અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માના ઘર પર ફાયરિંગ:હુમલાખોરો બાઇક પર આવ્યા, કેનેડામાં કપિલના કેફે પર 2 વખત ફાયરિંગ થયું હતું
કોમેડિયન-એક્ટર કપિલ શર્માના અમૃતસર સ્થિત ઘરની બહાર સોમવારે 2 રાઉન્ડ ફાયરિંગ થયું. પ્રાથમિક તપાસ મુજબ હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. હજુ સુધી હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. અમૃતસરના પોશ વિસ્તાર હોલી સિટીમાં કપિલ શર્માનું ઘર છે. પોલીસે વિસ્તારને સીલ કરી દીધો છે. પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા. ફાયરિંગ સમયે ઘરમાં કોણ-કોણ હતું, તે અંગે પોલીસ માહિતી એકઠી કરી રહી છે. કપિલ હાલ પરિવાર સાથે મુંબઈમાં છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા ફાયરિંગ બાદ પોલીસે કપિલ શર્માના ઘર અને આસપાસના VIP ઘરોની બહાર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે. આના દ્વારા હુમલાખોરોના રૂટ અને તેમની ઓળખ વિશે કડીઓ એકત્રિત કરવામાં આવી રહી છે. હજુ સુધી હુમલાખોરોનો ઇરાદો જાણી શકાયો નથી. અમૃતસર પોલીસે કહ્યું- અફવાઓ પર ધ્યાન ન આપો અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે ફાયરિંગની ઘટનાને લઈને કેટલાક બિનજવાબદાર લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. તથ્યો સ્પષ્ટ કરવા અને ખોટી માહિતીનું ખંડન કરવા માટે ટૂંક સમયમાં સત્તાવાર વીડિયો નિવેદન બહાર પાડવામાં આવશે. બધાને અપીલ છે કે કોઈપણ અફવા પર ધ્યાન ન આપે અને ફક્ત સત્તાવાર સ્ત્રોતો દ્વારા જારી કરાયેલી સાચી માહિતી પર જ વિશ્વાસ કરે. કેનેડામાં સ્થિત 'Kap's Cafe' પર પણ ગોળીબાર થઈ ચૂક્યો છે કેનેડાના સરે શહેરમાં સ્થિત કપિલ શર્માના 'Kap’s Cafe'ની બહાર પણ બે વાર ગોળીબાર થઈ ચૂક્યો છે. કેનેડામાં બનેલી તે ઘટનાઓની જવાબદારી કેટલાક ખાલિસ્તાની સમર્થક સંગઠનોએ લીધી હતી. હવે ઘરે થયેલા ફાયરિંગમાં પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું આ ઘટનાના તાર પણ તે જ જૂના કેસો અથવા કોઈ આંતરરાષ્ટ્રીય ખંડણી/ધમકી સાથે જોડાયેલા છે. 22 દિવસ પહેલાં કપિલ શર્માના 'કેપ્સ કેફે' નજીક ફરી ફાયરિંગ થયું હતું 22 દિવસ પહેલાં કેનેડાના સર્રે શહેરમાં આવેલા કોમેડિયન કપિલ શર્માના 'કેપ્સ કેફે'ની નજીક ફરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 120 સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા 'કેપ્સ કેફે'ની બાજુના કેફે પર ફાયરિંગ કરવામાં આવેલું. આ પછી, વિસ્તારમાં ભય અને સુરક્ષા અંગે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ગોળીબારનું સીધું નિશાન કઈ સંસ્થા હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…
Read Original Article →