ગાડીના બોનેટ પર ચઢ્યો માણસ, 500 મીટર સુધી કાર દોડાવી:કર્ણાટકના યુવકે ઉછીના પૈસા આપ્યા હતા, પાછા માંગ્યા તો બોલાચાલી થઈ; પોલીસે તપાસ શરુ કરી

National5/21/2026, 5:23:07 AM
ગાડીના બોનેટ પર ચઢ્યો માણસ, 500 મીટર સુધી કાર દોડાવી:કર્ણાટકના યુવકે ઉછીના પૈસા આપ્યા હતા, પાછા માંગ્યા તો બોલાચાલી થઈ; પોલીસે તપાસ શરુ કરી
કર્ણાટકના મૈસૂરમાં ઉછીના આપેલા પૈસા પાછા ન આપવા પર એક વ્યક્તિ કારના બોનેટ પર બેસી ગયો. ત્યારબાદ તેને બોનેટ પર બેસાડીને 500 મીટર સુધી લઈ જવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, મહાદેવ નામના વ્યક્તિએ ધનંજયને પૈસા ઉછીના આપ્યા હતા. જ્યારે તેણે પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે બંને વચ્ચે દલીલ થઈ, ત્યારબાદ ધનંજય કાર લઈને ભાગવા લાગ્યો અને તેને રોકવા માટે મહાદેવ તેની કારના બોનેટ પર કૂદી ગયો. ધનંજયે કાર રોકવાને બદલે સ્પીડ વધારી દીધી અને મહાદેવને બોનેટ પર લટકાવેલા જ આંદોલના સર્કલથી કુવેમ્પુનગર પોલીસ સ્ટેશન રોડ સુધી લઈ ગયો. પોલીસ વાયરલ વીડિયોના આધારે મામલાની તપાસ કરી રહી છે. ઘટનાની 3 તસવીરો જુઓ… પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાને ત્યાં હાજર લોકોએ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા પછી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ વાયરલ વીડિયોના આધારે સમગ્ર ઘટનાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ------------------------------------ આ સમાચાર પણ વાંચો… મોહાલીમાં ધોળાદિવસે બાળકીનું અપહરણ:ઘરની બહારથી ઊઠાવી ગયા; પૌત્રીને છોડાવવા ચાલતી કાર પર લટકી ગયા દાદા-દાદી મોહાલીમાં સાડા 4 વર્ષની બાળકીનું તેના દાદા-દાદીની સામેથી ધોળાદિવસે અપહરણ કરી લેવામાં આવ્યું. કારમાં આવેલા લોકો બાળકીને જબરદસ્તી ઉઠાવીને લઈ ગયા. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાળકી સ્કૂટી પર તેના દાદા-દાદી સાથે હતી. આ દરમિયાન બે યુવકો બાઇક પર આવ્યા અને બાળકીને છીનવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્કૂટી પડી ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો…
Read Original Article →