'કેજરીવાલના ઘરમાં રાઘવ ચઢ્ઢાને મરઘો બનાવ્યા':4 લોકોએ માર માર્યો, રડતા રહ્યા પણ કોઈએ સાથ ન આપ્યો; આંખ પર ઈજા થઈ, AAPના પૂર્વ અધ્યક્ષનો દાવો
આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ વિવાદ વધી રહ્યો છે. હરિયાણામાંથી AAPના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નવીન જયહિંદે AAP નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જયહિંદે વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢાને દિલ્હીમાં કેજરીવાલના શીશમહેલ (CM હાઉસ)માં બોલાવીને 'મરઘો' બનાવીને માર મારવામાં આવ્યો હતો. 4 નેતાઓની સામે તેમની સાથે મારપીટ થઈ હતી. જયહિંદે એમ પણ કહ્યું કે મારપીટમાં રાઘવની આંખ પર ઈજા થઈ હતી. આ ઈજાની સારવાર કરાવવા માટે જ રાઘવ ઈંગ્લેન્ડ ગયા હતા. લોકો લાગ્યું કે રાઘવ હનીમૂન મનાવવા માટે ઈંગ્લેન્ડ ગયા છે. રાઘવે જાહેરમાં બધા ખુલાસા કરવા જોઈએ. બીજી તરફ, રાઘવ ચઢ્ઢાએ પણ ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ શુક્રવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો મેસેજ છે. રાઘવ ચઢ્ઢાની સોશિયલ મીડિયા પોસ્ટ… જાણો નવીન જયહિંદે રાઘવ ચઢ્ઢા વિશે શું કહ્યું… જયહિંદ બોલ્યા- મેં પોતે પાર્ટી છોડી રાઘવ ચઢ્ઢા સાથે મારપીટનો દાવો કર્યા બાદ દિવ્ય ભાસ્કર એપની ટીમે નવીન જયહિંદ સાથે વાતચીત કરી. જયહિંદે જણાવ્યું કે રાઘવ ચઢ્ઢા સાથે મારપીટની આ ઘટના 2024 દરમિયાનની છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલા આ મામલો બન્યો હતો. રાઘવની મારપીટ દરમિયાન ત્યાં કયા ચાર લોકો હાજર હતા, તેનો પણ ખુલાસો જલ્દી કરીશ. જયહિંદને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે પણ પાર્ટીમાંથી નીકળતી વખતે આવું જ થયું હતું, તો જયહિંદે કહ્યું કે મારી સાથે આવું કરવાની હિંમત કોઈમાં નથી. જ્યારે રાજનીતિથી મન ભરાઈ ગયું ત્યારે પોતે પાર્ટી છોડી દીધી. હવે જાણો કોણ છે નવીન જયહિંદ… 2011માં અન્ના હઝારેના આંદોલન સાથે જોડાયા રોહતકના રહેવાસી નવીન જયહિંદ વર્ષ 2011માં અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે જોડાયા હતા. જ્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી, ત્યારે નવીન જયહિંદ તેના સ્થાપક સભ્યોમાંથી એક હતા. તેમને હરિયાણામાં પાર્ટીને ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અન્ના હઝારેના આંદોલન દરમિયાન જ તેમની મુલાકાત સ્વાતિ માલીવાલ (AAPના રાજ્યસભા સાંસદ) સાથે થઈ અને 23 જાન્યુઆરી 2013ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. 2014માં ચૂંટણી લડી, 2016માં પ્રદેશ અધ્યક્ષ બન્યા 2016માં નવીન જયહિંદને હરિયાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ હરિયાણામાં અનેક વિરોધ પ્રદર્શનો કર્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે રોહતક બેઠક પરથી ચૂંટણી પણ લડી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. ધીમે ધીમે જયહિંદ અને AAPના કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે મતભેદો વધવા લાગ્યા. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીમાં એક જ પરિવારનો એકાધિકાર થઈ ગયો છે. 2022માં પાર્ટીથી છેડો ફાડ્યો, જયહિંદ સેના બનાવી ફેબ્રુઆરી 2020માં તેમના સ્વાતિ માલીવાલ સાથે છૂટાછેડા થઈ ગયા. 2022માં જયહિંદે પોતાને પાર્ટીથી અલગ કરી લીધા. તેમણે કહ્યું કે હવે તેમનું રાજકારણથી મન ભરાઈ ગયું છે. આ પછી તેમણે જયહિંદ સેના નામનું એક સંગઠન બનાવ્યું. હાલમાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે એક્ટિવ છે. સંસદના છેલ્લા 2 સત્રોમાં ચઢ્ઢા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ શિયાળુ સત્ર 2025 ગિગ વર્કર્સનો મુદ્દો: બ્લિંકિટ, ઝોમેટો અને સ્વિગી જેવા ડિલિવરી પાર્ટનર્સના ઓછા વેતન, 10-મિનિટ ડિલિવરી મોડેલ અને સામાજિક સુરક્ષાનો અભાવ. ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ: કોપીરાઈટ એક્ટ 1957માં સુધારાની માંગ કરી, જેથી શિક્ષકો અને ઇન્ફ્લુએન્સર્સને અલ્ગોરિધમ અને ખોટા 'ટેકડાઉન'થી બચાવી શકાય. સ્વાસ્થ્ય ક્ષેત્ર: 'એક દેશ, એક સ્વાસ્થ્ય સારવાર' (One Nation, O ne Health Treatment)ની હિમાયત કરી અને સરકારી હોસ્પિટલોની ખરાબ હાલત પર ચિંતા વ્યક્ત કરી. બજેટ સત્ર 2026 ખાદ્ય ભેળસેળ: રાજ્યસભામાં યુરિયા અને અન્ય ભેળસેળનો મુદ્દો ઉઠાવ્યો. એરપોર્ટ પર સસ્તું ભોજન: યાત્રીઓને સસ્તું ભોજન મળે, તે માટે તમામ 150+ એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં સસ્તું કેફેની માંગ કરી. 28-દિવસનું રિચાર્જ: મોબાઇલ રિચાર્જ 28 દિવસને બદલે આખા કેલેન્ડર મહિના (30 કે 31)નું હોય, બચેલો ડેટા આવતા મહિને જોડાઈ જાય. બેંક પેનલ્ટી: મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતા દંડને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સંયુક્ત ઇનકમ ટેક્સ ફાઇલિંગ: વિવાહિત યુગલો માટે એકસાથે ઇનકમ ટેક્સ ફાઇલિંગનો વિકલ્પ આપવામાં આવે. પિતૃત્વ રજા: ભારતમાં પિતૃત્વ રજા (paternity leave) ને કાનૂની અધિકાર બનાવવો જોઈએ.
Read Original Article →