મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માત, 12નાં મોત:ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટક્કર, સગાઈમાં જતા 100થી વધુ લોકોને લઈ જતી ટ્રક પલટી; 25 લોકો ઘાયલ

National5/18/2026, 3:00:21 PM
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માત, 12નાં મોત:ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટક્કર, સગાઈમાં જતા 100થી વધુ લોકોને લઈ જતી ટ્રક પલટી; 25 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે ટ્રક અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 12 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20થી 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ડહાણુ તાલુકાના બાપુગામથી 100થી વધુ લોકો એક સગાઈ કાર્યક્રમમાં હાજરી આપવા ટ્રકમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલઘર જિલ્લાના ધાનીવરી ગામ પાસે સામેથી આવી રહેલા કન્ટેનર સાથે ટ્રકની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક અને કન્ટેનર બંને રસ્તા પર પલટી ગયા. આ અકસ્માતમાં ટ્રક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. અકસ્માત બાદ ટ્રકમાં બેઠેલા ઘણા લોકો તેના નીચે દબાઈ ગયા. મૃતકો અને ઘાયલોમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માત સંબંધિત 4 તસવીરો… ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને હાઈવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોની મદદથી ટ્રકમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા અને તરત જ કાસા ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અકસ્માત બાદ મુંબઈ-અમદાવાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ તેજ ગતિ અને ડ્રાઈવરની બેદરકારી માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. માં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
Read Original Article →