તેલંગાણામાં કે. કવિતાએ નવી પાર્ટી TRS બનાવી:2028ની વિધાનસભા ચૂંટણીમાં પિતા કેસીઆરની પાર્ટી BRSને ટક્કર આપશે

National4/26/2026, 8:47:57 AM
તેલંગાણામાં કે. કવિતાએ નવી પાર્ટી TRS બનાવી:2028ની વિધાનસભા ચૂંટણીમાં પિતા કેસીઆરની પાર્ટી BRSને ટક્કર આપશે
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાએ પાર્ટી અને પરિવારથી અલગ થઈને નવી પાર્ટી બનાવી છે. તેનું નામ ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્ર સેના) હશે. પિતાના નેતૃત્વ હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નું મૂળ નામ ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) જ હતું. એટલે કે કવિતાએ પિતા દ્વારા છોડવામાં આવેલું નામ ટીઆરએસ જ અપનાવ્યું છે. પોતાની પાર્ટીના નામ અને એજન્ડાની ઘોષણા કરતા કવિતાએ સત્તાધારી કોંગ્રેસ, ભાજપ અને બીઆરએસ પર હુમલો કર્યો. પિતાને ‘બદલાયેલા માણસ’ અને ‘આત્માવિહીન’ ગણાવ્યા. કવિતાએ કહ્યું કે તેમણે પોતાની પાર્ટી એટલા માટે બનાવી કારણ કે તેમના પિતા લોકોના મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી રહ્યા નથી. કવિતાએ કહ્યું કે તેમની પાર્ટી 2028માં વિધાનસભા ચૂંટણી લડશે. પિતા કેસીઆરએ જ તેમને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા જાણવા મળ્યું છે કે, દિલ્હી આબકારી નીતિ કેસમાં નામ આવતા તેઓ 165 દિવસ જેલમાં પણ રહ્યા હતા. સપ્ટેમ્બર 2025માં તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કવિતાને BRSમાંથી કાઢી મૂકવાનો નિર્ણય તેમના પિતા કે. ચંદ્રશેખર રાવ (KCR)એ જ કર્યો હતો. BRSએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે કવિતાની ગતિવિધિઓ પાર્ટી વિરુદ્ધ હતી. કે. કવિતાનો આરોપ- ભાઈ મને પાર્ટીમાંથી કાઢવા માંગે છે પાર્ટીના સુપ્રીમો ચંદ્રશેખર રાવ 2023ની વિધાનસભા ચૂંટણી અને પછી 2024ની લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ સક્રિય રાજકારણથી દૂર થતા ગયા. ત્યારબાદ તેમના પુત્ર કેટી રામારાવ એટલે કે KTR અને પુત્રી કવિતા વચ્ચે પાર્ટીના નેતા બનવાની લડાઈ શરૂ થઈ ગઈ હતી. જ્યારે, ચંદ્રશેખર રાવે પુત્ર KTRને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે, જ્યારે કવિતા પણ પોતાને અસરકારક નેતા માને છે. ભાઈ-બહેન વચ્ચેનો ઝઘડો ખુલ્લેઆમ ગયા વર્ષે 29 મેના રોજ સામે આવ્યો હતો. કવિતાએ ભાઈ KTR પર આરોપ લગાવ્યો હતો કે તેઓ મને પાર્ટીથી અલગ કરવા અને BRSને BJPમાં ભેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પિતા KCRને પાર્ટી વિશે પત્ર પણ લખ્યો હતો. કવિતાએ કહ્યું હતું- ‘મેં BRS ચીફ કે. ચંદ્રશેખર રાવને પત્ર લખીને જણાવ્યું હતું કે પાર્ટીની અંદર ષડયંત્ર થઈ રહ્યું છે. તેમની આસપાસ કેટલાક શેતાન જેવા લોકો છે, જે પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. હું KCRની પુત્રી છું. મારો પત્ર લીક થઈ શકે છે, તો બાકીના લોકોની હાલતનો અંદાજ લગાવી શકાય છે. મહિલાઓમાં પકડ જ ગેમ ચેન્જર કવિતાએ રાજકારણમાં પ્રવેશની સાથે 2008માં ‘તેલંગાણા જાગૃતિ’ સંગઠન બનાવ્યું હતું. આ એક સામાજિક અને સાંસ્કૃતિક સંગઠન છે. તેની સ્થાપના રાજ્યની રચનાની માગને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી, પરંતુ તેના દ્વારા કવિતાએ રાજ્યભરની મહિલાઓ સુધી ઊંડી પકડ બનાવી લીધી. આ સંગઠનનું કેડર રાજ્યના દરેક જિલ્લા અને બ્લોકમાં છે. સંગઠન સાથે એક લાખથી વધુ પ્રોફેશનલ મહિલાઓ જ જોડાયેલી છે. તેના દ્વારા કવિતાએ મહિલાઓ અને સાંસ્કૃતિક સમૂહો વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી છે. એવું માનવામાં આવે છે કે કવિતા પોતાની પાર્ટી માટે મજબૂત પાયાનું માળખું આ જ સંગઠનમાંથી બનાવશે. સંગઠનની ખાસ વાત એ રહી કે તેણે આંદોલનને રાજકીય મુદ્દો રહેવા દીધો નહીં, પરંતુ જન-આંદોલનમાં બદલી નાખ્યું. લોક સંસ્કૃતિ, ખાસ કરીને બથુકમ્મા જેવા તહેવારોને મોટા પાયે ઉજવીને લોકોને જોડ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો, રેલીઓ અને જાગૃતિ અભિયાન ચલાવ્યા, જેનાથી સામાન્ય જનતાની ભાગીદારી વધી.
Read Original Article →