અમિત શાહે કહ્યું- 15 દિવસ બંગાળમાં જ રહીશ:મમતાને ઘરમાં જ હરાવવાના છે, TMCને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં રોડ શો કર્યો હતો. તેમણે કહ્યું- હું 15 દિવસ બંગાળમાં જ રહેવાનો છું. ટીએમસીને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દેવા માટે દરેક વ્યક્તિએ ડર્યા વિના મતદાન કરવું. બંગાળના મતદારોને કોઈ ગુંડા રોકી શકશે નહીં. જ્યારે શાહનો કાફલો મમતા બેનર્જીના નિવાસસ્થાનથી થોડે દૂર કાલીઘાટ પહોંચ્યો, ત્યારે કાફલાની સામે ટીએમસીના કાર્યકરોએ "જય બાંગ્લા" અને "મમતા બેનર્જી ઝિંદાબાદ" અને “અમિત શાહ પાછા જાઓ”ના નારા લગાવ્યા અને કાળા ઝંડા ફરકાવ્યા હતા. આ પછી, ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બેરિકેડ ઉભા કર્યા અને ભીડને કાબૂમાં લીધી. અગાઉ, શાહે કોલકાતામાં એક રેલીમાં કહ્યું હતું કે, સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ મેં તેમને કહ્યું હતું કે આપણે મમતાને ફક્ત નંદીગ્રામમાં જ નહીં પરંતુ તેમના પોતાના ઘરમાં પણ હરાવવાના છે. મુખ્યમંત્રી મમતા પશ્ચિમ બંગાળના ભવાનીપુર અને નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની સામે સુવેન્દુ અધિકારીને બંને બેઠકો પરથી મેદાનમાં ઉતાર્યા છે. 3 મુખ્ય ચૂંટણી અપડેટ્સ પાંચ રાજ્યોમાં ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
Read Original Article →