યુપી-બિહારમાં વાવાઝોડા-વીજળી પડવાથી 31 લોકોનાં મોત:હરિયાણામાં 15 હજાર વૃક્ષો ઉખડી ગયા; રાજસ્થાનમાં પારો 8°C સુધી ગગડ્યો

National5/5/2026, 5:27:35 AM
યુપી-બિહારમાં વાવાઝોડા-વીજળી પડવાથી 31 લોકોનાં મોત:હરિયાણામાં 15 હજાર વૃક્ષો ઉખડી ગયા; રાજસ્થાનમાં પારો 8°C સુધી ગગડ્યો
રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ચક્રવાત બનવાથી દેશના મોટા ભાગમાં હવામાન બદલાઈ ગયું છે. દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને તમિલનાડુ સુધી વાદળોનો લાંબો ટ્રફ બનેલો છે, જેના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદની અસર છે. છેલ્લા 24 કલાકમાં પણ બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ થયો છે. યુપીમાં વાવાઝોડા-વરસાદના કારણે 8 લોકોનાં મોત થયા છે. પીલીભીતમાં ઈંટ-ભઠ્ઠાની 100 ફૂટ ઊંચી ચીમની ધરાશાયી થઈ ગઈ. ગાઝીપુરમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ. બિહારમાં સોમવારે 22 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો. વીજળી પડવાથી 7 બાળકો સહિત 23 લોકોનાં મોત થયા. 2 મહિલાઓ દાઝી ગઈ. આજે 18 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં સોમવારે એક દિવસમાં તાપમાનમાં 8°C નો ઘટાડો થયો. જયપુર સહિત ઘણા શહેરોનું મહત્તમ તાપમાન 35°C થી ઓછું રહ્યું. હરિયાણામાં ભારે વાવાઝોડાથી 15 હજારથી વધુ વૃક્ષો ઉખડી ગયા. હિમાચલ પ્રદેશના સોલનનું તાપમાન સોમવારે 4.8°C રહ્યું. આ મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. આ પહેલા 14 મે 2021ના રોજ 9.4°C તાપમાન રહ્યું હતું. તાબોનું તાપમાન 3.5°C અને કુકુમસૈરીનું 4.1°C રહ્યું. દેશભરમાંથી હવામાન સંબંધિત 3 તસવીરો… રાજ્યોના હવામાનનો હાલ… મધ્ય પ્રદેશ: રાજ્યમાં સ્ટ્રોંગ સિસ્ટમ એક્ટિવ, ભોપાલ સહિત 39 જિલ્લાઓમાં આજે એલર્ટ મધ્યપ્રદેશમાં મે મહિનામાં આકરી ગરમીની જગ્યાએ વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ છે. સોમવારે 15 જિલ્લામાં વરસાદ અને કરાનો પ્રભાવ રહ્યો. ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાયો. હવામાન વિભાગે આજે ભોપાલ સહિત 39 જિલ્લામાં ભારે પવન અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન: રાજ્યમાં 8°C સુધી પારો ગગડ્યો, આજે પણ વાવાઝોડા-વરસાદનું એલર્ટ; જેસલમેરમાં સૌથી વધુ ગરમી રાજસ્થાનમાં વાવાઝોડું, વરસાદ અને કરા પડવાને કારણે એક દિવસમાં તાપમાનમાં 8°C નો ઘટાડો થયો. જયપુર, અલવર, સીકર, પિલાની સહિત અનેક શહેરોનું મહત્તમ તાપમાન સોમવારે 35°C થી ઓછું રહ્યું. 5 અને 6 મેના રોજ પણ રાજ્યના 11 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ છે. બિહાર: વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાને કારણે 14 લોકોનાં મોત, આજે 18 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ બિહારમાં સોમવારે વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાને કારણે 20 લોકોનાં મોત થયા. 2 મહિલાઓ દાઝી ગઈ. હવામાન વિભાગે આજે પણ રાજ્યના 18 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ: રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, કરા પડવાની પણ સંભાવના, કેદારનાથમાં સ્નોફોલ ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યના પર્વતીય અને મેદાની વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશ: રાજ્યમાં ઉનાળાની ઋતુમાં 'ઠંડી'નો રેકોર્ડ, સોલનનું તાપમાન 4.8°C પહોંચ્યું હિમાચલ પ્રદેશના સોલનનું તાપમાન સોમવારે 4.8°C રહ્યું. આ મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન રહ્યું છે. આ પહેલા 14 મે 2021ના રોજ 9.4°C તાપમાન રહ્યું હતું. તાબોનું તાપમાન 3.5°C અને કુકુમસૈરીનું 4.1°C રહ્યું.
Read Original Article →