JKમાં ગુલમર્ગ રોપવે અધવચ્ચે હવામાં અટક્યું, લગભગ 300 પ્રવાસીઓ ફસાયા:તેમાં બાળકો-વૃદ્ધો પણ, અનેક લોકો ગભરાઈને રડવા લાગ્યા; સેના-પોલીસનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

National5/25/2026, 10:30:43 AM
JKમાં ગુલમર્ગ રોપવે અધવચ્ચે હવામાં અટક્યું, લગભગ 300 પ્રવાસીઓ ફસાયા:તેમાં બાળકો-વૃદ્ધો પણ, અનેક લોકો ગભરાઈને રડવા લાગ્યા; સેના-પોલીસનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરનો પ્રખ્યાત ગુલમર્ગ રોપવે (ગુલમર્ગ ગોંડોલા) સોમવારે મોટી ટેક્નિકલ ખામી સર્જાયા બાદ અચાનક અટકી ગયું. અધ્ધર હવામાં રોપવેની તમામ કેબિનો અટકી જતાં સેંકડો પ્રવાસીઓ ફસાઈ ગયા. લગભગ 300 પ્રવાસીઓ ફસાયા હતા. યાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ. ઘટના બાદ ઘણા પ્રવાસીઓ ગભરાઈને રડવા લાગ્યા. નજરેજોનાર મુજબ બાળકો અને વૃદ્ધોમાં સૌથી વધુ ભયનો માહોલ જોવા મળ્યો. ઘટનાની જાણ થતાં જ શ્રીનગરથી સ્પેશિયલ રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ભારતીય સેના પણ હાજર છે. સેના, પોલીસ અને પ્રશાસને મોટા પાયે બચાવ અભિયાન શરૂ કર્યું છે. ઘટના અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તમામ કેબિનો અને તેમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. લોકોને બહાર કાઢવા માટે પ્રશિક્ષિત ટીમો ઓપરેશન ચલાવી રહી છે. ગભરાવાની કોઈ જરૂર નથી. આ ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. બધા કેબિન અને અંદર ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. ટીમો બચાવ કામગીરી કરી રહી છે. ગભરાવાની કોઈ જરૂર નથી." જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું, હું કેબલ કાર કેબિનમાં ફસાયેલા પ્રવાસીઓ માટે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું. મેં DGPને સ્થળ પર જવા નિર્દેશ આપ્યો છે. પોલીસ, સેના, SDRF, DC અને SSP ની સંયુક્ત ટીમ સ્થળ પર હાજર છે. ગુલમર્ગ રોપવે દુનિયાનો સૌથી ઊંચી કેબલ કાર સિસ્ટમ ગુલમર્ગ રોપવે એશિયાનો સૌથી ઊંચી અને સૌથી લાંબી કેબલ કાર પ્રોજેક્ટ છે, અને તે દુનિયાનો બીજો સૌથી મોટો અને સૌથી ઊંચી કેબલ કાર સિસ્ટમ છે. તે બે તબક્કામાં ગુલમર્ગના આધારથી કોંગડોરી અને પછી અફરવત શિખર સુધી જાય છે. અહીંથી બરફીલા શિખરોનો ભવ્ય નજારો દેખાય છે. ગુલમર્ગ ગોંડોલા દેશના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં ગણાય છે અને ઉનાળામાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. જોકે, ઘટના પછી સુરક્ષા ધોરણો અને જાળવણી અંગે સવાલો ઊભા થવા લાગ્યા છે.
Read Original Article →