ચૂંટણી પંચે SIRના ત્રીજા તબક્કાની જાહેરાત કરી:6 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 37 કરોડ મતદારોનું વેરિફિકેશન થશે
ચૂંટણી પંચે ગુરુવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કા હેઠળ 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 36.73 કરોડ મતદારોનું વેરિફિકેશન થશે. 16 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે ત્રીજા તબક્કાની SIR પ્રક્રિયામાં 3.94 લાખ બૂથ લેવલ અધિકારી (BLO) તૈનાત થશે. BLOની મદદ માટે રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત 3.42 લાખ બૂથ લેવલ એજન્ટ (BLA) પણ સામેલ રહેશે. દિલ્હીમાં SIR પછી અંતિમ મતદાર યાદી 7 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બરફવર્ષા અને હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને SIRની તારીખની જાહેરાત પછીથી કરવામાં આવશે. આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…
Read Original Article →