મહારાષ્ટ્રના મંત્રીનું હેલિકોપ્ટર કાર પાર્કિંગમાં ઉતર્યું:પાઈલટે ભૂલથી હેલિપેડથી 1 કિમી દૂર લેન્ડિંગ કર્યું; ભુજબળ પુણે પહોંચ્યા હતા

National4/11/2026, 11:21:39 AM
મહારાષ્ટ્રના મંત્રીનું હેલિકોપ્ટર કાર પાર્કિંગમાં ઉતર્યું:પાઈલટે ભૂલથી હેલિપેડથી 1 કિમી દૂર લેન્ડિંગ કર્યું; ભુજબળ પુણે પહોંચ્યા હતા
મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળનું હેલિકોપ્ટર શનિવારે સવારે પુણેના પુરંદર વિસ્તારમાં હેલિપેડથી એક કિલોમીટર દૂર એક પાર્કિંગ એરિયામાં ઉતર્યું. આ જગ્યા હેલિપેડ માટે નક્કી નહોતી, જેનાથી સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ભુજબળ પુણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ હેલિકોપ્ટર તેમના માટે ભાડે લેવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈના ઘાયલ થવા કે અન્ય નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. હેલિકોપ્ટરના લેન્ડિંગનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાયું કે પાર્કિંગ એરિયામાં ઘણી કાર લાઈનમાં પાર્ક હતી. ત્યાં જ ગાડીઓની સામે હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન ધૂળ ઉડતી દેખાઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના અંગે ભુજબલે જણાવ્યું કે, 'પાઈલટે પાર્કિંગ એરિયા પર ખોટી જગ્યાએ લેન્ડિંગ કર્યું. અમે બધા સુરક્ષિત છીએ.' પાયલટ, ક્રૂ મેમ્બર કે હેલિકોપ્ટર ઓપરેટ કરતી કંપની તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જ્યારે પુણે ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે તેઓ આ મામલાનો રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને આપશે અને પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નિયમ મુજબ, જ્યારે પણ કોઈ હેલિકોપ્ટરને કોઈ ખાસ વિસ્તારમાં ઉતરવાનું હોય છે, ત્યારે સ્થાનિક લોક નિર્માણ વિભાગ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બરને નિર્દેશ આપે છે. પુણે જિલ્લા પોલીસે જણાવ્યું કે તેમણે હેલિપેડ તૈયાર કર્યું હતું અને ક્રૂ મેમ્બરને તેની જાણકારી હતી, પરંતુ તેમણે તેને અવગણ્યું. છગન ભુજબળ નાશિકથી પુણે જઈ રહ્યા હતા અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરને નિર્ધારિત હેલિપેડ પર ઉતારવાને બદલે પાઈલટે તેને સીધું કાર પાર્કિંગમાં ઉતાર્યું. આ ઘટના ત્યારે બની જ્યારે છગન ભુજબળ નાશિકથી પુણેના ખાનવાડી જઈ રહ્યા હતા, જ્યાં જિલ્લા પરિષદ શાળાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. લેન્ડિંગ દરમિયાન, પાઇલટે એક મોટી ચૂક કરી અને હેલિકોપ્ટરને હેલિપેડને બદલે સ્કૂલની નજીકના પાર્કિંગ વિસ્તારમાં ઉતાર્યું. આ અચાનક લેન્ડિંગથી કાર્યક્રમમાં હાજર લોકો ભસભીત થઈ ગયા હતા. છગન ભુજબળ મહારાષ્ટ્રના અગ્રણી નેતા છે છગન ભુજબળ મહારાષ્ટ્રના એક અગ્રણી રાજકારણી અને ઓબીસી સમુદાયના અગ્રણી નેતા છે. તેઓ હાલમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં કેબિનેટ મંત્રી છે, તેમની પાસે ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા જેવા વિભાગો છે. યેવલા (નાશિક)થી પાંચ વખત ધારાસભ્ય રહેલા ભુજબળે શિવસેના સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 1999 માં શરદ પવાર સાથે NCPના સ્થાપક સભ્ય બન્યા હતા. તેમણે બે વાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે અને જાહેર બાંધકામ, ગૃહ અને અન્ય મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે. જાન્યુઆરીમાં ડેપ્યુટી CM પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું આ ઘટનાથી ઘણો ભય ફેલાઈ ગયો છે કારણ કે ત્રણ મહિના પહેલા 28 જાન્યુઆરી, 2026 ના રોજ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું પણ એક પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 66 વર્ષના પવાર જિલ્લા પરિષદની ચૂંટણીઓ પહેલા એક જનસભામાં હાજરી આપવા માટે બારામતી જઈ રહ્યા હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર વિમાન ક્રેશ થઈ ગયું. તેમાં નાયબ મુખ્યમંત્રી અને વિમાનમાં સવાર અન્ય ચાર લોકોના મોત થયા હતા. સીસીટીવી ફૂટેજમાં વિમાન પહેલા પલટતું દેખાયું હતું, જેના પછી તેમાં વિસ્ફોટ થયો હતો. રિપોર્ટ્સમાં જણાવાયું કે પાઇલટે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં તો તે પ્લેનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો. પહેલી કોશિશ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન વિમાન રનવેથી પહેલા જ પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ. --------------------------- આ સમાચાર પણ વાંચો… VVIP ફ્લાઇટ્સ- પાઇલટ પર નેતાઓ દબાણ ન કરી શકે: સ્થિતિ બરાબર ન હોય તો ના પાડી શકે છે; અજિત પવાર પ્લેન દુર્ઘટના બાદ નિયમો બદલાયા VIP અને VVIP (જેમ કે મુખ્યમંત્રી, રાજ્યપાલ વગેરે) ને લઈ જનારા નોન-શેડ્યુલ્ડ વિમાન અને હેલિકોપ્ટર ઓપરેટર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. DGCA એ સ્પષ્ટ કહ્યું છે કે ફ્લાઇટ ક્રૂ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે, જેથી સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થાય. અજિત પવાર પ્લેન ક્રેશ મામલો:ભત્રીજા રોહિતનો સવાલ- CID એ VSRના માલિકની પૂછપરછ કરી કે મહેમાનગતિ કરી, હજુ સુધી FIR કેમ નહીં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના પ્લેન ક્રેશ મામલે અજિતના ભત્રીજા રોહિત પવારે મહારાષ્ટ્ર સીઆઈડીની તપાસ પર સવાલ ઉઠાવ્યા. તેમણે X પોસ્ટમાં લખ્યું, સીઆઈડીએ વિમાન કંપની VSRના માલિક સિંહની પૂછપરછ કરી કે તેમની મહેમાનગતિ કરી છે.
Read Original Article →