મહારાષ્ટ્રના નાસિકમાં કૂવામાં કાર ખાબકી:એક જ પરિવારના 6 બાળકો સહિત 9નાં મોત

National4/4/2026, 5:10:38 AM
મહારાષ્ટ્રના નાસિકમાં કૂવામાં કાર ખાબકી:એક જ પરિવારના 6 બાળકો સહિત 9નાં મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક કાર કૂવામાં પડી જતાં એક જ પરિવારના છ બાળકો સહિત 9 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે ડિંડોરી શહેરના શિવાજી નગર વિસ્તારમાં થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિત પરિવાર એક બેન્ક્વેટ હોલમાં ફંક્શનમાં હાજરી આપ્યા બાદ ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેમની કાર સ્થળ નજીક એક કૂવામાં પડી ગઈ. લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને મધ્યરાત્રિએ બે ક્રેન અને તરવૈયાઓની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ સુનીલ દત્તુ દરગુડે (32), તેમની પત્ની રેશ્મા, અન્ય એક મહિલા આશા અનિલ દરગુડે (32) અને પરિવારના છ બાળકો (પાંચ છોકરીઓ અને એક છોકરો) તરીકે થઈ છે. અકસ્માત સંબંધિત 2 તસવીરો…
Read Original Article →