મહારાષ્ટ્ર: ડીઝલ લેવા માટે પડાપડી, ધબધબાટી બોલી:પેટ્રોલ પંપ પર કેરબે-કેરબે દે ધના ધન, લાઈનમાં ઉભા રહેવા બાબતે ઝઘડો થયો હતો; VIDEO વાયરલ

National5/17/2026, 7:28:26 AM
મહારાષ્ટ્ર: ડીઝલ લેવા માટે પડાપડી, ધબધબાટી બોલી:પેટ્રોલ પંપ પર કેરબે-કેરબે દે ધના ધન, લાઈનમાં ઉભા રહેવા બાબતે ઝઘડો થયો હતો; VIDEO વાયરલ
મહારાષ્ટ્રના વાશિમમાં ડીઝલની અછત વચ્ચે એક પેટ્રોલ પંપ પર ઉગ્ર મારામારી થઈ. ડીઝલ ભરવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ, એકબીજા પર કેરબાથી હુમલો કર્યો. વાશિમ શહેરના અકોલા નાકા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ભેગા થયેલા ટોળા વચ્ચે ઝપાઝપી થઈ. ડીઝલ ટેન્કર આવતાની સાથે જ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને લોકો લાઈનમાં રહેવા માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન, લોકોની ભીડ વધુ હોવાને કારણે લાઇનમાં ઉભા રહેવા બાબતે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો. ઉગ્ર બોલાચાલી થવાના કારણે ડીઝલના કેરબાથી એકબીજા પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પેટ્રોલ પંપ પર મારામારી… નાની એવી વાતમાં ધબધબાટી બાલી ગઈ એક નાની વાતે ઝઘડો ઝડપથી ભારે બોલાચાલીમાં પરિણમ્યો, જેમાં લોકો વચ્ચે અથડામણ થઈ. આ ઝઘડો એટલો વધી ગયો કે કેટલાક લોકોએ ડીઝલ ભરવા સાથે લાવેલા કારબાથી એકબીજા પર હુમલો કર્યો. ઘટના સમયે પેટ્રોલ પંપ પર એક ડીઝલ ટેન્કર હમણાં જ આવ્યું હતું. મારામારી જોઈને લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસી ગઈ, અને થોડા સમય માટે વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો હતો, અને તે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બે જૂથો પેટ્રોલ પંપ પર મારામારી કરતા દેખાય છે. ઝપાઝપી દરમિયાન, તેઓ એકબીજા પર કેરબાથી હુમલો પણ કરે છે. પેટ્રોલ પંપ પર મોટી ભીડ દેખાઈ રહી હતી. ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Read Original Article →