ટ્વિશા મોત કેસ: મૃતદેહનું બીજી વખત પોસ્ટમોર્ટમ થશે:મધ્યપ્રદેશ સરકારની CBI તપાસને મંજૂરી, આરોપી પતિ ભોપાલ જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કરશે
એક્ટ્રેસ-મોડલ ટ્વિશા શર્માના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ થશે. તે દિલ્હી AIIMSની ટીમ કરશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેના આદેશ આપ્યા છે. કોર્ટે પોલીસને મૃતદેહને સુરક્ષિત રાખવા પણ કહ્યું છે. આ કેસની CBI તપાસ પણ કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે આ માટે સંમતિ આપી દીધી છે. 20 મેના રોજ જ્યારે ટ્વિશાના પિતા નવનિધિ શર્મા નિવૃત્ત સૈનિકો સાથે મુખ્યમંત્રી ડો. મોહન યાદવને મળવા પહોંચ્યા હતા, ત્યારે તેમણે તેની ખાતરી આપી હતી. બીજી તરફ, ટ્વિશાના પતિ સમર્થ સિંહે હાઈકોર્ટમાં દાખલ કરેલી પોતાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લીધી છે. જસ્ટિસ એ.કે. સિંહની વેકેશન બેન્ચ સમક્ષ તેના વકીલે કહ્યું છે કે સમર્થ જિલ્લા અદાલતમાં આત્મસમર્પણ કરશે. ગિરિબાલા ઘરેથી નીકળ્યા, મીડિયાના સવાલ પર વકીલ નારાજ, જુઓ તસવીરો… ટ્વિશાના પિતા બોલ્યા- સમર્થ કેસને પ્રભાવિત કરી રહ્યો છે ટ્વિશાના પરિવારે જામીન અરજી પર વાંધો ઉઠાવ્યો છે. તેના પિતા નવનિધિ શર્માએ આરોપ લગાવ્યા છે કે સમર્થ જુલાઈ 2023 થી ઓગસ્ટ 2025 સુધી મધ્યપ્રદેશ સરકારમાં લીગલ એડવાઈઝર તરીકે કામ કરી ચૂક્યો છે. તે કેસને પ્રભાવિત કરી રહ્યો છે. ટ્વિશા શર્માના પિતા નવનિધિ શર્માએ પોલીસ કમિશનર સંજય સિંહને પત્ર લખીને કટારા હિલ્સ પોલીસ સ્ટેશનના પ્રભારી સુનીલ દુબેને હટાવવાની માંગ પણ કરી છે. મૃતદેહને સુરક્ષિત રાખવા માટે માત્ર -4 ડિગ્રી પૂરતું છે નવનિધિ શર્માએ કહ્યું- અમેરિકામાં પણ ડેડબોડીને માઈનસ 80 ડિગ્રી તાપમાનમાં રાખવાની વ્યવસ્થા નથી હોતી. એના માટે માઈનસ 4 ડિગ્રી તાપમાન જ પૂરતું હોય છે. આ આખી ગભરાટ પોલીસ દ્વારા ઊભી કરવામાં આવી રહી છે, જેથી અમે જલદીથી જલદી બોડી લઈને રવાના થઈ જઈએ. અમારા તરફથી એ સ્પષ્ટ છે કે અમે મરતા દમ સુધી બીજા પોસ્ટમોર્ટમની માગને લઈને લડતા રહીશું. શબના સુપરત પત્ર પર જબરદસ્તી સહી કરાવવાનો આરોપ નવનિધિ શર્માએ કહ્યું- અમારી પાસેથી શબના સુપરતપત્ર પર જબરદસ્તી સહી કરાવવામાં આવી, જ્યારે અમે બોડી લીધી જ નહોતી. FIR નોંધવામાં પણ વિલંબ કરવામાં આવ્યો. પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે બોડીની સુપરતગી લીધા પછી જ FIR નોંધાશે. શર્માનો આરોપ છે કે પોલીસ શરૂઆતથી જ એક પક્ષ બનીને કામ કરી રહી છે, પરંતુ અમે અમારી માંગણીઓથી પીછેહઠ નહીં કરીએ. કાકા બોલ્યા- પુરાવા નષ્ટ કરવાનું કામ ચાલુ છે ટ્વિશાના કાકા લોકેશ શર્માએ આરોપ લગાવતા કહ્યું- પોલીસ અને ન્યાયપાલિકા બંને મળીને અમને મૂંઝવી રહ્યા છે. પહેલા પોલીસ કમિશનર સંજય સિંહે બીજા પોસ્ટમોર્ટમ માટે સંમતિ આપી. બીજા જ દિવસે તેમણે કહ્યું કે આ તેમના અધિકારક્ષેત્રનો મામલો નથી. પછી કોર્ટમાં અપીલ કરવાની સલાહ આપી. કોર્ટ પહોંચવા પર ત્યાં પણ એ જ કહેવામાં આવ્યું કે મામલો તેમના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. પ્રશાસન સંપૂર્ણપણે ટ્વિશાના સાસુ રિટાયર્ડ જજ ગિરિબાલા સિંહ સાથે ભળી ગયું છે. ક્રાઇમ સીનને હજુ સુધી સીલ કરવામાં આવ્યું નથી. ઘર ખુલ્લું છે, પુરાવા નષ્ટ કરવાનું કામ ચાલુ છે. કમિશનર બોલ્યા- નિષ્પક્ષતાથી તપાસ કરી રહ્યા છીએ ટ્વિશાના પરિવારજનોના આરોપો પર પોલીસ કમિશનર સંજય કુમારે કહ્યું- તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે કરવામાં આવી રહી છે. દરેક પાસાને ગંભીરતાથી તપાસવામાં આવી રહ્યું છે. પૂર્વ નિવૃત્ત ન્યાયાધીશ ગિરિબાલા સિંહને પોલીસ દ્વારા ત્રણ નોટિસ જાહેર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ સહયોગ મળ્યો નથી. તેમણે ન તો નોટિસનો જવાબ આપ્યો છે અને ન તો નિવેદન નોંધાવવા માટે હાજર રહ્યા છે. સમર્થ સિંહની આગોતરા જામીન અરજી રદ કરાવવા માટે પોલીસે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેની ધરપકડ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસની ટીમો સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. જો જરૂર પડશે તો કાયદાકીય પ્રક્રિયા હેઠળ સંપત્તિ જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવશે. સમર્થના વકીલે કહ્યું- સંબંધો સૌહાર્દપૂર્ણ હતા બીજી તરફ, સમર્થ સિંહના વકીલ મૃગેન્દ્ર સિંહે કહ્યું- ટ્વિશા પરિવારની એકમાત્ર વહુ હતી. તે તેના પતિ અને સાસુ સાથે રહેતી હતી. તેમના સંબંધો સૌહાર્દપૂર્ણ હતા. દરેક નવા લગ્નમાં, ખાસ કરીને અલગ-અલગ સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે, નાની-મોટી અસહમતિ થવી સામાન્ય બાબત છે. લગ્નના સાડા ચાર મહિના દરમિયાન ટ્વિશા લગભગ પાંચ વખત તેના પિયર ગઈ હતી. -------------------------------- કેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… એક્ટ્રેસ ટ્વિશાના મોત પહેલાંનો VIDEO:છત પર જતી દેખાઈ; પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મલ્ટીપલ ઈજાના નિશાન, સાસુએ લગાવ્યા વિવાદિત આરોપ ભોપાલની અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોતનો મામલો ગરમાયો છે. એમ્સ ભોપાલના શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર અનેક ઇજાઓના નિશાનનો ઉલ્લેખ છે. ટ્વિશાના પરિવારજનો શરૂઆતથી જ હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે, ટ્વિશાના સાસુ ગિરિબાલા સિંહ અને તેમના વકીલ ઇનોશ જ્યોર્જ કાર્લોએ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
Read Original Article →