સરકાર બોલી-ચૂંટણી કમિશનરની પસંદગી પેનલમાં જજ જરૂરી નથી:SCને કહ્યું- બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી, જજને સામેલ કરવો એ સંસદનો નિર્ણય છે

National5/17/2026, 4:06:41 AM
સરકાર બોલી-ચૂંટણી કમિશનરની પસંદગી પેનલમાં જજ જરૂરી નથી:SCને કહ્યું- બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી, જજને સામેલ કરવો એ સંસદનો નિર્ણય છે
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ચૂંટણી પંચ (EC)ના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરતી સમિતિમાં જજનું હોવું જરૂરી નથી. બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. કેન્દ્રએ કહ્યું કે કોઈ જજને પસંદગી સમિતિમાં સામેલ કરવું સંસદનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ તેને બંધારણીય મજબૂરી માની શકાય નહીં. કોર્ટમાં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023’ને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી હતી. આ કાયદા મુજબ, CEC અને ECની નિમણૂક માટે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને એક કેન્દ્રીય મંત્રીવાળી સમિતિ કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે વચગાળાની વ્યવસ્થામાં તેમાં ભારતના CJIને પણ સામેલ કર્યા હતા. 2023માં સુપ્રીમ કોર્ટે CJI વાળી સમિતિ બનાવી હતી માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ આ અંગે કાયદો ન બનાવે ત્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને CJI વાળી સમિતિની ભલામણ પર થશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર નવો કાયદો લઈને આવી. આ કાયદો 2 જાન્યુઆરી 2024થી લાગુ થયો. આ અંતર્ગત હવે પસંદગી સમિતિમાં વડાપ્રધાન, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા સામેલ છે. CJIને આ સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા. સરકારના 4 મુખ્ય મુદ્દાઓ… 14 મે: SC એ કહ્યું હતું- જ્યારે સરકારે જ નિર્ણય લેવાનો હોય, તો પછી કમિટીમાં વિપક્ષના નેતાને રાખવાનો દેખાડો શા માટે સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂક પ્રક્રિયાને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું- જો સરકારે જ નિર્ણય કરવાનો હોય તો સિલેક્શન કમિટીમાં વિપક્ષના નેતા (LoP) ને રાખીને સ્વતંત્રતાનો દેખાડો કરવાની જરૂર શું છે. 6 મે: SCએ પૂછ્યું હતું- શું અમારી પાસે કાયદો બનાવવાનો અધિકાર છે સુપ્રીમ કોર્ટે 6 મેના રોજ કેસની સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે શું કોર્ટ સંસદને નવો કાયદો બનાવવાનો નિર્દેશ આપી શકે છે. બેન્ચે કહ્યું કે એક અરજીમાં સંસદને કાયદો બનાવવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. પરંતુ શું અદાલત આવો નિર્દેશ આપી શકે છે અને શું આ અરજી સુનાવણી યોગ્ય છે કારણ કે કાયદો બનાવવો એ સંસદનો વિશેષાધિકાર છે. 12 મે: રાહુલ બોલ્યા- વિપક્ષનો નેતા રબર સ્ટેમ્પ નથી રાહુલ ગાંધીએ 12 મેના રોજ પીએમ આવાસ પર યોજાયેલી મીટિંગમાં નવા CBI ડાયરેક્ટરની પસંદગી પર પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. રાહુલે આરોપ લગાવ્યો કે પસંદગી માટે જે 69 ઉમેદવારોની યાદી આપવામાં આવી છે, તેમને તેમની વિગતો જણાવવામાં આવી નથી. તેમણે બેઠક બાદ કહ્યું- સરકારે પસંદગી પ્રક્રિયાને માત્ર એક ઔપચારિકતા બનાવી દીધી છે. કોઈ પહેલેથી નક્કી કરેલા વ્યક્તિની પસંદગી થાય છે. વિપક્ષનો નેતા રબર સ્ટેમ્પ નથી હોતો. વડાપ્રધાન આવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર યોજાયેલી આ બેઠકમાં CJI સૂર્યકાંત પણ સામેલ થયા હતા. બેઠક લગભગ એક કલાક ચાલી. મીટિંગમાંથી બહાર નીકળ્યા બાદ રાહુલે સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કર્યો, જેમાં પોતાની અસંમતિનું કારણ જણાવ્યું. ----------
Read Original Article →