જયપુરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, બાળક સહિત 4ના મોત:દાઝી ગયા બાદ રસ્તા પર તડપી રહ્યા હતા, લોકો વીડિયો બનાવતા રહ્યા; ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી

National6/9/2026, 7:57:59 AM
જયપુરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, બાળક સહિત 4ના મોત:દાઝી ગયા બાદ રસ્તા પર તડપી રહ્યા હતા, લોકો વીડિયો બનાવતા રહ્યા; ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી
જયપુરના ખોહ નાગોરિયાન વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં મંગળવારે સવારે 11 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં બાળક સહિત 4 લોકોના મોત થયા અને 4 મજૂરો દાઝી ગયા. મૃતકોમાં રહીમ, રૂબીન (15) અને અબ્દુલ વાહિદનો સમાવેશ થાય છે; એક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. નાસિર ખાન (23), સમીર ખાન (30), બિલાલ (30) અને આદિબ (25) દાઝી ગયા છે અને તેમને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના ઘાયલોના શરીરનો 90 ટકા ભાગ દાઝી ગયો છે. જયપુરના કલેક્ટર સંદેશ નાયકે જણાવ્યું હતું કે ફટાકડાની ફેક્ટરી ખોહ નાગોરિયનના આયેશા નગર તલાઈ વિસ્તારમાં ITI કોલેજ પાસે આવેલી છે. આગ જ્વલનશીલ પદાર્થોને કારણે લાગી હતી. દુર્ઘટના સંબંધિત ફોટા… સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
Read Original Article →