પેટ્રોલિયમ મંત્રી બોલ્યા-ભારત પાસે 60 દિવસનું ક્રૂડ ઓઇલ છે:45 દિવસનો LPG સ્ટોક છે; પીએમની વાતોનો મનફાવે એવો અર્થ ન કાઢો
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે જણાવ્યું કે ભારત પાસે 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસની LNG અને 45 દિવસની LPGનો સ્ટોક છે. સપ્લાયના મામલે કોઈ મુશ્કેલી નથી. હરદીપ પુરીએ દિલ્હીમાં આયોજિત CII એન્યુઅલ બિઝનેસ સમિટમાં પીએમની બચતની અપીલનો પણ ઉલ્લેખ કર્યો. પુરીએ કહ્યું કે પીએમએ બે દિવસ પહેલા જે વાતો કહી છે. તેને લઈને અફરા-તફરી મચાવવી નકામી છે. પીએમની વાતોને ધ્યાનથી સાંભળો. તેનો મનફાવે એવો અર્થ ન કાઢો. ખરેખરમાં પીએમ મોદી સતત બે દિવસથી લોકોને ઇંધણ અને સંસાધનોનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે જ્યાં શક્ય હોય ત્યાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો અને મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. વિદેશી યાત્રાઓથી બચો. હરદીપ પુરી બોલ્યા- તેલ કંપનીઓને દરરોજ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન હરદીપ પુરીએ સમિટમાં કહ્યું કે સરકારે પશ્ચિમ એશિયા સંકટને કારણે ઉર્જા સપ્લાયમાં આવેલી અડચણોનો બોજ સામાન્ય જનતા પર પડવા દીધો નથી. તેલ કંપનીઓને દરરોજ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, તો ખોટ 1,98,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની છે. જો તમે ત્રિમાસિક આંકડાઓ જુઓ તો કુલ નુકસાન 1 લાખ કરોડ રૂપિયાનું છે. આવા સંજોગોમાં, તમે તેને ક્યાં સુધી આ રીતે જાળવી રાખી શકો છો? તેલની કિંમતો ક્યાં પહોંચી ગઈ છે? પહેલા તે લગભગ $64 કે $65 આસપાસ હતી. હવે તે વધીને $115 પ્રતિ બેરલના સ્તર સુધી પહોંચી ગઈ છે. પુરીએ કહ્યું - LPG ઉત્પાદન 36,000 થી વધારીને 54,000 મેટ્રિક ટન કર્યું હરદીપ પુરીએ કહ્યું- દુનિયાની કુલ ઊર્જાનો 20% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતો હતો. આપણા ક્રૂડ ઓઇલની આયાતનો 85 ટકા હિસ્સો ત્યાંથી આવતો હતો. પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે આપણી LPG એટલે કે તે સિલિન્ડરવાળી ગેસ જેને તમે તમારી રસોઈમાં વાપરો છો. તેનો લગભગ 60% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતો હતો. હવે જ્યારે તે રસ્તો બંધ થયો ત્યારે અમારે તેના માટે વ્યવસ્થા કરવી પડી. આ સંકટ પહેલાં, અમારું ઘરેલું LPG ઉત્પાદન દરરોજ 35,000 કે 36,000 મેટ્રિક ટન હતું. અમે અમારા ઘરેલું ઉત્પાદનને 36,000 થી વધારીને 54,000 મેટ્રિક ટન સુધી પહોંચાડી દીધું. આ પોતાનામાં એક આશ્ચર્યજનક સિદ્ધિ છે. 7 પ્રશ્ન-જવાબ; 60 દિવસનું તેલ-ગેસ છે, છતાં ખર્ચ ઓછો રાખો 1. દેશ પાસે કેટલો ભંડાર છે? વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુરમાં ભૂગર્ભ ભંડારમાં 5.33 MMT (મિલિયન મેટ્રિક ટન) ક્રૂડ ઓઇલ રાખવાની ક્ષમતા છે. હાલમાં તે લગભગ 64% (3.37 MMT) ભરેલું છે, જે લગભગ 9.5 દિવસની જરૂરિયાત પૂરી કરી શકે છે. જો તેલ કંપનીઓના સ્ટોક અને વ્યૂહાત્મક ભંડારને ભેગા કરવામાં આવે, તો હાલમાં કુલ 60 દિવસનું ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસની એલપીજી ઉપલબ્ધ છે. 2. પૂરતો સ્ટોક કેટલો હોય છે? આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના ધોરણો અનુસાર, દેશોએ ઓછામાં ઓછા 90 દિવસની આયાત જેટલો ભંડાર રાખવો જોઈએ. ભારત આ લક્ષ્યથી થોડું પાછળ છે, પરંતુ 60-74 દિવસનો બેકઅપ સુરક્ષિત સ્તર માનવામાં આવે છે. 3. તો પછી ઇંધણમાં કરકસર શા માટે? પીએમની અપીલનો હેતુ તેલની અછત નહીં, પરંતુ ડોલરની બચત છે. ભારત તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ વિદેશથી ખરીદે છે જેના માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. યુદ્ધને કારણે તેલ મોંઘું થઈ ગયું છે, જેનાથી દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઘટી રહ્યો છે. 4. બીજા જ દિવસે સ્પષ્ટતા શા માટે કરવામાં આવી? પીએમ મોદીના ‘બચત’ વાળા નિવેદન પછી જનતામાં ગભરાટભરી ખરીદી (પૅનિક બાઇંગ) શરૂ થઈ ગઈ હતી. લોકોને લાગ્યું કે કદાચ લૉકડાઉન જેવું કંઈક થવાનું છે અથવા પેટ્રોલ પંપ સુકાઈ જશે. આ ડર દૂર કરવા માટે જણાવવું પડ્યું કે હજુ ભરપૂર સ્ટૉક છે. 5. દેશ દરરોજ કેટલું તેલ વાપરે છે, તેના પર કેટલો ખર્ચ થાય છે? ભારતમાં દરરોજ લગભગ 50 લાખ બેરલ ક્રૂડ તેલનો વપરાશ થાય છે. યુદ્ધ પહેલાં આપણે દરરોજ $33 કરોડ (લગભગ 3141 કરોડ રૂ.) ખર્ચ કરતા હતા, જે હવે $50 કરોડ (લગભગ 4,760 કરોડ) થઈ ગયો છે. એટલે કે દરરોજ 1619 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. 6. શું પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? નિષ્ણાતો કહે છે કે તેલ કંપનીઓની ખોટ ઘટાડવા માટે 15 મેની આસપાસ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ₹4 થી ₹5 પ્રતિ લિટરનો વધારો થઈ શકે છે. LPG સિલિન્ડરના ભાવ પણ ₹50 રૂ. સુધી વધી શકે છે. 7. શું પહેલાં આવી કટોકટી આવી હતી? સૌથી મોટી કટોકટી 1991માં આવી હતી, ત્યારે ભારત પાસે તેલનો સંગ્રહ કરવાનું કોઈ સાધન ઉપલબ્ધ નહોતું. વર્ષ 2021-22માં કોરોનાકાળ દરમિયાન પણ વ્યૂહાત્મક ભંડાર ઘણો ઘટી ગયો હતો.
Read Original Article →