મમ્મીએ હાથ પકડ્યો હતો, પણ છૂટી ગયો:જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં કોઈએ પત્ની ગુમાવી કોઈએ આખો પરિવાર; માતાને ગુમાવનાર તનિષ્કા આઘાતમાં, કહ્યું- ભાઈનો સાથ છૂટ્યો

National5/2/2026, 5:07:06 AM
મમ્મીએ હાથ પકડ્યો હતો, પણ છૂટી ગયો:જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં કોઈએ પત્ની ગુમાવી કોઈએ આખો પરિવાર; માતાને ગુમાવનાર તનિષ્કા આઘાતમાં, કહ્યું- ભાઈનો સાથ છૂટ્યો
જેવુ જ ક્રુઝ પલટ્યું, હું કોઈક રીતે પત્ની સાથે બહાર નીકળી શક્યો. સાડા ત્રણ કલાક સુધી અમે બાળકને શોધતા રહ્યા. અમે આશા છોડી દીધી હતી, પણ તે મળી ગયો. આજે તેનો જન્મદિવસ છે. આ દિવસ ક્યારેય નહીં ભૂલીએ. આ કહેતા રોશન આનંદની આંખો ભરાઈ આવી. તે સાંજે તે પરિવારના સાત અન્ય સભ્યો સાથે મધ્ય પ્રદેશના જબલપુરમાં બરગી ડેમના ક્રુઝ પર સવાર હતા. તેમનો પરિવાર બચી ગયો, પણ દરેકનું નસીબ મહેરબાન નહોતું. 13 વર્ષની સિયાએ તે જ અકસ્માતમાં માતા, નાના ભાઈ અને નાનીને ગુમાવ્યા. ગુરુવારે જબલપુરના બરગી ડેમમાં થયેલા ક્રુઝ દર્ઘટનામાં 9 લોકોના મોત થયા, જ્યારે 4 હજુ પણ ગુમ છે. કેટલાક પરિવારો પોતાના સ્વજનોની શોધમાં છે, કેટલાક પાસે ફક્ત યાદો અને આઘાત છે. બચેલા લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, પણ તેમની વાતોમાં તે સાંજનો ભય સ્પષ્ટ છે. કર્મચારીઓએ મદદ ન કરી અમે આઠ લોકો ક્રુઝ પર સવાર હતા. તેમાં કુલ 45- 50 લોકો હતા, જેમાં મહિલાઓ અને બાળકો વધુ હતા. શરૂઆતમાં હવામાન સામાન્ય હતું, પરંતુ પાછા ફરતી વખતે અચાનક વાવાઝોડું આવ્યું. પહેલા હલચલ થઈ, પછી ભારે મોજાં ઉછળ્યાં. થોડી જ મિનિટોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને ક્રુઝ હિચકા ખાવા લાગ્યું. ઉપર બેઠેલા લોકોને નીચે લાવવામાં આવ્યા. ત્યાં ત્રણ-ચાર કર્મચારીઓ હતા, પરંતુ કોઈએ મદદ ન કરી. પરિસ્થિતિ બગડતાં અમે જાતે જ લાઇફ જેકેટ કાઢ્યા અને લોકોને પહેરાવ્યા. જો આમ ન કર્યું હોત તો કદાચ કોઈ બચત નહીં. બાળકોને એક પછી એક જેકેટ પહેરાવ્યા. આ દરમિયાન ક્રુઝમાં પાણી ભરાવા લાગ્યું. લાઇફ બોટ વહેલી આવી હોત તો જીવ બચી શક્યા હોત પાણીમાં પડતાં જ મેં પૂરી તાકાતથી ઉપર આવવાનો પ્રયાસ કર્યો. માથા અને હાથથી જોર લગાવીને બહાર નીકળ્યો. હું, મારી પત્ની અને એક 11 વર્ષનો બાળક બહાર આવી ગયા, પરંતુ ચારે તરફ અફરાતફરી હતી. અમે મદદ માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ લાઇફ બોટ મોડી આવી. જો તે અડધો કલાક વહેલી પહોંચી હોત, તો ઘણા વધુ જીવ બચી શક્યા હોત. દુર્ઘટના પછી અમે સાડા ત્રણ કલાક સુધી નાના દીકરાને શોધતા રહ્યા. તેણે લાઇફ જેકેટ પહેર્યું ન હતું. આખરે તે સુરક્ષિત મળ્યો. સાચું કહું તો, હું મોતને સામેથી જોઈને પાછો ફર્યો છું. માતા અને ભાઈનો સાથ છૂટ્યો દિલ્હીથી આવેલી 13 વર્ષની સિયા પરિવાર સાથે ઉનાળાની રજાઓ મનાવવા જબલપુર આવી હતી. તેણે બરગી ડેમમાં ક્રુઝમાં સવારી કરવાનું વિચાર્યું, પરંતુ આ નિર્ણય તેના જીવનનો સૌથી દર્દનાક અનુભવ બની ગયો. સાંજે 5:30 વાગ્યે છેલ્લી શિફ્ટ હતી. શરૂઆતમાં લોકો બોલિવૂડ ગીતો પર મસ્તી કરી રહ્યા હતા. ત્યારે જ ભારે વાવાઝોડું આવ્યું. ડેમમાં સમુદ્ર જેવી ઊંચી લહેરો ઉઠી. પાણી ક્રુઝના ઉપરના માળ સુધી પહોંચ્યું. જહાજ ડગમગવા લાગ્યું અને લોકો ગભરાયા. સિયા જણાવે છે કે લાઇફ જેકેટ એક કેબિનમાં હતા, પરંતુ સ્ટાફે આપ્યા નહીં. કેટલાક લોકોએ જાતે જ પહેરી લીધા. “મમ્મીએ મારા નાના ભાઈ ત્રિશાનને પોતાની સાથે જેકેટમાં બાંધી લીધો હતો. નાના બહાર જ પડી ગયા હતા. હું બસ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી…” આખી રાત સિયાને આશા હતી કે માતા અને ભાઈ બચી જશે. પરંતુ સવારે તેમની લાશો મળી. બંને એકબીજાને વળગેલા હતા. આ દુર્ઘટનાએ સિયા પાસેથી માતા, નાનો ભાઈ અને નાની છીનવી લીધા. તનિષ્કાનું દર્દ: મમ્મીનો હાથ છૂટી ગયો પાટણના મનોજ સેન પરિવાર સાથે પાછા ફરતી વખતે બરગી ડેમ ફરવા પહોંચ્યા હતા. પત્ની જ્યોતિ, દીકરી તનિષ્કા, દીકરો તનિષ્ક, ભાઈ અને એક અન્ય સભ્ય સહિત 6 લોકો ક્રુઝમાં સવાર થયા. સાડા ત્રણ વાગ્યે બધા ક્રુઝ પર હતા. અંદર ગીતો વાગી રહ્યા હતા અને માહોલ ખુશનુમા હતો. ત્યારે વાવાઝોડું આવ્યું અને ક્રુઝ બેકાબૂ થઈ ગયું. તનિષ્કા જણાવે છે, “અમે બધા ઉપર હતા. પપ્પાએ કહ્યું કે બધા એકબીજાનો હાથ પકડી લો. પપ્પાએ ભાઈ અને કાકાનો હાથ પકડ્યો હતો, મમ્મીએ અમને પકડ્યા હતા… ત્યારે જ ક્રુઝ પલટી ગયું.” ચારે તરફ ચીસો અને બૂમો પડી રહી હતી. કોઈ તરી શકતું ન હતું. એવું લાગી રહ્યું હતું કે કોઈ નીચે ખેંચી રહ્યું હોય. રેસ્ક્યુ ટીમે તેમને બહાર કાઢ્યા, પરંતુ તેમની માતા જ્યોતિ સેનને બચાવી શકાયા નહીં. કોઈએ પત્ની ગુમાવી, કોઈએ આખો પરિવાર ખમરિયા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કામ કરતા કામરાજનો પરિવાર પણ અકસ્માતનો ભોગ બન્યો. સંબંધીઓ તમિલનાડુથી આવ્યા હતા અને બધાએ ક્રુઝ પર જવાનો પ્લાન કર્યો હતો. 9 લોકો ક્રુઝ પર સવાર થયા. અકસ્માતમાં પત્ની કાકુલઝીનું મૃત્યુ થયું. ભાભી સૌભાગ્યમ પણ રહ્યા નહીં. કામરાજ અને તેમનો પુત્ર શ્રી તમિલ હજુ પણ ગુમ છે. ભત્રીજો શ્રી મયૂરમ પણ મળ્યો નથી. સૌથી દુઃખદ વાત એ છે કે, કામરાજના માતા-પિતા ક્રુઝ પર ગયા ન હતા. તેઓ કિનારેથી પોતાના પરિવારને મોજામાં ફસાતા જોતા રહ્યા, પરંતુ કંઈ કરી શક્યા નહીં. આનાથી સંબંધિત આ સમાચાર પણ વાંચો… ડૂબતા ક્રુઝમાં લાઈફ જેકેટ શોધતા રહ્યા મુસાફરો મધ્ય પ્રદેશના જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્રણ બાળકો સહિત 4 લોકો હજુ પણ ગુમ છે, જેમનો શુક્રવારે મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. ભારે વરસાદને કારણે શુક્રવારે સર્ચ ઓપરેશન રોકવું પડ્યું હતું.
Read Original Article →