હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના જંગલોમાં લાગેલી આગ:ધૂમાડાને કારણે પહાડોમાં વિઝિબિલિટી ઘટી; વાયુસેનાનું ઓપરેશન ચાલુ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના જંગલોમાં લાગેલી આગ હવે મોટા સંકટનું સ્વરૂપ લઈ રહી છે. હિમાચલ પ્રદેશના સોલનના કસૌલીમાં લાગેલી આગ સૈન્ય સ્થાપનો અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ. આ પછી ભારતીય વાયુસેનાને રાહત અભિયાનમાં ઉતારવી પડી. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં જંગલની આગ ગંગોત્રી હાઈવે સુધી પહોંચી ગઈ અને ધુમાડાથી ઘેરાયેલા એક ગેસ્ટ હાઉસમાંથી 70 યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવા પડ્યા. જ્યારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને રામબન જિલ્લાઓમાં ઘણા દિવસોથી જંગલો સળગી રહ્યા છે અને ઘણા ગામો આગની ઝપેટમાં આવી ગયા. ધુમાડાના ગાઢ ગોટેગોટાને કારણે પહાડોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે અને ઘણા વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તીવ્ર ગરમી, સૂકા જંગલો અને તેજ પવનોને કારણે આગ સતત ફેલાઈ રહી છે. હિમાચલમાં વાયુસેનાએ રાત્રે પણ હેલિકોપ્ટર ઓપરેશન ચાલુ રાખ્યું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં દુર્ગમ પહાડી વિસ્તારો અને તેજ પવનોને કારણે રાહત અભિયાન પ્રભાવિત થઈ રહ્યું છે. ઉત્તરાખંડ: 3 લોકોના મોત, 340 હેક્ટરથી વધુ જંગલ રાખ હિમાચલ પ્રદેશ: કસૌલી 27 કલાકથી સળગી રહ્યું છે કસોલી બીટમાં 26 મે બપોરથી 27 કલાક સુધી સતત આગ ભભૂકી રહી છે. તેનાથી લગભગ 10 હેક્ટર વન વિસ્તાર પ્રભાવિત થયો છે. આગથી સૈન્ય સ્થાપનો અને રહેણાંક વિસ્તારો સુધી ખતરો પહોંચી ગયો છે.
ઘટનાસ્થળે વાયુસેનાના 4 MI-17 V5 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિસ્તારમાં 62,500 લિટર પાણી છોડવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર: 4 દિવસથી અનેક વિસ્તારોમાં આગ ઉધમપુરના ઉત્તરીય ભાગમાં આવેલા જંગલોમાં તો ચાર દિવસથી આગ લાગી છે. રામનગર ફોરેસ્ટ ડિવિઝનના અનેક કમ્પાર્ટમેન્ટ પણ આગથી પ્રભાવિત થયા છે. અનેક ગામો અને વિસ્તારો આગની ઝપેટમાં આવ્યા. લોકોમાં તેનાથી ભય ફેલાયો. તેજ પવનોથી આગ ઝડપથી ફેલાઈ. સ્થાનિક લોકો અને વન વિભાગ સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે.
Read Original Article →