પરમાણુ ઊર્જાનો શક્તિમાન: સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટર તૈયાર:400 વર્ષ સુધી વીજળી પૂરી પાડવામાં સક્ષમ, આવું કરનાર ભારત દુનિયાનો બીજો દેશ

National4/8/2026, 11:24:08 AM
પરમાણુ ઊર્જાનો શક્તિમાન: સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટર તૈયાર:400 વર્ષ સુધી વીજળી પૂરી પાડવામાં સક્ષમ, આવું કરનાર ભારત દુનિયાનો બીજો દેશ
ભારતે પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં એક એવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જેણે દુનિયાના વિકસિત દેશોને ચોંકાવી દીધા છે. તમિલનાડુના કલ્પક્કમમાં ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ (ભાવિની-BHAVINI)નો 500 મેગાવોટનો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) હવે વ્યાપારી ઉત્પાદન માટે તૈયાર છે. તેને બનાવવામાં 200થી વધુ ભારતીય MSME અને ખાનગી કંપનીઓએ તેના ભાગો બનાવ્યા છે. આ કારણે ભારત પર કોઈપણ પ્રકારના વિદેશી પ્રતિબંધોની કોઈ અસર નહીં થાય. રશિયા પછી ભારત દુનિયાનો બીજો એવો દેશ બની ગયો છે, જેણે આ જટિલ ટેકનોલોજીને વ્યાવસાયિક સ્તરે ઉતારી છે. તેને કોઈ વિદેશી મદદ વિના, સંપૂર્ણપણે સ્વદેશી એન્જિનિયરિંગથી તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામના સ્ટેજ-3નો રસ્તો ખુલશે અને થોરિયમથી પરમાણુ વીજળી બનાવવી શક્ય બનશે. પરમાણુ નિષ્ણાતોના મતે, સામાન્ય રિએક્ટર્સની સરખામણીમાં ‘ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ વધુ અદ્યતન હોય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જેટલું ઇંધણ (યુરેનિયમ) વાપરે છે, તેના કરતાં વધુ ઉત્પન્ન કરે છે. એટલા માટે તેને ‘બ્રીડર’ કહેવામાં આવે છે. ભારત પાસે યુરેનિયમના ભંડાર મર્યાદિત છે, પરંતુ થોરિયમનો વિશાળ ભંડાર છે. આ રિએક્ટર ભારતના ‘ત્રણ તબક્કાના પરમાણુ કાર્યક્રમ’ના બીજા તબક્કાની શરૂઆત છે, જે ભવિષ્યમાં થોરિયમના ઉપયોગનો માર્ગ ખોલશે. પરમાણુ નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા, ફ્રાન્સે પરમાણુ રિએક્ટરની એક જ ડિઝાઇન - પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર (P.W.R.) અપનાવી. જર્મની અને બ્રિટનની કોશિશ નિષ્ફળ રહી. ભારતે આ જટિલ એન્જિનિયરિંગ પડકારને સ્વીકાર્યો. ભારતમાં લગભગ 9.63 લાખ ટન થોરિયમનો ભંડાર છે. એકવાર જ્યારે આપણે ત્રીજા તબક્કામાં સંપૂર્ણપણે પ્રવેશ કરીશું, ત્યારે આ ભંડારો ભારતને આગામી 400 વર્ષ સુધી અવિરત વીજળી પૂરી પાડવામાં સક્ષમ બનશે. પરમાણુ વૈજ્ઞાનિક ડો. અનિલ કાકોડકરના વિઝનનો ઉલ્લેખ કરતા નિષ્ણાતો જણાવે છે કે, જોકે આ પ્રોજેક્ટમાં સમય લાગ્યો, જે ‘મેક ઇન ઇન્ડિયા’નું એક મોટું ઉદાહરણ છે. આ ભારતની ‘ઊર્જા સાર્વભૌમત્વ’નું ઘોષણાપત્ર જેવું છે. કલ્પક્કમ સ્થિત પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર આ માટે ખાસ છે ઇંધણની બચત - આ રિએક્ટર ઉપયોગમાં લેવાયેલા ઇંધણને ફરીથી રિસાયકલ કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે. સુરક્ષા - લિક્વિડ સોડિયમનો ઉપયોગ, જે વીજળી ન હોવા છતાં પણ રિએક્ટરને જાતે જ ઠંડુ રાખી શકે છે. 72 વર્ષ પહેલા હોમી ભાભાએ આ વિઝન રજૂ કર્યું હતું. 22 વર્ષ લાગ્યા રિએક્ટરના નિર્માણમાં. 7,700 કરોડ રૂ. કુલ ખર્ચ. 100% સ્વદેશી ટેકનોલોજી.
Read Original Article →