ભારત દુનિયાની 5મી સૌથી મોટી ડિજિટલ ઇકોનોમી:જર્મની, ફ્રાન્સ, જાપાન અને કેનેડાથી આગળ; AI ઇન્ડેક્સમાં ચોથું સ્થાન

National5/30/2026, 3:22:18 AM
ભારત દુનિયાની 5મી સૌથી મોટી ડિજિટલ ઇકોનોમી:જર્મની, ફ્રાન્સ, જાપાન અને કેનેડાથી આગળ; AI ઇન્ડેક્સમાં ચોથું સ્થાન
ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ઇન્ડિયાઝ ડિજિટલ ઇકોનોમી (સાઇડ) 2026 રિપોર્ટ અનુસાર, ભારત પાંચમી સૌથી વધુ ડિજિટલાઇઝ્ડ ઇકોનોમી બની ગયું છે. 2025માં તે આઠમા સ્થાને હતું. જ્યારે દેશ AI પ્રદર્શનના મામલે ચિપ્સ-AI ઇન્ડેક્સમાં અમેરિકા, ચીન અને સિંગાપોર પછી ચોથા સ્થાને છે. આ ઉછાળો ડિજિટલ કનેક્ટિવિટી, ફિનટેક વિકાસ અને નવીન ક્ષમતામાં સુધારાનું પરિણામ છે. દુનિયાની જીડીપીના 96%ને આવરી લેતા 71 દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ દર્શાવે છે કે ભારત ડિજિટલ પ્રદર્શનમાં જર્મની, ફ્રાન્સ, જાપાન અને કેનેડા સહિતની મુખ્ય વિકસિત અર્થવ્યવસ્થાઓથી આગળ નીકળી રહ્યું છે. ભારતે ડિજિટલ માધ્યમોથી લગભગ 31 લાખ કરોડ રૂપિયાનો વેપાર કર્યો અને દુનિયાના બીજા સૌથી મોટા AI ટેલેન્ટનું હબ છે. વિશ્વના 72% AI યુઝર્સ વિકાસશીલ દેશોમાં રિપોર્ટનો સૌથી મોટો નિષ્કર્ષ એ છે કે વિશ્વના 72% AI યુઝર્સ હવે વિકાસશીલ દેશોમાં છે. ભારત અને ચીન મળીને વૈશ્વિક AI ઉપયોગનો લગભગ 40% હિસ્સો ધરાવે છે. ભારત એકલું વૈશ્વિક AI યુઝર્સનો લગભગ 26% હિસ્સો ધરાવે છે. રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી મોટો પડકાર ભારતમાં AI નો ઉપયોગ અને પ્રતિભા તો ઘણી છે, પરંતુ વૈશ્વિક ખાનગી AI રોકાણનો માત્ર 1% હિસ્સો જ મળે છે. એડવાન્સ ચિપ્સ, કમ્પ્યુટિંગ ક્ષમતા અને મોટા AI મોડેલ્સ હજુ પણ અમુક જ દેશો પાસે કેન્દ્રિત છે. નિષ્ણાતોના મતે, ભારતે તેના ડિજિટલ સ્કેલને ઇનોવેશન માટે વધુ રોકાણ, સંશોધન અને સ્ટાર્ટઅપ-યુનિવર્સિટી સહયોગને મજબૂત બનાવવો પડશે. ---------------------------------------- આ સમાચાર પણ વાંચો… AIના યુગમાં હવે માણસો કહાની કહેતા શીખે: Nvidia CEO હુઆંગે કહ્યું- બાળકો કયો વિષય ભણે, તેના કરતાં 'કેવી રીતે શીખે' તે વધુ જરૂરી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઝડપી દુનિયામાં અવારનવાર આ સવાલ ઉઠે છે કે બાળકોએ હવે કયો વિષય ભણવો જોઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત રહે. પરંતુ દુનિયાની સૌથી મોટી AI ચિપ કંપની એનવીડિયાના CEO જેસન હુઆંગનો અભિપ્રાય આનાથી બિલકુલ અલગ છે.
Read Original Article →