નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર:ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા દરેક બાળકને આજીવન મફતમાં ઇન્સ્યુલિન મળશે
આજે એટલે કે 30 એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય ને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 હેઠળ ભારતના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નવી ગાઇડલાઇન એટલે કે નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ નીતિ પાછળ ગુજરાતના વિસનગરના જોષી પરિવારની આઠ વર્ષની મહેનત છે. પરિવારની બે દીકરીઓએ ડૉ. સ્મિતા જોષી તથા ડૉ. શુક્લાબેન રાવલે ગુજરાત જ નહીં, ભારતભરના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન સહિતની સારવાર મળે તે માટેનું બીડું ઝડપ્યું હતું. એ વાત પણ ખાસ છે કે અમેરિકા પણ ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યુલિન આપતું નથી, જ્યારે ભારતમાં હવે દરેક બાળકને આ સારવાર સરકારી હૉસ્પિટલમાં ફ્રીમાં મળશે. આ નીતિ હેઠળ હવે ભારતની તમામ સરકારી જિલ્લા હૉસ્પિટલમાં વિના મૂલ્યે ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલિન ઉપરાંત ફ્રી ગ્લુકોમીટર, ફ્રી સ્ટ્રીપ્સ, પ્સ, ફ્રી લેબોરેટરી ટેસ્ટ, ફ્રી મેડિકલ ચેકઅપ ફોર કોમ્પલીકેશન્સ જેવી સુવિધા મળશે. આ ઉપરાંત ભારતભરમાં આંગણવાડી તથા શાળાોમાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. નોંધનીય છે કે જાન્યુઆરી, 2024માં ડૉ. સ્મિતા તથા ડૉ. શુક્લાને દિલ્હીમાં નીતિ આયોગે દેશના 8 લાખ ટાઇપ 1 ડાયાબિટીસ બાળકો માટે નેશનલ ડ્રાફ્ટ બનાવવાની પ્રપોઝલ મૂકી. ત્યારબાદ તેમના ડૉ. રાજ તથા ડૉ. મને આ ડ્રાફ્ટ બનાવ્યો અને 22 જાન્યુઆરી, 2024એ આ ડ્રાફ્ટ નીતિ આયોગમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર, 2025માં ટાઇપ 1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડૉ. સ્મિતાબેન તથા ડૉ. શુક્લાબેને શરૂઆત મહેસાણા જિલ્લાથી કરી. તેમણે મહેસાણા જિલ્લામાં બાળકોને ગ્લુકોમીટર, સ્ટ્રીપ્સ, ઈન્સ્યુલિન વગેરે પહોંચાડી, એમના ફ્રી લેબોરેટરી બ્લડ ટેસ્ટ, કીડની ની તપાસ, આંખોની તપાસ સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપી. આ ઉપરાંત તેમણે સમાજમાં ટાઇપ 1 ડાયાબિટીસ પ્રત્યે જનજાગૃત્તિ આવે તે માટે ભારતભરમાં સ્વ ખર્ચે કાર યાત્રા કરી. અમેરિકામાં પણ આ આ રીતની કાર યાત્રા કરીને ટાઇપ 1 ડાયાબિટીસ પ્રત્યે અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકામાં 2023માં ટાઇપ-૧ ડાયાબિટીસ અવેરનેસ મીટ એન્ડ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક સારવાર મળે તે માટે બંને જોષી સિસ્ટર્સે ભારત તથા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. સતત છ વર્ષ સુધી પ્રયાસો કર્યા. તેમણે અનેકવાર દિલ્હીના ઉચ્ચ અધિકારીઓને મળ્યા. આ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે સરકાર NCD (નોન કમ્યુનિકેબલ ડિસિસિ)થી એક પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામમાં 30 વર્ષથી ઉપરના વયના લોકોને ડાયાબિટીસ થયો હોય તો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય બાળક સુરક્ષા કાર્યક્રમમાં નાના ઉંમરના બાળકોનો સમાવેશ થતો નહોતો. શાળા આરોગ્ય કાર્યક્રમમાં પણ ડાયાબિટીસ ધરાવતા બાળકો સામેલ નહોતા. સતત પ્રયાસો બાદ ગુજરાત સરકારે 2023-24માં ડાયાબિટીસ બાળકો માટે 13 કરોડ 88 લાખ રૂપિયા ફાળવ્યા અને તેમાંથી ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યૂલિન મળશે તે નિર્ણય લેવામાં આવ્યો. અમેરિકાના ભારતીય મૂળના એસોસિયેશને 28 નવેમ્બરને ટાઇપ 1 ડાયાબિટીસ દિવસ જાહેર કર્યો છે.
Read Original Article →