દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, મૃત્યુઆંક વધીને 21 થયો:હોટલમાં રોકાયેલા ઘણા વિદેશીઓ પણ માર્યા ગયા; 37 લોકોને બચાવી લેવાયા

National6/3/2026, 6:28:02 AM
દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, મૃત્યુઆંક વધીને 21 થયો:હોટલમાં રોકાયેલા ઘણા વિદેશીઓ પણ માર્યા ગયા; 37 લોકોને બચાવી લેવાયા
દિલ્હીના માલવીયા નગરમાં બુધવારે સવારે લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS) અનુસાર, સવારે 8.50 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં 37 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બેઝમેન્ટમાંથી પણ 6થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધી શકે છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવી હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે 6 માળની છે. સવારે 8.51 વાગ્યે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે ત્યાંનો કાચ તોડવામાં આવ્યો ત્યારે આગ બેઝમેન્ટ તરફ ફેલાઈ ગઈ હતી. અહીં ફ્લોરિસ સ્ટે હોટેલ કાર્યરત હતી. અહીં મોટાભાગના વિદેશીઓ રોકાયા હતા અહીં હોટલના બેઝમેન્ટમાં એક રેસ્ટોરન્ટ હતી. સ્થાનિક રહેવાસીઓના મતે, પાંચ માળની આ હોટલમાં લગભગ 25 રૂમ હતા જેમાં 50 થી વધુ લોકો રોકાયા હતા. તેમાં મોટાભાગના વિદેશીઓ હતા જેઓ બહારથી સારવાર કરાવવા આવ્યા હતા. જ્યારે હોટલમાં આગ લાગી ત્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. કહેવાય છે કે મૃત્યુ પામેલા તમામ લોકો હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના એટેન્ડન્ટ હતા. દિલ્હી રેસ્ટોરન્ટમાં લાગેલી આગની ઘટનાની પળેપળની માહિતી માટે નીચેનો બ્લોગ જુઓ…
Read Original Article →