મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ફેરફાર કર્યો:ફાઉન્ડર ચેરપર્સન ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, CM ઓફ વેસ્ટ બંગાળ (15મી, 16મી, 17મી વિધાનસભા) કર્યું
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આખરે શનિવારે સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ફેરફાર કર્યો. મમતા બેનર્જીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર શનિવારે બાયોમાં દેખાઈ રહ્યું છે - ફાઉન્ડર ચેરપર્સન ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, ચીફ મિનિસ્ટર ઓફ વેસ્ટ બંગાળ (15મી, 16મી, 17મી વિધાનસભા). શુક્રવાર સુધી મમતાના પ્રોફાઇલમાં દેખાઈ રહ્યું હતું ફાઉન્ડર ચેરપર્સન ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, ઓનરેબલ ચીફ મિનિસ્ટર, વેસ્ટ બંગાળ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર છતાં મમતાએ મુખ્યમંત્રી પદ છોડવાનો ઇનકાર કર્યો. મમતાએ રાજીનામું આપ્યું નથી. 7 મેના રોજ પશ્ચિમ બંગાળની 17મી વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ પછી રાજ્યપાલ આરએન રવિએ વિધાનસભા ભંગ કરી દીધી હતી. મમતાની હાલની ફેસબુક પ્રોફાઇલ: મમતાની ફેસબુક પ્રોફાઇલ પહેલાં: ટીએમસી 15 વર્ષ સત્તામાં રહી 2021માં 17મી વિધાનસભાની ચૂંટણી જીતીને મમતા બેનર્જી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 2011થી સતત સત્તામાં રહ્યા. જોકે, એપ્રિલ 2026માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જીને પણ ભવાનીપુર બેઠક પર હારનો સામનો કરવો પડ્યો. 2026 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. ભાજપે કુલ 293 વિધાનસભા બેઠકોમાંથી 207 બેઠકો જીતી. જ્યારે તૃણમૂલ 80 બેઠકો સુધી જ સીમિત રહી. બંગાળમાં ભાજપે 293માંથી 206 બેઠકો જીતીને લગભગ 70%નો સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો. જ્યારે, TMC 81 બેઠકો પર સીમિત રહી અને તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 27.6% રહ્યો. મમતા સહિત 22 મંત્રીઓ હાર્યા ચૂંટણીમાં સીએમ મમતા સહિત 35 મંત્રીઓમાંથી 22 ચૂંટણી હારી ગયા. મમતા પાસે ગૃહ મંત્રાલય સહિત 7 મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી હતી. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશિ પાંજા, ઉદયન ગુહા, બ્રત્ય બસુ, ચંદ્રિમા ભટ્ટાચાર્ય, સુજીત બસુ, સિદ્દીકુલ્લાહ ચૌધરી, રથિન ઘોષ, બેચારામ મન્ના, બિરબાહા હંસદા, મોલય ઘટકને હારનો સામનો કરવો પડ્યો છે. 1972 પછી પહેલીવાર પશ્ચિમ બંગાળમાં હવે એવી પાર્ટીની સરકાર હશે, જે કેન્દ્રમાં પણ સત્તામાં છે. 1972માં રાજ્યમાં કોંગ્રેસે 216 બેઠકો જીતી હતી અને તે સમયે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી. સાઉથ બંગાળ પહેલા TMCનો મજબૂત ગઢ હતો, અહીં BJPએ સૌથી વધુ 33 બેઠકો જીતી. નોર્થ 24 પરગણામાં BJPએ 18 બેઠકો જીતી લીધી. TMCને અહીં 15 બેઠકો મળી. પૂર્વ મેદિનીપુરમાં BJPએ 16 અને હુગલીમાં 15 બેઠકો જીતી. નોર્થ બંગાળની 54 બેઠકોમાંથી BJPએ 27 બેઠકો જીતી. માલદામાં BJPને 8 અને TMCને 4 બેઠકો મળી. જંગલમહલમાં ભાજપે પુરુલિયાની 9, બાંકુરાની 11, પશ્ચિમ મેદિનીપુરની 12 બેઠકો જીતી. TMCએ સૌથી વધુ બેઠકો દક્ષિણ બંગાળમાં જીતી.
Read Original Article →