આરજી કર રેપ કેસ- નવેસરથી તપાસના આદેશ:કલકત્તા HCનો SIT બનાવવાનો આદેશ; 25 જૂન સુધીમાં રિપોર્ટ જમા કરાવવો પડશે
કોલકાતા હાઈકોર્ટે આરજી કર કેસમાં લાગેલા આરોપોની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈના સંયુક્ત નિર્દેશકની આગેવાની હેઠળની એક વિશેષ તપાસ ટીમ પુરાવા સાથે છેડછાડના દાવાઓની ફરીથી તપાસ કરશે. કોર્ટે સીબીઆઈને ઘટનાની રાતથી લઈને અંતિમ સંસ્કાર સુધીની ઘટનાઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કલકત્તા હાઈકોર્ટે આરજીકર રેપ મર્ડર કેસમાં આરોપોને દબાવવાના મામલાની તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે CBIની એક SIT બનાવવાનો આદેશ આપ્યો. જેનું નેતૃત્વ CBIના પૂર્વીય ક્ષેત્રના જોઈન્ટ ડાયરેક્ટર કરશે. SITએ 25 જૂન સુધીમાં રિપોર્ટ આપવો પડશે. કોર્ટે આ આદેશ પીડિતાના માતા-પિતા દ્વારા કરવામાં આવેલી અરજી પર આપ્યો હતો. ગયા વર્ષે 17 માર્ચે માતા-પિતાએ CBI પર કેસની યોગ્ય તપાસ ન કરવા અને આરોપોને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માતા-પિતાને કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરવાની મંજુરી આપી હતી. આરજી કર હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટ 2024ની રાત્રે ટ્રેની ડોક્ટરનો રેપ-મર્ડર થયો હતો. 9 ઓગસ્ટની સવારે ડોક્ટર યુવતીનો મૃતદેહ સેમિનાર હોલમાં મળી હતી. 20 જાન્યુઆરી 2025ના રોજ સેશન્સ કોર્ટે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું કે આ રેયરેસ્ટ ઓફ રેર કેસ નથી, તેથી ફાંસીની સજા આપી શકાય નહીં. જોકે, પીડિતાના માતા-પિતા આ તપાસથી સંતુષ્ટ ન હતા. તેમણે મુખ્ય આરોપી સંજય રોય ઉપરાંત અન્ય આરોપીઓની સંડોવણી માટે વધુ તપાસની માંગ કરી હતી. 8-9 ઓગસ્ટ 2024ની રાત્રે ટ્રેની ડોક્ટરની રેપ બાદ હત્યા થઈ આરજી કર હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટ 2024ની રાત્રે ટ્રેની ડોક્ટરનો રેપ-મર્ડર થયો હતો. 9 ઓગસ્ટની સવારે ડોક્ટરનો મૃતદેહ સેમિનાર હોલમાં મળ્યો હતો. CCTV ફૂટેજના આધારે પોલીસે સંજય રોય નામના સિવિક વોલન્ટિયરને 10 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. ઘટનાને લઈને કોલકાતા સહિત દેશભરમાં પ્રદર્શનો થયા. બંગાળમાં 2 મહિનાથી પણ વધુ સમય સુધી સ્વાસ્થ્ય સેવાઓ ઠપ રહી હતી. હાઈકોર્ટના આદેશ પર CBIએ તપાસ શરૂ કરી હતી 9 ઑગસ્ટની ઘટના પછી આરજી કર હૉસ્પિટલના ડૉક્ટરો અને પીડિત પરિવારે આ મામલાની CBI તપાસની માંગ કરી, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસના આદેશ આપ્યા નહોતા. હાઈકોર્ટના આદેશ પછી 13 ઑગસ્ટના રોજ તપાસ CBIને સોંપવામાં આવી. ત્યારબાદ CBIએ નવેસરથી તપાસ શરૂ કરી. 3ને આરોપી બનાવવામાં આવ્યા, 2ને જામીન મળ્યા સંજય રૉય ઉપરાંત આ મામલામાં મેડિકલ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને પણ આરોપી બનાવવામાં આવ્યા, પરંતુ CBI 90 દિવસની અંદર ઘોષ વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી શકી નહીં, જેના કારણે સિયાલદહ કોર્ટે 13 ડિસેમ્બરે ઘોષને આ મામલામાં જામીન આપ્યા. CBIએ 25 ઑગસ્ટના રોજ સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજય સહિત 9 આરોપીઓનો પોલિગ્રાફ ટેસ્ટ કર્યો હતો. આમાં આરજી કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ASI અનૂપ દત્તા, 4 ફેલો ડૉક્ટર, એક વોલન્ટિયર અને 2 ગાર્ડ્સ સામેલ હતા. સંજય ઇયરફોન અને DNAથી પકડાયો ટાસ્ક ફોર્સે તપાસ શરૂ થયાના 6 કલાકની અંદર દોષિત સંજય રોયની ધરપકડ કરી. CCTV ઉપરાંત, પોલીસને સેમિનાર હોલમાંથી તૂટેલો બ્લૂટૂથ ઇયરફોન મળ્યો હતો. તે દોષિતના ફોન સાથે કનેક્ટ થઈ ગયો હતો. સંજયની જીન્સ અને જૂતા પર પીડિતાનું લોહી મળી આવ્યું હતું. સંજયનું DNA ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ સાથે મેચ થયું હતું. સંજયના શરીર પર ઈજાના જે 5 નિશાન મળ્યા હતા, તે તેને 24 થી 48 કલાક દરમિયાન લાગ્યા હતા. આ બ્લન્ટ ફોર્સ ઇન્જરી હોઈ શકે છે, જે પીડિતથી પોતાના બચાવ દરમિયાન થઈ હશે. આના દ્વારા જ પોલીસ સંજયને પકડવામાં સફળ રહી.
Read Original Article →