વીડી સતીશન કેરળના નવા મુખ્યમંત્રી:કેસી વેણુગોપાલનું પત્તું કપાયું, ચૂંટણીના પરિણામો જાહેર થયાના 10 દિવસ પછી નામની જાહેરાત

National5/14/2026, 6:39:06 AM
વીડી સતીશન કેરળના નવા મુખ્યમંત્રી:કેસી વેણુગોપાલનું પત્તું કપાયું, ચૂંટણીના પરિણામો જાહેર થયાના 10 દિવસ પછી નામની જાહેરાત
કોંગ્રેસ નેતા વીડી સતીશન કેરળના આગામી મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસે ગુરુવારે રાજ્યના ચૂંટણી પરિણામો જાહેર થયાના 10 દિવસ પછી તેની જાહેરાત કરી. સતીશન પારાવૂર બેઠક પરથી ધારાસભ્ય છે. કોંગ્રેસ નેતા દીપા દાસમુનશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે 7 મેના રોજ તિરુવનંતપુરમમાં બેઠક યોજી હતી. પાર્ટી અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે કેરળના CM વીડી સતીશન હશે. નામની જાહેરાત થયા બાદ સતીશને કહ્યું- હું આ પદને વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ દૈવી કૃપા માનું છું. હું વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા સહિતના તમામ નેતાઓને મારા વિશ્વાસમાં લઈશ. કેરળના મુખ્યમંત્રી પદ માટે ત્રણ નેતાઓ કેસી વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશનના નામ ચર્ચામાં હતા. અંતે સતીશનના નામ પર મહોર લાગી. મુખ્યમંત્રી પદ માટે 3 નેતાઓના નામ હતા, સતીશનની પસંદગી થઈ કેરળમાં ઉજવણીની તસવીરો… સતીશનના નામની જાહેરાત થતાં કોણે શું કહ્યું… કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સ્થિતિ અને નિર્ણય લેવાની પ્રક્રિયા પર ચર્ચા કરી. તેમણે મને બોલાવ્યો અને મારો અભિપ્રાય પૂછ્યો. હું ધારાસભ્યો, પક્ષના કાર્યકરો અને પક્ષના પદાધિકારીઓનો આભાર માનું છું કે તેમણે મને આટલો ટેકો આપ્યો. આખરે પક્ષે એક નિર્ણય લીધો અને એક સાચા કોંગ્રેસી તરીકે અમે બધા પક્ષના નિર્ણય સાથે છીએ. કોંગ્રેસ સાંસદ હિબી ઈડન હાઈકમાન્ડે એક સાચો નિર્ણય લીધો છે. કેરળના લોકોની ભાવના-ઈચ્છાને સ્વીકારી. કેરળના વિરોધ પક્ષના નેતા તરીકે વીડી સતીશને 10 વર્ષ જૂના એલડીએફ શાસન સામે મજબૂત લડાઈ લડી અને મોટી જીત હાંસલ કરી. કોંગ્રેસ ધારાસભ્ય રાધાકૃષ્ણન કોટ્ટાયમના ધારાસભ્ય રાધાકૃષ્ણને જણાવ્યું કે હાઈકમાન્ડે તમામ પક્ષોના અભિપ્રાય સાંભળ્યા અને આ સમગ્ર પ્રક્રિયામાં રાહુલ સીધા સામેલ હતા. ચૂંટણી માટે લોકતાંત્રિક પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. જ્યારે ઘણા નામો સામે હોય ત્યારે નેતા પસંદ કરવા અંગે મૂંઝવણ થવી સ્વાભાવિક છે. કેરળમાં પાર્ટીએ 140 માંથી 102 બેઠકો જીતી કેરળમાં UDF એ 140 માંથી 102 બેઠકો જીતી છે. જેમાં કોંગ્રેસની 63 બેઠકો છે. રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં 75-80% ધારાસભ્યોએ કેસી વેણુગોપાલને સમર્થન આપ્યું હતું. વીડી સતીશનને માત્ર 6 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જોકે, બેઠક પછી ત્રણ પૂર્વ પ્રદેશ અધ્યક્ષોએ સતીશનના નામનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત UDF ના સહયોગી પક્ષો IUML અને કેરળ કોંગ્રેસ (જોસેફ) એ સતીશનને સમર્થન આપ્યું. બંગાળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં CM શપથ લઈ ચૂક્યા છે તમિલનાડુ: TVKની સરકાર, વિજય રાજ્યના 9મા મુખ્યમંત્રી બન્યા TVK ચીફ અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બની ગયા છે. વિજયની પાર્ટી TVK ને 234 માંથી 108 બેઠકો મળી હતી. તેમને કોંગ્રેસ, લેફ્ટ, IUML અને VCK ના 13 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. પશ્ચિમ બંગાળ: ભાજપ સરકાર, સુવેન્દુ ભાજપના પહેલા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી 9 મેના રોજ પશ્ચિમ બંગાળમાં BJPના પહેલા મુખ્યમંત્રી બન્યા. શપથ લીધા પછી તેમણે વડાપ્રધાનને ઝૂકીને પ્રણામ કર્યા. NDA અને BJP શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં પહોંચ્યા. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં BJPએ 294માંથી 207 બેઠકો જીતી છે. આસામ: ભાજપ સરકાર, હિમંતા બીજી વાર આસામના CM હિમંતા બિસ્વા સરમા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી બન્યા છે. 12 મેના રોજ આસામના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યએ ગુવાહાટીના ખાનાપારા વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. હિમંતા ઉપરાંત ભાજપના રામેશ્વર તેલી, અજંતા નેઓમ, AGPના અતુલ બોરા, BPFના ચરણ બોરો સહિત 4 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. પુડુચેરી: NDA સરકાર, એન. રંગાસામી 5મી વખત CM બન્યા એન. રંગાસામી 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા છે. ઉપ-રાજ્યપાલ કૈલાશ નાથને લોક ભવનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ હાજર રહ્યા. રંગાસામી ઉપરાંત ભાજપના એ નમસ્સિવાયમ અને AINRC નેતા મલ્લાદી કૃષ્ણા રાવે મંત્રી પદના શપથ લીધા. 4 મેના રોજ આવેલા પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં રંગાસામીના નેતૃત્વવાળા NDA ગઠબંધનને 30માંથી 16 બેઠકો મળી હતી.
Read Original Article →