મોદી 98 વર્ષના કાર્યકર્તાને પગે લાગ્યા:યોગીએ સુવેન્દુ અધિકારીને ગમછો પહેરાવ્યો; કોલકાતામાં ભાજપ સરકારના શપથ ગ્રહણના 6 મોમેન્ટ્સ
પશ્ચિમ બંગાળમાં BJPની પ્રથમ સરકાર બની. શનિવારે સુવેન્દુ અધિકારીએ CM પદના શપથ લીધા. શપથગ્રહણ પહેલાં PM નરેન્દ્ર મોદી અને સુવેન્દુએ રોડ શો કર્યો. સમારોહમાં મોદીએ પાર્ટીના કાર્યકર્તાના પગ સ્પર્શ્યા. જ્યારે, યોગી આદિત્યનાથે સુવેન્દુને ભગવો ગમછો પહેરાવ્યો. શપથગ્રહણની ટોપ 6 મોમેન્ટ્સ… જનતાને નમન શપથગ્રહણ સમારોહના અંતે PM નરેન્દ્ર મોદીએ મંચ પરથી પરેડ ગ્રાઉન્ડમાં હાજર લોકોને આભાર માન્યો. આ દરમિયાન તેઓ મંચ પર ઘૂંટણિયે બેઠા અને જનતાને પ્રણામ કર્યા. નમીને પ્રણામ સુવેન્દુ અધિકારીએ બાંગ્લામાં ઈશ્વરના નામે શપથ લીધા. શપથ લીધા પછી તેઓ PM નરેન્દ્ર મોદી પાસે ગયા અને નમીને પ્રણામ કર્યા. PM મોદીએ તેમની પીઠ થપથપાવીને શુભેચ્છાઓ આપી. ગમછો પહેરાવ્યો સુવેન્દુ અધિકારીએ શપથ લીધા પછી મંચ પર હાજર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓનું અભિવાદન કર્યું. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમને ભગવો ગમછો પહેરાવ્યો. આદિવાસી પોશાકમાં શપથ લીધા પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ક્ષુદીરામ ટુડૂ આદિવાસી પોશાકમાં શપથ લેવા પહોંચ્યા. તેમણે ગળામાં BJPનો ગમછો અને માથા પર પીળો ગમછો બાંધ્યો હતો. વ્યવસાયે શિક્ષક ખુદીરામ ટુડૂ રાણીબાંધ બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. કાર્યકર્તાને પગ લાગ્યા શપથ ગ્રહણ પહેલાં મંચ પર PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ BJPના સૌથી વૃદ્ધ કાર્યકરોમાંના એક માખનલાલ સરકારના ચરણ સ્પર્શ કર્યા. 98 વર્ષીય માખનલાલ સરકાર 1952માં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવા ગયા હતા, જ્યાં આંદોલન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. મંચ સુધી રોડ શો પીએમ મોદીએ પરેડ ગ્રાઉન્ડમાં રોડ શો કર્યો. તેઓ ગ્રાઉન્ડની એન્ટ્રીથી મંચ સુધી એક ખાસ રીતે બનાવેલા રથમાં ગયા. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક અને સુવેન્દુ અધિકારી પણ હાજર હતા. તે સમયે ગ્રાઉન્ડ પર લગભગ 1 લાખ લોકો હાજર હતા.
Read Original Article →