Live Updates
આસામમાં ભાજપ અને તમિલનાડુમાં DMKની વાપસીનું અનુમાન:કેરળમાં 10 વર્ષ પછી UDF સરકારની શક્યતા; 5 રાજ્યોના Live પરિણામો સવારે 8 વાગ્યાથી
આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર જશે. મતોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે, એક કલાક પછી EVM ખુલશે. પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ્સમાં આસામમાં ફરી હિમંતા સરકાર બનવાનું અનુમાન છે. તમિલનાડુમાં DMKની વાપસીના અણસાર છે, તો કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના UDFને સરસાઈ છે. પુડુચેરીમાં NDA ગઠબંધનની વાપસી દેખાઈ રહી છે. કાઉન્ટિંગના વલણો અને પરિણામો દિવ્ય ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો, પરંતુ પહેલા મતદાન અને એક્ઝિટ પોલ સાથે જોડાયેલા મહત્વના આંકડા… તમિલનાડુ 10 એક્ઝિટ પોલ- 6માં DMK+ની વાપસી શક્ય તમિલનાડુમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન
તમિલનાડુની 234 બેઠકો પર 23 એપ્રિલે વોટિંગ થયું હતું. આ વખતે અત્યાર સુધીનું સૌથી વધુ 85.10% મતદાન થયું. આ પહેલા સૌથી વધુ મતદાન 2011માં 78.29% થયું હતું. 2026માં મહિલાઓએ પુરુષો કરતા 2% વધુ વોટિંગ કર્યું
આ ચૂંટણીમાં વોટ નાખવામાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધુ રહી. કુલ 2.52 કરોડ મહિલાઓએ વોટ નાખ્યા, જ્યારે પુરુષોની સંખ્યા 2.35 કરોડ રહી. મહિલાઓની મતદાન ટકાવારી પુરુષોની સરખામણીએ 2.1% વધુ નોંધાઈ. ગઈ વખતે DMKને AIADMK કરતા 6% વધુ વોટ મળ્યા, સરકાર બદલાઈ
1952 થી અત્યાર સુધી તમિલનાડુમાં કોંગ્રેસ, DMK, AIADMK ની સરકાર રહી છે. 1967થી DMK અને AIADMK વારાફરતી સત્તામાં આવતી રહી. જોકે, 2011 થી ટ્રેન્ડ બદલાયો. 2011 અને 2016 માં સતત બે વાર AIADMK સત્તામાં આવી. 2021 માં DMK એ વાપસી કરી. વોટ શેરની દૃષ્ટિએ જોઈએ તો 2021 માં DMK એ AIADMK કરતા 5.7% વધુ વોટ મેળવ્યા હતા. ભાજપ 46 વર્ષમાં માત્ર 2 વાર 4-4 બેઠકો જીતી શક્યું
ભાજપ તમિલનાડુમાં 1980 થી ચૂંટણી લડી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી 2001 અને 2021 માં તેને 4-4 બેઠકો જ મળી શકી છે. અહીં ભાજપ AIADMK અને PMK સાથે ગઠબંધનમાં છે. આસામ આસામના 26 જિલ્લામાં 80%થી વધુ મતદાન
આસામના 74 વર્ષના ઇતિહાસમાં આ વખતે સૌથી વધુ 85.91% વોટિંગ થયું. 35 જિલ્લાઓમાંથી 26માં 80%થી વધુ મતદાન થયું. સાઉથ સલમારા મનકચર જિલ્લામાં સૌથી વધુ 95.56% અને વેસ્ટ કાર્બી આંગલોંગમાં સૌથી ઓછું 75.25% વોટિંગ થયું. છેલ્લી 3 ચૂંટણીમાં મહિલાઓએ પુરુષો કરતા વધુ વોટિંગ કર્યું
આસામમાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં મહિલાઓની વોટિંગ ટકાવારી પુરુષો કરતા વધુ રહી છે. મહિલાઓએ 2016માં 1.69%, 2021માં 0.41% અને 2016માં 1.56% વધુ વોટ નાખ્યા. ભાજપ 10 વર્ષથી સત્તામાં, વોટ શેર 48.03% વધ્યો
2011માં ભાજપને આસામમાં માત્ર 11.5% વોટ મળ્યા હતા. 2021માં પાર્ટીનો વોટ શેર 59.5% થઈ ગયો. એટલે કે છેલ્લા 10 વર્ષમાં ભાજપનો વોટ શેર લગભગ 48.03% વધ્યો, કોંગ્રેસનો વોટ શેર લગભગ 10% ઘટી ગયો. આસામમાં 76 વર્ષમાં 15 સીએમ, 51 વર્ષ કોંગ્રેસ સરકાર
આસામમાં 76 વર્ષમાં 15 મુખ્યમંત્રી બની ચૂક્યા છે. લગભગ 51 વર્ષ કોંગ્રેસના 10 મુખ્યમંત્રીઓએ સત્તા સંભાળી. 1978માં પહેલી બિન-કોંગ્રેસી સરકાર બની. જનતા પાર્ટીના ગોલાપ બોરબોરા પહેલા બિન-કોંગ્રેસી સીએમ બન્યા, પરંતુ 2 વર્ષ પછી કોંગ્રેસ ફરી સત્તામાં પરત ફરી. 2016માં આખા નોર્થ-ઈસ્ટમાં આસામ એવું રાજ્ય બન્યું જ્યાં ભાજપે પહેલીવાર સરકાર બનાવી. સર્બાનંદ સોનોવાલ સીએમ બન્યા. 2021 માં સતત બીજી વાર ભાજપે બહુમતી મેળવી. હિમંતા બિશ્વા સરમાએ સત્તા સંભાળી. અહીં કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ 6 પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. કેરળ કેરળમાં ગઈ વખત કરતા 4.27% વધુ વોટિંગ કેરળમાં 39 વર્ષ પછી સૌથી વધુ 78.27% વોટિંગ થયું. આ પહેલા 1987માં 80.54% વોટિંગ થયું હતું. 14 જિલ્લાઓમાંથી બેમાં 80%થી વધુ અને 10 જિલ્લામાં 70%થી વધુ વોટિંગ થયું. કોઝિકોડમાં સૌથી વધુ 81.32% અને પથનમથિટ્ટામાં સૌથી ઓછું 70.76% મતદાન થયું. રાજ્યની કુલ 140 બેઠકો પર 9 એપ્રિલે સિંગલ ફેઝના વોટિંગમાં 2.6 કરોડ મતદારોએ વોટ આપ્યો. પુરુષોની સરખામણીએ 5% વધુ મહિલાઓએ વોટ નાખ્યા
કેરળમાં આ વખતની ચૂંટણીમાં પુરુષોની સરખામણીમાં 5% વધુ મહિલાઓએ વોટિંગ કર્યું. કુલ મતદાન 78.27% થયું, જેમાં 75.01% મતદાન પુરુષો અને 80.86% મહિલાઓએ મતદાન કર્યુ. LDF અને UDFના વોટ શેરમાં 3-4% તફાવતનો ટ્રેન્ડ
કેરળમાં LDF અને UDFના વોટ શેરમાં લગભગ 3-4%નો તફાવત રહેતો આવ્યો છે. જોકે 2011ની સરખામણીમાં 2021માં LDF ના વોટ શેરમાં લગભગ 4%નો ઘટાડો થયો હતો, છતાં સરકાર LDFની બની હતી. પિનરાઈ વિજયન સતત 2 વાર સીએમ બનનારા એકમાત્ર રાજનેતા
1956 માં કેરળના ગઠન પછી અત્યાર સુધી રાજ્યમાં 12 મુખ્યમંત્રી બની ચૂક્યા છે. જેમાંથી 6 સીએમ લેફ્ટના રહ્યા, જેમણે 39 વર્ષ સત્તા સંભાળી. જ્યારે, 4 સીએમ કોંગ્રેસના બન્યા, જેમણે 28 વર્ષ સરકાર ચલાવી. CPI(M)ના ઈ.કે. નયનર સૌથી લાંબા સમય સુધી 11 વર્ષ સીએમ રહ્યા. તેમણે 3 વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા, પરંતુ સતત ક્યારેય ખુરશી સંભાળી નહોતી. અહીં પી વિજયન સતત 2 વાર સીએમ બનનારા એકમાત્ર રાજનેતા છે. પુડુચેરીમાં પાછલી વિધાનસભાની સ્થિતિ 10 રાજ્યોમાં ભાજપ સરકાર, 11માં સરકારમાં સામેલ
દેશના 21 રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર છે. જેમાંથી 10 રાજ્યોમાં એકલો ભાજપ બહુમતીમાં છે.
Read Original Article →