ગુરુગ્રામમાં મેનેજરને મારીને રમખાણો ભડકાવવાનું પ્લાનિંગ:કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપ્સમાં મેસેજ- બિયરની બોટલમાં પેટ્રોલ ભરો; અત્યાર સુધીમાં 61ની ધરપકડ

National4/14/2026, 7:55:59 AM
ગુરુગ્રામમાં મેનેજરને મારીને રમખાણો ભડકાવવાનું પ્લાનિંગ:કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપ્સમાં મેસેજ- બિયરની બોટલમાં પેટ્રોલ ભરો; અત્યાર સુધીમાં 61ની ધરપકડ
મેસેજ 1- ‘મેનેજર રામબીરને મારવાનો છે.’ મેસેજ 2- 'આગળ પોલીસવાળા છે, પાછળથી આવો અને આગ લગાડી દો.' મેસેજ 3- "દુકાન પરથી બિયર લઈને આવજો અને પેટ્રોલ ભરીને આગ લગાડી દેજો.' 9 એપ્રિલે ગુરુગ્રામના માનેસર IMTમાં પગાર વધારાને લઈને થયેલા પ્રદર્શન દરમિયાન કર્મચારીઓ અને મજૂરોના વોટ્સએપ ગ્રુપ્સમાં આ પ્રકારના ઘણા મેસેજ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપ્સમાં અલગ-અલગ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને મજૂરો એડ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જ મેસેજ પછી ત્યાં પથ્થરમારો થયો હતો. ભીડ બેકાબૂ બની અને પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રકારના મેસેજ કરનારા બહારના લોકો છે. જાણી જોઈને કર્મચારીઓને ઉશ્કેરવામાં આવ્યા. તેઓ કંપનીઓને પેટ્રોલ બોમ્બથી સળગાવવાનું આયોજન કરી રહ્યા હતા. ઘણી જગ્યાએ આગચંપી અને તોડફોડ પણ થઈ. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 61 લોકોની ધરપકડ કરી છે. જેમાં 15 મહિલાઓ પણ છે. કેટલાકને જામીન મળી ચૂક્યા છે. બાકીના ભોંડસી જેલમાં બંધ છે. જાણો વોટ્સએપ ગ્રુપ્સમાં કેવી રીતે બની પ્લાનિંગ… હવે જાણો કે કેવી રીતે વિવાદ શરૂ થયો… અધિકારીઓએ કંપની માલિકો સાથે મીટિંગ કરી DCP પ્રબીના અને લેબર કમિશનર નવીન કૌશિકે સોમવારે IMT માનેસર સ્થિત વિવિધ કંપનીઓના માલિકો/પ્રતિનિધિઓ અને તેમના કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી. સાથે જ નિર્ધારિત વેતન ચૂકવવા, નોટિસ બોર્ડ પર વેતન સંબંધિત માહિતી લખવા, કર્મચારીઓ વચ્ચે શાંતિ જાળવી રાખવા અને મજૂરો સાથે દુર્વ્યવહાર ન કરવાના કડક નિર્દેશ આપ્યા. પોલીસે મજૂરોને અફવાઓથી દૂર રહેવા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી.
Read Original Article →