલ જિલ્લાના શોકવાઓ અને ન્યૂ હેવન વિસ્તારમાં રવિવારે સવારે સેંકડો મહિલાઓ આસામ રાઇફલ્સના જવાનો અને ગાડીઓ સામે દીવાલ બનીને ઊભી રહી ગઈ. મશાલ અને લાકડીઓ લઈને આ તંગખુલ નાગા મહિલાઓ જવાનોને આગળ વધવા દેતી ન હતી. સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી. તેમ છતાં તેઓ અડગ રહી અને ‘અમારી જમીન, અમારો અધિકાર’ના નારા લગાવતી રહી. સ્થાનિક લોકોના મતે, જવાનોએ પોલીસ અને મેજિસ્ટ્રેટની ગેરહાજરીમાં અનેક રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો અને લાઠીચાર્જ કર્યો. પ્રદર્શન કરી રહેલી મહિલાઓ સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી. જોકે, સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં જવાનોએ દાવો કર્યો છે કે વિરોધ કરી રહેલી મહિલાઓએ તેમના પર પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ્સમાં એક પ્રદર્શનકારીના પગમાં ગોળી વાગવાનો દાવો કરવામાં આવ્યો. જ્યારે, 22 મહિલાઓ ઘાયલ થઈ. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કારણ- જેના કારણે આંદોલન હિંસક બન્યું સૂત્રોના જણાવ્યા મુજબ, શોક્વાઓ ગામની મહિલાઓએ શનિવારે મોડી રાત્રે ન્યૂ હેવન તરફ જઈ રહેલા કાફલાને રોકી દીધો હતો. જેના કારણે આખી રાત તણાવ રહ્યો હતો. સવાર થતાં જ એક જૂથે શોક્વાઓ પર નાકાબંધી કરી, જ્યારે બીજાએ ન્યૂ હેવનમાં સુરક્ષા દળના બંકર તોડી પાડ્યા. આરોપ છે કે આસામ રાઈફલ્સે શોક્વાઓની ગ્રામ પંચાયતની સંમતિ વિના ન્યૂ હેવનમાં અસ્થાયી બંકર બનાવ્યા. આ મણિપુર (હિલ એરિયાઝ વિલેજ ઓથોરિટીઝ) એક્ટ, 1956 અને આર્ટિકલ 371C હેઠળ ગામના પરંપરાગત કાયદાનું ઉલ્લંઘન છે. આ ઘટનાક્રમ બાદથી શોક્વાઓ-ન્યૂ હેવનમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. મહિલાઓએ ચેતવણી આપી છે કે આસામ રાઈફલ્સને તાત્કાલિક પાછા બોલાવવામાં આવે, નહીં તો કોઈ અનિચ્છનીય ઘટનાની જવાબદારી આસામ રાઈફલ્સની રહેશે. CRPF ડીજી બોલ્યા- સરકારે આટલા હથિયારો શા માટે આપ્યા CRPF ડીજી જીપી સિંહે મણિપુરમાં તહેનાત જવાનોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નાગરિક વિસ્તારોમાં સક્રિય સશસ્ત્ર ઉગ્રવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરે. ઉલ્લેખનીય છે કે બે કોબ્રા બટાલિયન અહીં જલ્દી આવવાની છે.
Read Original Article →