હિમાચલમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન:કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, ચંબામાં પુલ તૂટ્યો; લાહૌલમાં ગાડી પર ખડક પડતા દંપતી ઘાયલ
હિમાચલ પ્રદેશમાં એક સપ્તાહથી થઈ રહેલા વરસાદને કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. કુલ્લુના બરશેણીમાં ગઈ રાત્રે એક ચાલતી કાર પર પહાડી પરથી કાટમાળ પડ્યો. જેના કારણે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે ચંબાના ભરમૌરમાં આજે સવારે પહાડ ધસી પડતાં નિર્માણાધીન સિંયૂર પુલ ક્ષતિગ્રસ્ત થયો. લાહૌલ સ્પીતિના મોસુમા થેતુપ કુરકુર ખાતે સોમવારે બપોર પછી પહાડ પરથી પડેલા મોટા પથ્થરથી પશ્ચિમ બંગાળનું દંપતી ઘાયલ થયું હતું. ચંબામાં સિંયૂર પુલ રાવી નદીમાં સમાયો હિમાચલ પ્રદેશના ચંબામાં આજે સવારે ભૂસ્ખલનને કારણે એક નિર્માણાધીન પુલ તૂટી ગયો. ભરમોર અને હોલી વિસ્તારને જોડતો સિંયૂર પુલ રાવી નદીમાં સમાઈ ગયો. આ પછી, વિસ્તારના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોક નિર્માણ વિભાગ (PWD) દ્વારા આ પુલનું નિર્માણ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહ્યું હતું. લગભગ 4 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ પુલના બંને છેડે સ્ટીલની રેલિંગનું કામ પૂર્ણ થયું હતું. આગામી કેટલાક મહિનાઓમાં તેના પર વાહનોની અવરજવર શરૂ થવાની અપેક્ષા હતી. 200 ફૂટ ઊંચાઈ સુધી ઉડ્યા ધૂળના ગોટેગોટા આ પહેલા આજે સવારે આઠ વાગ્યાની આસપાસ પહાડી પરથી ભારે કાટમાળ અને ખડકો પુલ પર પડ્યા. જેના કારણે પુલનો એક ખૂણો નદીમાં સમાઈ ગયો. ભૂસ્ખલન બાદ જોરદાર અવાજો સંભળાયા અને 200 ફૂટ ઊંચાઈ સુધી ધૂળના ગોટેગોટા ઉડ્યા. મોટા વાહનો માટે બનાવવામાં આવી રહ્યો હતો લોખંડનો પુલ આ પુલ મોટા વાહનોની અવરજવર માટે બનાવવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત એક અન્ય લાકડાનો પુલ છે, જેના પર ફક્ત નાના વાહનોની અવરજવર થાય છે. દુર્ગમ વિસ્તાર ભરમૌરમાં ખડામુખ-હોલી માર્ગ બંધ થવા પર આ પુલનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ થતો હતો. ચોમાસાની સિઝનમાં એક મહિના સુધી આ જ પુલ પરથી ચાલ્યો ટ્રાફિક ગઈ ચોમાસાની સીઝનમાં ખડામુખ-હોલી રોડ બંધ થયા પછી એક મહિના સુધી લાકડાના પુલ પરથી ટ્રાફિક ચાલ્યો હતો. પરંતુ હવે પુલ બંધ થવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડશે. સ્થાનિક લોકોએ પ્રશાસન અને વિભાગીય અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવવા અને જરૂરી પગલાં લેવાની માંગ કરી છે. ભૂસ્ખલનથી પશ્ચિમ બંગાળનું દંપતી ઘાયલ જણાવી દઈએ કે પહાડો પર છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી રહી છે. ગયા સોમવારે બપોર પછી પણ લાહૌલના મોસુમા થેતુપ કુરકુર ખાતે પહાડી પરથી મોટો પથ્થર પડ્યા બાદ સીધો HP-01-KA-3006 નંબરની ગાડી પર પડ્યો. આ અકસ્માતમાં કારમાં સવાર પશ્ચિમ બંગાળના દંપતી મનોજીત સિંહ રોય અને તેમની પત્ની પોલિની સિંઘા ઘાયલ થયા હતા, જ્યારે ડ્રાઈવર સુરક્ષિત છે. ઘાયલ દંપતીને કેલાંગ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ કુલ્લુ રિફર કરવામાં આવ્યા છે. બંનેની હાલત જોખમની બહાર છે. મનાલીમાં પણ રસ્તો ધસી પડ્યો હતો મનાલીમાં પણ ચચોગા પાસે રસ્તો ધસી ગયો. આનાથી વાહનચાલકોની સાથે રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ્લુ-મનાલીમાં ઘણી જગ્યાએ ચોમાસા પહેલા જ આ રીતે જમીન ધસવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે.
Read Original Article →