મમતા બેનર્જી કાળો કોટ પહેરીને કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા:ચૂંટણી હિંસા સંબંધિત કેસમાં દલીલ કરી, બહાર નીકળ્યા ત્યારે ચોર-ચોરના નારા લાગ્યા

National5/14/2026, 9:20:59 AM
મમતા બેનર્જી કાળો કોટ પહેરીને કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા:ચૂંટણી હિંસા સંબંધિત કેસમાં દલીલ કરી, બહાર નીકળ્યા ત્યારે ચોર-ચોરના નારા લાગ્યા
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ફરી એકવાર કાળો કોટ પહેરીને કોર્ટમાં દલીલો કરવા પહોંચ્યા. મમતા ગુરુવારે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુજોય પાલ અને જસ્ટિસ પાર્થસારથી સેન સમક્ષ હાજર થયા. આ મામલો તાજેતરની રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી થયેલી ચૂંટણીલક્ષી હિંસા સંબંધિત જનહિત અરજીનો હતો. સુનાવણી દરમિયાન મમતાએ કોર્ટને જણાવ્યું કે રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પછી મોટા પાયે હિંસા થઈ. તેમાં બુલડોઝર કાર્યવાહી પણ સામેલ છે. પોલીસ FIR નોંધાવવાની પરવાનગી આપી રહી નથી. તેમણે TMC કાર્યકરો પર હુમલા, આગચંપી અને હત્યાઓના આરોપો લગાવતા કોર્ટ પાસેથી સુરક્ષા અને નિષ્પક્ષ તપાસની માગ કરી. આ તરફ, સુનાવણી પછી જ્યારે મમતા કોર્ટ રૂમમાંથી બહાર નીકળ્યા, ત્યારે કોરિડોરમાં હાજર વકીલોના ટોળાએ તેમને ઘેરી લીધા. આ બધા મમતાને જોઈને ચોર-ચોરના નારા લગાવ્યા. હાઈકોર્ટમાં એડવોકેટ મમતાની તસવીર… અરજીમાં દાવો- TMC કાર્યકરો ઘર છોડવા મજબૂર આ અરજી ઉત્તરપારા વિધાનસભા ક્ષેત્રમાંથી હારેલા ઉમેદવાર શીર્ષાન્ય બંદ્યોપાધ્યાયે દાખલ કરી હતી. 12 મેના રોજ દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં પાર્ટી કાર્યકરો વિરુદ્ધ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાને કારણે ઘણા લોકોને પોતાના ઘર છોડવા મજબૂર થવું પડ્યું. સુપ્રીમ કોર્ટમાં પણ દલીલો રજૂ કરી ચૂક્યા છે મમતા સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કેસ પર સુનાવણી કરી હતી, ત્યારે મમતા બેનર્જીએ પણ દલીલો રજૂ કરી હતી. કોર્ટ રૂમમાં મમતાએ 13 મિનિટ સુધી પોતાની વાત રજૂ કરી. બેન્ચ સામે હાથ જોડીને ઊભેલા મમતાએ કહ્યું કે અમને ક્યાંય ન્યાય મળી રહ્યો નથી. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીએ કોર્ટમાં હાજર થઈને પોતાની દલીલો રજૂ કરી હતી. કેસોમાં સામાન્ય રીતે મુખ્યમંત્રીઓના વકીલ કે સલાહકાર જ હાજર રહે છે. મમતા પાસે LLBની ડિગ્રી, એડવોકેટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી -------------------------------- આ સમાચાર પણ વાંચો… બંગાળમાં ગૌહત્યા પર પ્રતિબંધ, કતલખાના પણ બંધ:ઉલ્લંઘન કરવા પર થશે જેલ, સુવેન્દુ સરકાર 75 વર્ષ જુનો કાયદો લાવી; સરકારી સર્ટિફિકેટ વિના ગાય, બળદ, ભેંસ મારી શકાશે નહીં પશ્ચિમ બંગાળની BJP સરકારે રાજ્યમાં ગાયોની હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે. CM સુવેન્દુએ 1950ના બંગાળ કાયદા અને 2018ના કલકત્તા હાઈકોર્ટના આદેશનો હવાલો આપતા એક નોટિસ જારી કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 'ફિટનેસ સર્ટિફિકેટ' વિના કોઈપણ પશુ-ભેંસની હત્યા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. બંગાળ સરકારે કહ્યું કે ફિટનેસ સર્ટિફિકેટ ફક્ત કોઈ નગરપાલિકાના અધ્યક્ષ, કોઈ પંચાયત સમિતિના પ્રમુખ અને એક સરકારી પશુચિકિત્સક સાથે મળીને જારી કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →