iPhone યુઝર્સ માટે રેડ એલર્ટ!:ખોવાયેલા કે ચોરાયેલા આઇફોનના મૂળ માલિકોને જ ટાર્ગેટ કરીને થાય છે ડબલ ફ્રોડ, જાણો બચવાના ઉપાય
જો તમારી પાસે એપલ આઇફોન (Apple iPhone) છે અને તે ક્યાંક ખોવાઈ જાય કે ચોરી થઈ જાય પછી આઇફોનની મજબૂત સુરક્ષા સિસ્ટમ (Activation Lock અને Find My iPhone)ના કારણે ચોર તેને સરળતાથી ખોલી શકતા નથી. આમ છતાં તમારા એકાઉન્ટ ખાલી થવાનું કે અગત્યનો ડેટા ચોરી થવાનું જોખમ યથાવત્ રહે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના નેશનલ સાયબરક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) દ્વારા એક અત્યંત ચોંકાવનારી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરી મુજબ, સાયબર ગુનેગારો હવે ખોવાયેલા કે ચોરાયેલા આઇફોનના મૂળ માલિકોને જ ટાર્ગેટ કરીને ડબલ ફ્રોડ (હાઇબ્રિડ સાયબર ક્રાઇમ) આચરી રહ્યા છે, જેમાં ડેટા અને એકાઉન્ટ બંને સંપૂર્ણપણે હેક થઈ જાય છે. તેથી, તમારી સજાગતા અને સાવધાની એ જ સાયબર હુમલાઓ સામે તમારો સૌથી મોટો અને મજબૂત બચાવ છે. આ અહેવાલમાં આપણે વિગતવાર સમજીશું કે આ નવો સાયબર ગુનો શું છે, તે કેવી રીતે આચરવામાં આવે છે અને તેનાથી બચવા માટે સરકારે કઈ સાવચેતી રાખવા જણાવ્યું છે. 1. આ નવો સાયબર ક્રાઇમ (Hybrid Cybercrime) શું છે? સામાન્ય રીતે જ્યારે કોઈ ફોન ચોરાઈ જાય, ત્યારે ગુનેગાર તેને ફોર્મેટ કરવાનો કે વેચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આઇફોનની મજબૂત સુરક્ષા સિસ્ટમ (Activation Lock અને Find My iPhone)ના કારણે ચોર તેને સરળતાથી ખોલી શકતા નથી. આથી, ગુનેગારો હવે ટેકનોલોજી અને માનસિક દબાણ બંનેનો ઉપયોગ કરીને નવો નુસખો અપનાવી રહ્યા છે જેને 'હાઇબ્રિડ સાયબર ક્રાઇમ' કહેવામાં આવે છે. આમાં ભૌતિક રીતે ફોનની ચોરી કર્યા પછી, ડિજિટલ માધ્યમથી (ફિશિંગ એસએમએસ મોકલીને) યુઝરના એપલ એકાઉન્ટ (iCloud) પર અનધિકૃત કબજો મેળવવામાં આવે છે. 2. ગુનો કરવાની પદ્ધતિ (Modus Operandi): ગુનેગારો કેવી રીતે જાળ બિછાવે છે? સાયબર સિક્યોરિટી એજન્સીના જણાવ્યા મુજબ, આ આખી પ્રક્રિયા નીચે મુજબના તબક્કામાં થાય છે: 3. આ ફ્રોડની ગંભીર અસરો શું થાય છે? 4. બચવા માટે સરકારે કેટલીક તકેદારીઓ સૂચવી ગૃહ મંત્રાલયના સાયબર દોસ્ત (CyberDost) ટ્વિટર હેન્ડલ અને NCTAU દ્વારા આઇફોન વપરાશકર્તાઓને નીચે મુજબની કડક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે:
Read Original Article →