પિતાએ જ 11 વર્ષની ટ્વિન્સ દીકરીઓ ‘રિદ્ધિ-સિદ્ધિ’નું ગળું રહેંસી નાખ્યું:આખા રૂમમાં માસૂમોનું લોહી ફેલાયું, જાતે જ પોલીસને કોલ કર્યો; શંકાશીલ પતિ પત્નીને રૂમમાં આવવા દેતો નહીં
કાનપુરમાં એક ભયાનક ઘટના બની છે. રવિવારે વહેલી સવારે એક યુવકે પોતાની 11 વર્ષની જોડિયા દીકરીઓની હત્યા કરી દીધી. પિતાએ ફ્લેટમાં દીકરીઓનું ગળું કાપીને તેમને મારી નાખી. પછી તેણે પોતે જ પોલીસને જાણ કરી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. ડીસીપી સાઉથ દીપેન્દ્ર નાથ ચૌધરીએ જણાવ્યું કે- નૌબસ્તા પોલીસ સ્ટેશનના કિદવઈ નગરમાં આવેલા ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતો શશિ રંજન મિશ્રા એમઆર (મેડિકલ રિપ્રેઝન્ટેટિવ) છે. ઘરમાં પત્ની રેશ્મા ક્ષેત્રી અને ત્રણ બાળકો - 11 વર્ષની જોડિયા દીકરીઓ રિદ્ધિ, સિદ્ધિ અને 6 વર્ષનો દીકરો ગન્નુ રહેતા હતા. રવિવારે વહેલી સવારે 4.30 વાગ્યે 112 નંબર પર હત્યાની જાણકારી મળી. પોલીસ જ્યારે ફ્લેટ પર પહોંચી ત્યારે બંને દીકરીઓના મૃતદેહ ફ્લોર પર બાજુ-બાજુમાં પડ્યા હતા. આખા રૂમમાં લોહી જ લોહી ફેલાયેલું હતું. ગળું કાપેલું હતું, અને પાસે ચાકુ પડ્યું હતું. આરોપી પિતા પણ મૃતદેહ પાસે બેઠો હતો. તેને ઘટનાસ્થળેથી પકડી લેવામાં આવ્યો છે. પિતાએ દીકરીઓની હત્યા શા માટે કરી? તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પત્નીએ જણાવ્યું- 2014માં તેમના લવ મેરેજ થયા હતા. દારૂના નશામાં પતિ રોજ મારતો હતો. ઘરમાં એન્ટ્રી ગેટથી લઈને કિચન અને બેડરૂમ સુધીમાં CCTV કેમેરા લગાવ્યા છે. મને રૂમમાં ઘૂસવા દેતો ન હતો. બંને દીકરીઓને લઈને તે રૂમમાં રહેતો હતો. બહારથી જ હું સ્ક્રીન પર તેના રૂમની ફૂટેજ જોતી હતી. અવારનવાર કહેતો હતો કે તું દીકરાને લઈને ક્યાંક જતી રહે, હું દીકરીઓને ઉછેરીશ. 2 તસવીરો જુઓ- ઘરમાં 6 સીસીટીવી કેમેરા લગાવ્યા
ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર G4 ફ્લેટ શશિ રંજન મિશ્રાનો છે. ફ્લેટના એન્ટ્રી ગેટ પર 2 કેમેરા, ઘરની અંદર કિચન, હોલ અને બે બેડરૂમમાં કેમેરા લાગેલા છે. જોડિયા દીકરીઓ ઘરની સામે જ મધર ટેરેસા સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતી હતી. આ જ સ્કૂલમાં દીકરો યુકેજીનો વિદ્યાર્થી હતો. કેમેરા લગાવવાના સવાલ પર પત્ની રેશ્માએ કહ્યું- ખબર નથી તેમણે (પતિએ) કેમેરા શા માટે લગાવ્યા. મને ખબર નથી. આ મારા પતિને જ ખબર હશે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. પળેપળ નજર રાખતો હતો. આ ઘટના પાછળ પોલીસ આને મુખ્ય કારણ માની રહી છે. પતિ પોતાના રૂમમાં કોઈને ઘૂસવા દેતા ન હતા પત્ની રેશ્માએ જણાવ્યું- પતિ દારૂના નશાની સાથે ઊંઘની ગોળી પણ ખાતા હતા. ખબર નથી શું કરતા હતા, તેઓ પોતાના રૂમમાં કોઈને ઘૂસવા દેતા ન હતા. જ્યારે તેઓ બહાર જતા રહેતા હતા, ત્યારે અમે લોકો રૂમમાં જતા હતા. પત્ની બોલી- 2014માં અમારા લવ મેરેજ થયા
પત્ની રેશમાએ જણાવ્યું- હું બંગાળના સિલિગુડીની રહેવાસી છું. મારા પતિ બિહારના રહેવાસી છે. કાનપુરમાં હું મેન્સ પાર્લરમાં નોકરી કરતી હતી. આ દરમિયાન મારી મુલાકાત શશિ રંજન મિશ્રા સાથે થઈ. 2014માં અમે બંનેએ લવ મેરેજ કર્યા હતા. પત્ની બોલી- પતિ મને કહેતા કે દીકરાને લઈને ક્યાંક જતી રહે
પત્નીએ જણાવ્યું- લગ્ન પછી થોડું વાતાવરણ બગડ્યું. તેઓ મને પિયર જવા દેતા ન હતા. જ્યારે પણ હું પિયર જવા માંગતી હતી ત્યારે તેઓ મારી સાથે મારપીટ કરતા હતા. હંમેશા દારૂ પીને આવતા હતા, મારતા-પીટતા હતા. હંમેશા મને કહેતા હતા કે દીકરાને લઈને ક્યાંક જતી રહે, હું બંને દીકરીઓને ઉછેરી લઈશ. હું બહાર જતી રહેતી તો ઘરમાં પણ આવવા દેતા નહોતા. હું દીકરાને લઈને પિયર જતી રહી હતી. દીકરીઓને સાથે લઈ જવા દીધી નહોતી. પછી મારાથી દીકરીઓ વગર રહેવાયું નહીં, લગભગ 9 મહિના પછી પાછી સાસરે આવી. હંમેશા પતિ એ જ બોલતો હતો કે મારી મમ્મી મરી ગઈ છે. હવે હું પણ મરવા માંગુ છું. બંને દીકરીઓને સાથે લઈને જઈશ. તું તારા દીકરાને પાળજે. રાત્રે 2.30 વાગ્યે છેલ્લી વાર દીકરીને લઈને વોશરૂમ ગયા હતા ગઈકાલે રાત્રે બધું બરાબર હતું. જમ્યા અને દીકરીઓને લઈને રૂમમાં સૂવા ગયા. કોઈની સાથે ફોન પર ઘણી વાર વાત કરી. હું બહાર સ્ક્રીન પર કેમેરામાં તેમના રૂમનું બધું જોઈ રહી હતી. લગભગ રાત્રે 2.30 વાગ્યે એક દીકરીને લઈને વોશરૂમમાં ગયા. પછી થોડી વાર પછી દીકરીને રૂમમાં લઈ ગયા. રૂમની લાઇટ બંધ કરી દીધી. પછી તેમના રૂમના દરવાજા અને બારીઓ પાસે જઈને સાંભળ્યું તો કોઈ હલચલ કે અવાજ સંભળાયો નહીં. મને લાગ્યું કે બધા સૂઈ ગયા. આ પછી ખબર નથી કે ક્યારે હત્યા કરી.
Read Original Article →