દિલ્હીમાં શિક્ષણ મંત્રાલયની ઓફિસમાં આગ:ITO સ્થિત ઇમારતના બીજા માળેથી ધૂમાડો નીકળ્યો; 8 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા
દિલ્હીના ITO વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (SPA) બિલ્ડિંગના બીજા માળે સોમવારે સવારે આગ લાગી હતી. આ જ ઇમારતમાં શિક્ષણ મંત્રાલયની ઓફિસ પણ છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, સવારે 9:37 વાગ્યે આગ લાગી હોવાની માહિતી મળી હતી. બિલ્ડિંગના બીજા માળેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો, જે બાદ ફાયર વિભાગની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ પહોંચતા જ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગ સંબંધિત ત્રણ તસવીરો… કોઈ જાનહાનિના સમાચાર નથી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાના કારણો પણ હજુ સુધી જાણી શકાયા નથી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ કારણોની તપાસ કરવામાં આવશે.
Read Original Article →