કેરળની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 13નાં મોત:10 મૃતદેહો મળી આવ્યા, 3 લોકોના શરીરના અંગો વિખરાયેલા મળ્યા; 40 મજૂરો કામ કરી રહ્યા હતા

National4/21/2026, 1:40:44 PM
કેરળની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 13નાં મોત:10 મૃતદેહો મળી આવ્યા, 3 લોકોના શરીરના અંગો વિખરાયેલા મળ્યા; 40 મજૂરો કામ કરી રહ્યા હતા
કેરળના ત્રિશૂર જિલ્લામાં મંગળવારે બપોરે 3.30 વાગ્યે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા. ફેક્ટરીમાં ઘણા લોકો દાઝી ગયા. ઘાયલોને આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ અનુસાર, ઘટનાસ્થળેથી 10 મૃતદેહો મળ્યા, જ્યારે 3 લોકોના શરીરના અંગો મળી આવ્યા. દુર્ઘટના સમયે શેડમાં લગભગ 40 લોકો હાજર હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી, પરંતુ વારંવાર વિસ્ફોટ થવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી. દુર્ઘટના પછીની તસવીરો… વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો મૃતકોના પરિવારને 2-2 લાખનું વળતર PM મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પીએમએ કહ્યું- જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. રવિવારે તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં 18 લોકોના મોત થયા હતા તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં રવિવારે વિસ્ફોટ થયો હતો. ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 18 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. 6 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી છે. હાલમાં વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી. તમિલનાડુના CM એમકે સ્ટાલિને X પર લખ્યું હતું કે- આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સીએમએ મંત્રીઓને તાત્કાલિક ઘટનાસ્થળે જવાનો નિર્દેશ આપ્યો. આ સાથે તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને તમામ જરૂરી સહાય પહોંચાડવા માટે તમામ વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા હતા. દુર્ઘટના પછીની 4 તસવીરો… આ પહેલા 13 એપ્રિલે વિરુધુનગર સત્તૂર નજીક સથિરાપટ્ટી વિસ્તારમાં એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં બે મજૂરોના મોત થયા હતા. પાંડી નામના મજૂરનું ઘટનાસ્થળે દાઝી જવાથી મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુપ્પાસામી (33)નું મોત થયું હતું. ------------------------------- ફેક્ટરીમાં બ્લાસ્ટના આ સમાચાર પણ વાંચો… છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટનાઃ અત્યાર સુધીમાં 19નાં મોત:36 લોકો દાઝી ગયા; વેદાંતા મૃતકોના પરિવારજનોને 35-35 લાખ વળતર અને નોકરી આપશે છત્તીસગઢના સક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 6 લોકોના રાયગઢ મેડિકલ કોલેજમાં, 5 લોકોના જિલ્લા હોસ્પિટલ રાયગઢમાં અને 2 લોકોના રાયપુરની કાલડા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મંગળવારે બપોરે પ્લાન્ટમાં બોઈલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 36 લોકો દાઝી ગયા છે, 18 ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. હાલમાં 4 મૃતકોની ઓળખ ઠંડારામ અને પપ્પુ કુમાર અને અમૃત લાલ પટેલ (50) અને યુપીના બ્રિજેશ કુમાર તરીકે થઈ છે. બાકીનાની ઓળખ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →